રોકાણકારોને માલામાલ કરનાર Deepak Nitriteના શેરમાં બે અઠવાડિયામાં 25%નો કડાકો, નીચલા સ્તરેથી ખરીદીની સલાહ

દીપક નાઇટ્રાઇટનો શેર બે અઠવાડિયામાં શેર 25% તૂટ્યો

Deepak Nitrite કંપનીનો શેર ગત મહિના 3,020 રૂપિયા પર પહોંચ્યો હતો. જે બાદથી શેરના ભાવમાં ઘટાડો આવ્યો છે.

 • Share this:
  મુંબઈ: ગુજરાતની કંપની દીપક નાઇટ્રાઇટનો શેર (Deepak Nitrite share) આમ તો મલ્ટીબેગર સ્ટોક (Multibagger stock) છે. બીજા ત્રિમાસિક પરિણામની જાહેરાત કર્યાં બાદ Deepak Nitriteનો શેર ગુરુવારે 10 ટકા તૂટ્યો હતો. કંપનીનો આ સ્ટૉક શરૂઆતના કારોબારમાં આશરે 2,201 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. Deepak Nitriteનો શેર આ મહિનાની શરૂઆતમાં 3,020 રૂપિયાની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો હતો. જે બાદમાં શેરમાં 25%નો ઘટાડો આવ્યો છે.

  સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રૉફિટ ઘટીને 254 કરોડ રૂપિયા થયો છે. જૂન ત્રિમાસિક દરમિયાન તે લગભગ 302 કરોડ રૂપિયા હતો. જોકે, વાર્ષિક ધોરણે તેમાં વધારે નોંધાયો છે. જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે કંપનીની કુલ આવક 1,681 કરોડ રૂપિયા રહી હતી.

  મોતીલાલ ઓસવાલનો અભિપ્રાય

  બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે (Motilal Oswal) કંપનીના પરિણામને મિક્સ ગણાવ્યું છે. મોતીલાલ ઓસવાલે દીપક નાઇટ્રાઇટના શેરનું રેટિંગ ઘટાડીને ન્યૂટ્રલ કરી દીધું છે. બ્રોકરેજ હાઉસ તરફથી આ શેર માટે 2,300 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

  જોકે, આ સાથે મોતીલાલ ઓસવાલે એમ પણ જણાવ્યું છે કે, કંપનીના બિઝનેસમાં આગામી મહિનામાં સુધારો થવાની સંભાવના છે. કંપની આગામી ત્રણ વર્ષમાં 1,800 કરોડ રૂપિયાનું કેપિટલ એક્સપેન્ડિચર કરવાની યોજના બનાવી રહી છે.

  આ પણ વાંચો: NPS શું છે? તેમાં કઈ રીતે રોકાણ કરી શકાય? શું ખાલી ટેક્સ બચાવવા NPSમાં રોકાણ કરવું જોઈએ? 

  ઇક્વિટી99નો દીપક નાઇટ્રાઇડ પર અભિપ્રાય

  ઇક્વિટી99નું કહેવું છે કે ઇન્વેસ્ટર્સ માટે આ સ્ટૉકમાં નીચેના સ્તરથી ખરીદી કરવાનો મોકો છે. કંપનીએ દેવું ઓછું કર્યું છે. ટેક્સ પછી તેના પ્રોફિટમાં પણ વધારો થયો છે. કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 45.69 ટકા છે. જોકે, ટૂંકા ગાળામાં આ શેરમાં ઘટાડો શક્ય છે. જે બાદમાં આ શેર 3,000 રૂપિયાના સ્તરને સ્પર્શી શકે છે.

  મલ્ટીબેગર સ્ટોક

  છેલ્લા એક વર્ષની વાત કરીએ તો આ મલ્ટીબેગર સ્ટોક 720 રૂપિયાથી વધીને 2,261 રૂપિયા (28 ઓક્ટોબર NSE બંધ ભાવ) પ્રતિ શેરના સ્તર પર પહોંચ્યો છે. એટલે કે એક વર્ષમાં આ શેરમાં રોકાણકરનારને આશરે 240% જેટલું વળતર પ્રાપ્ત થયું છે.

  આ પણ વાંચો: Multibagger Stock: છ મહિનામાં આ શેર 103% ભાગ્યો, પ્રભુદાસ લીલાધરે આપી ખરીદીની સલાહ

  આ રીતે જોઈએ તો જો કોઈ રોકાણકારે દીપક નાઇટ્રાઇટ શેરમાં એક વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે 1 લાખ રૂપિયાની કિંમત 3.4 લાખ રૂપિયા જેટલી હોય.
  Published by:Vinod Zankhaliya
  First published: