Home /News /business /

Multibagger Stock : ગુજરાતની આ કંપનીના શેરે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 વર્ષમાં 115 ગણો ભાવ વધ્યો

Multibagger Stock : ગુજરાતની આ કંપનીના શેરે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 વર્ષમાં 115 ગણો ભાવ વધ્યો

દિપક નાઇટ્રાઇટના શેરમાં આવેલી તેજીએ રોકાણકારોને આવી રીતે કર્યા માલામાલ

Multibagger stock: આ કેમિકલ સ્ટૉકમાં છેલ્લા કેટલાક સમયથી તેજી આવી છે. શેરની કિંમતોમાં અહીંયા આપેલા ગણિત મુજબ 115 ગણો વધારો આટલા સમયમાં થઈ રહ્યો છે.

    નવી દિલ્હી : શેર બજારમાં (Stock Market) આજકાલ નવા નવા રેકોર્ડ બની રહ્યા છે. સેન્સેક્સ (Sensex) પુરબહારમાં ખીલી ગયો છે. રોકાણકારોને (Investors)  શેર બજરામાં ચાંદી જ ચાંદી છે. શેર બજારમાં ગુજરાતીઓનું અને ગુજરાતી વેપારીઓનું તેમજ ગુજરાતી ઉદ્યોગપતિઓમનું આધિપત્ય આજકાલથી નથી. જોકે, તાજેતરમાં જ એક અહેવાલ સામે આવ્યો છે જેમાં ગુજરાતની એક કેમિકલ કંપનીના (Chemical Stock)  શેરના ભાવનું પૃથ્થકરણ કરવામાં આવ્યું છે. આ કંપનીના શેરધારકો છેલ્લા એક દાયકામાં ખૂબ કમાયા છે. કંપનીનું નામ છે દિપક નાઇટ્રાઇટ ( Deepak Nitrite) જેના પ્લાન્ટ દહેજ સહિતના વિસ્તારમાં છે. કંપનીની ઓફિસ વડોદરામાં પણ છે.

    દાયકામાં 115 ગણા ભાવ વધ્યા

    લાઇવ મિંટના અહેવાલ મુજબ આ કેમિકલ સ્ટૉકે પાછલા 10 વર્ષમાં 18.50 રૂપિયા પ્રતિ શેર (19 ઑગસ્ટ એનએસઈમાં બંધ કિંમત)થી વધીને રૂપિયા 2,141.90 પ્રતિ શેર (13 ઑગસ્ટ 2021 એનએસઈમાં બંધ પ્રાઇઝ) ગણો વધારો થયો છે. આ અઠવાડિયે દિપક નાઇટ્રાઇટ અન્ય સ્મૉલ અને મિડ કેપ સ્ટૉકની જેમ સેલિંક પ્રેશરમાં હતો. આ સમયમાં શેર એક ટકો ઉપર વધવામાં સફળ રહ્યો હતો.

    કેટલો વધ્યો ભાવ

    ગત મહિને આ શેરનો ભાવ રૂપિયા 1958.35 પ્રતિ સ્ટૉક માર્કથી વધીને 2141.90ના સ્તર સુધી વધ્યો એટલે કે 9.50 ટકાનો વધારો. જ્યારે આવી જ રીતે 6 મહિના પહેલાં આ શેરનો ભાવ રૂપિયા 1178.80 પ્રતિ સ્ટૉકથી વધીને 2141.90 થઈ ગયો છે. આમ લગભગ આ સમયગાળામાં શેરધારકોને 80 ટકાનું વળતર મળ્યું કહેવાય

    આ પણ વાંચો : Rolex rings share price: રાજકોટની રોલેક્સ રિંગ્સના શેરે લિસ્ટ થતા જ રોકાણકારોને 38% ટકા નફો આપ્યો

    5 વર્ષમાં આપ્યું 2,000 ટકાનું વળતર

    આ કેમિકલ સ્ટૉક 2021માં મલ્ટીબેગર શેરમાંથી એક છે. કારણ કે આ શેરે આ સમયગાળા દરમિયાન 265 ટકાનું વળતર આપ્યું છે. પાછલા 5 વર્ષમાં આ કંપનીના શેરની કિંમત 102.50 પ્રતિ સ્ટૉકથી વધીને રૂપિયા 2141.90 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરે લગભગ 2,000 ટકા જેટલું વળતર આપ્યું છે. આમ પાછલા 10 વર્ષમાં દિપક નાઇટ્રેટના શેરનો ભાવ ગણો તો રૂપિયા 18.50થી પ્રતિ સ્ટૉક વધીને રૂપિયા 2141.90 સુધી પહોંચ્યો છે. એટલે કે એક દાયકામાં 115 ગણો ભાવ વધ્યો છે.

    જો 10 વર્ષ પહેલાં કોઈએ 1 લાખ રોક્યા હોય તો આજે એના 1.15 કરોડ થઈ જાય

    આ આંકડાઓ અને ગણતરીને જોતા દિપક નાઇટ્રેટના શેરમાં જો કોઈ શેર હોલ્ડરે 10 વર્ષ પહેલાં 1 લાખ રોક્યા હશે અને આજે તેની પાસે આ શેર પડેલા હોય તો એની કિંમત 1.15 કરોડ થઈ હશે. કેમ કે કંપનીના શેરનો ભાવ 10 વર્ષમાં 115 ગણો વધ્યો છે.

    (અસ્વીકરણ : શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધારિત હોય છે. રોકાણ કરતાં પહેલાં રોકાણકારોએ નિષ્ણાતનો મત લેવો જોઈએ)
    Published by:Jay Mishra
    First published:

    Tags: BSE, Multibagger Stock, Share market

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन