Home /News /business /Multibagger Stock: રૂ.185થી રૂ 1888, ત્રણ વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોકમાં રોકાણકારોને ચાંદી જ ચાંદી

Multibagger Stock: રૂ.185થી રૂ 1888, ત્રણ વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોકમાં રોકાણકારોને ચાંદી જ ચાંદી

પ્રતિકાત્મક તસવીર

Multibagger stock news: આ સ્ટોકના ઉછાળાની સરખામણીમાં આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ (Sensex) 62.32 ટકા વધ્યો છે. 28 જાન્યુઆરી 2019ના રોજ કોસ્મો ફિલ્મ્સના (Cosmo Films) સ્ટોકમાં રોકાયેલ રૂ. 1 લાખની રકમ આજે રૂ. 10.17 લાખમાં ફેરવાઈ ગઈ હશે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ કોસ્મો ફિલ્મ્સ (Cosmo Films) સ્ટોકે ત્રણ વર્ષમાં તેના શેરધારકોને 900% થી વધુ વળતર આપ્યું છે. શેર 28 જાન્યુઆરી, 2021ના રોજ રૂ.1,888 થયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં 917.24 ટકા વળતરમાં મળ્યું છે. પહેલા આ સ્ટોકનો ભાવ 185.60 હતો. આ સ્ટોકના ઉછાળાની સરખામણીમાં આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ (Sensex) 62.32 ટકા વધ્યો છે. 28 જાન્યુઆરી 2019ના રોજ કોસ્મો ફિલ્મ્સના સ્ટોકમાં રોકાયેલ રૂ. 1 લાખની રકમ આજે રૂ. 10.17 લાખમાં ફેરવાઈ ગઈ હશે.

સ્મોલ કેપ સ્ટોક (small cap stock) બોમ્બે સ્ટોક એક્સચેન્જ (Bombay Stock Exchange, BSE) પર અગાઉના રૂ. 1,829.60ના બંધ સામે 3.19 ટકા વધીને રૂ. 1,888ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. છેલ્લા 3 દિવસમાં સ્ટોક 5.12% વધ્યો છે. કોસ્મો ફિલ્મ્સનો સ્ટોક 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ કરતાં ઉપર ટ્રેડ થઈ રહ્યો છે

સ્ટોક એક વર્ષમાં 264% વધ્યો છે અને આ વર્ષની શરૂઆતથી 31.83% વધ્યો છે. એક મહિનામાં સ્ટોક 29.31% વધ્યો છે. બપોરના ટ્રેડિંગ સેશનમાં કંપનીનું માર્કેટ કેપ રૂ. 3,350 કરોડ હતું. કંપનીના શેરની લે-વેચથી રૂ. 37.85 લાખનું ટર્નઓવર થયું હતું. 28 જાન્યુઆરી, 2021ના રોજ શેર રૂ. 458.75ની 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

ડિસેમ્બર 2021ના ​​રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 10 પ્રમોટરો પાસે 44.09 ટકા હિસ્સો એટલે કે 80.12 લાખ શેર હતા અને 36,153 જાહેર શેરધારકો પાસે કંપનીના 54.79 ટકા હિસ્સો એટલે કે 99.57 લાખ શેર હતા.

ડિસેમ્બર ક્વાર્ટરના અંતે 33,882 પબ્લિક શેરધારકો રૂ. 2 લાખ સુધીની વ્યક્તિગત શેર મૂડી ધરાવે છે અને 59.53 લાખ શેર એટલે કે 32.76% હિસ્સો ધરાવે છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં 27 શેરધારકોની વ્યક્તિગત શેર મૂડી રૂ. 2 લાખથી વધુ હતી. ઉલ્લેખનીય છે કે ફર્મમાં 70 વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો 5.45 ટકા હિસ્સો એટલે કે 9.90 લાખ શેર ધરાવે છે.

ડિસેમ્બર ક્વાર્ટરના અંતે પાંચ નાણાકીય સંસ્થાઓ પાસે કંપનીના 4,220 શેર હતા. ફાઈનાન્શિયલ પર્ફોર્મન્સ પેઢીના સ્ટોકમાં નોંધપાત્ર વૃદ્ધિ સાથે સુસંગત છે. ફર્મે માર્ચ 2021 ના ​​રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ચોખ્ખા નફામાં 108.83 ટકાનો વધારો નોંધાવ્યો હતો. માર્ચ 2020 ના નાણાકીય વર્ષમાં ચોખ્ખા રૂ. 113.44 કરોડના નફાની સામે ગયા નાણાકીય વર્ષમાં નફો વધીને રૂ. 236.90 કરોડ થયો હતો. જ્યારે માર્ચ 2019માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ચોખ્ખો નફો રૂ. 61.11 કરોડ હતો.

આ પણ વાંચોઃ-stock market: તમારા પોર્ટફોલિયોમાં કેટલા સ્ટોક્સ હોવા જોઈએ? અહી જાણો બધુ જ

માર્ચ 2020ના નાણાકીય વર્ષમાં રૂ. 2,203 કરોડના વેચાણ સામે ગયા નાણાકીય વર્ષમાં વેચાણ 3.71 ટકા વધીને રૂ. 2,285 કરોડ થયું હતું. માર્ચ 2019માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં વેચાણ રૂ. 2,156 કરોડ હતું. શેરદીઠ કમાણી માર્ચ 2019ના અંતે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં રૂ. 61.11 કરોડ હતી, જેની સામે ગયા નાણાકીય વર્ષમાં તે વધીને રૂ. 236.90 થઈ હતી

કંપનીએ અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 62.76 કરોડનો નફા કર્યો હતો. તેની સામે Q3 માં ચોખ્ખો નફો 66.38% વધીને રૂ. 104.42 કરોડ રહ્યો હતો. ગત નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 572.31 કરોડના નફાની સામે છેલ્લા ક્વાર્ટરમાં વેચાણ 34.64% વધ્યું છે. ત્રિમાસિક ધોરણે, ચોખ્ખો નફો અગાઉના ક્વાર્ટરમાં રૂ. 97.30 કરોડથી 7.32% વધવા પામ્યો છે.

આ પણ વાંચોઃ-આ મલ્ટીબેગર સ્ટોક એક વર્ષમાં 100% વધ્યો, હજી પણ સુધારાની શક્યતા

ઉલ્લેખનીય છે કે, કોસ્મો ફિલ્મ્સ પ્લાસ્ટિકના કાચા ઉત્પાદનોની ઉત્પાદક છે. કંપની બાય-એક્સીઅલી ઓરિએન્ટેડ પોલીપ્રોપીલીન ફિલ્મો (bi-axially oriented polypropylene films, BOPP) અને થર્મલ ફિલ્મોના ઉત્પાદનમાં રોકાયેલ છે. કંપની બે વિભાગો દ્વારા કાર્ય કરે છે. તેના ભૌગોલિક વિભાગમાં ભારત અને અન્ય દેશોનો પણ સમાવેશ થાય છે.
First published:

Tags: Big Stocks Tips, Multiaggar Stocks, Sharemarket