Brightcom Group: રસપ્રદ વાત એ છે કે એક વર્ષમાં બ્રાઇટકોમ ગ્રુપના શેરની કિંમત 6 રૂપિયાથી વધીને 114 રૂપિયા સુધી પહોંચી હતી. એટલે કે આ દરમિયાન રોકાણકારોને 1800 ટકા વળતર મળ્યું છે.
મુંબઇ. Multibagger Stocks: એક એવો શેર જેણે પોતાના રોકાણકારોને છેલ્લા એ વર્ષમાં 1,800 ટકા વળતર આપ્યું છે તેમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ શેરનું નામ Brightcom Group છે. ગુરવારે Brightcom Group ના શેરમાં પાંચ ટકાની લોઅર સર્કિટ (Lower circuit) લાગી હતી. આ પહેલા માર્કેટ રેગ્યુલેટર સેબીએ કંપનીની બેલેન્સ શીટનું ફૉરેન્સિક ઑડિટ કરાવવાનો આદેશ આપ્યો હતો. કંપની પર એવો આરોપ છે કે તેણે નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન પોતાની સંપત્તિને ખોટી રીતે દર્શાવી છે. આજે એટલે કે ચોથી માર્ચના રોજ પણ આ શેરમાં પાંચ ટકાની લોઅર સર્કિટ લાગી છે. આજે શેર 5.40 રૂપિયા ઘટીને 102.80 રૂપિયા પ્રતિ શેરની સપાટી પર જોવા મળ્યો છે.
એક વર્ષમાં આપ્યું 1,800 ટકા વળતર
રસપ્રદ વાત એ છે કે એક વર્ષમાં બ્રાઇટકોમ ગ્રુપના શેરની કિંમત 6 રૂપિયાથી વધીને 114 રૂપિયા સુધી પહોંચી હતી. એટલે કે આ દરમિયાન રોકાણકારોને 1,800 ટકા વળતર મળ્યું છે. જોકે, છેલ્લા એક મહિનામાં આ શેરની કિંમત ઘટી રહી છે. બજારના ખરાબ સેન્ટિમેન્ટની અસર પણ આ શેર પર જોવા મળી રહી છે. જોકે, સેબીએ ફૉરેન્સિક ઑડિટનો આદેશ આપ્યા બાદ શેરની કિંમતમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.
છેલ્લા છ મહિનામાં આ શેરની ચાલ જોઈએ તો તે 35.50 રૂપિયાથી વધીને 114 રૂપિયા સુધી પહોંચ્યો છે. છ મહિના દરમિયાન રોકાણકારોને આ શેરમાં 220 ટકા વળતર મળ્યું છે. આ વર્ષે બ્રાઇટકોમ ગ્રુપના શેરમાં અત્યારસુધી 33 ટકાનો ઘટાડો નોંધાયો છે.
જો આપણે શેરની કિંમતના ઇતિહાસ પર નજર કરીએ તો રોકાણકારોની ખુશીનો અંદાજ લગાવી શકીએ. 26 જાન્યુઆરી, 2021ના રોજ બ્રાઇટકોમ ગ્રુપના શેરની કિંમત 6.08 રૂપિયા પ્રતિ શેર હતી. જ્યારે બીજી માર્ચ, 2022ના રોજ શેરની કિંમત 113.85 રૂપિયા પર પહોંચી છે. એટલે કે ફક્ત એક જ વર્ષમાં આ શેરમાં રોકાણકારોને 1,800 ટકા વળતર મળ્યું છે.
બ્રાઇટકોમ ગ્રુપના શેરની કિંમતનો ઇતિહાસ તપાસીએ તો છ મહિનામાં આ શેરમાં 1 લાખનું રોકાણ 3.20 લાખ રૂપિયા બની ગયું છે. આ ઉપરાંત જો કોઈએ આ શેરમાં એક વર્ષ પહેલા 6.08 લાખ રૂપિયાની કિંમતે એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે 1 લાખ રૂપિયાની કિંમત 19 લાખ રૂપિયા હોય.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર