Home /News /business /Multibagger stock: સેન્સેક્સમાં કડાકા છતાં આ શેર પાંચ ટ્રેડિંગ સેશનમાં 95% ભાગ્યો
Multibagger stock: સેન્સેક્સમાં કડાકા છતાં આ શેર પાંચ ટ્રેડિંગ સેશનમાં 95% ભાગ્યો
શેર માર્કેટ
Multibagger stock 2021: આ શેર છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમ દરમિયાન 21 રૂપિયાથી વધીને 41.10 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. આ રીતે આ શેરમાં રોકાણકારોને 95% વળતર મળ્યું છે.
મુંબઈ. Multibagger stock: સ્ટૉક માર્કેટમાં બે ટ્રેડિંગ સેશન દરમિયાન મોટી ઉથલપાછળ વચ્ચે અમુક એવા ક્વૉલિટી શેર્સ છે જેઓ કમજોર ગ્લોબલ સંકેતના પ્રભાવમાં આવ્યા નથી. અમુક શેર એવા પણ છે જે નેગેટિવ ગ્લોબલ સંકેત વચ્ચે પણ ઉછળ્યા છે અને રોકાણકારોને માલામાલ (Multibagger return) કરી દીધા છે. ભીલવાડા સ્પિનર્સ (Bhilwara Spinners) આવો જ એક શેર છે. બીએસઈ ઈન્ડેક્સ (BSE index) પર આ શેર છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમ દરમિયાન 21 રૂપિયાથી વધીને 41.10 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. આ રીતે આ શેરમાં રોકાણકારોને 95% વળતર મળ્યું છે.
ભીલવાડા સ્પિનર્સના શેરની કિંમતના ઇતિહાસ પર નજર કરીએ તો આ શેર 2021ના વર્ષનો મલ્ટીબેગર સ્ટૉક હોવાનું સાબિત થાય છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં આ શેરમાં અપર સર્કિટ લાગતી રહી છે. આ દરમિયાન આ શેરમાં રોકાણકારોને 95% રિટર્ન મળ્યું છે. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો બીએસઈ પર નોંધાયેલો આ શેર 19.30 રૂપિયાના સ્તરથી 41.10 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. એટલે કે આ રોકાણકારોને 115 ટકા વળતર મળ્યું છે. આ જ રીતે છેલ્લા છ મહિનામાં આ શેર 140% મજબૂત થયો છે. આ દરમિયાન શેર 17.25 રૂપિયાના સ્તરથી 41.10 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે.
આ જ રીતે 2021ના વર્ષની વાત કરીએ તો આ મલ્ટીબેગર સ્ટૉક 14.90 રૂપિયાથી વધીને 41.10 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. એટલે કે રોકાણકારોને આ શેરમાં 175%નું વળતર મળ્યું છે.
આ બે શેરે પણ આપ્યું શાનદાર રિટર્ન
ભીલવાડા સ્પિનર્સના શેરની જેમ સુરત ટેક્સટાઇલ મિલ્સ (Surat Textile Mills) અને અક્મે રિસોર્સિસ (Acme Resources) એવા જ બે મલ્ટીબેગર શેર છે, જેણે એક અઠવાડિયામાં પોતાના રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું છે.
સુરત ટેક્સટાઇલ મિલ્સનો શેર છેલ્લા એક અઠવાડિયામાં 57% મજબૂત થયો છે. જ્યારે એક્મે રિસોર્સિસનો શેર 60% વધ્યો છે. રસપ્રદ વાત એ છે કે શેર બજારમાં મોટા કડાકા છતાં આ શેર્સમાં સારું વળતર મળ્યું છે.
સુરત ટેક્સટાઇલ મિલ્સે છેલ્લા એક મહિનામાં 145 ટકા અને છેલ્લા 6 મહિનામાં 220 ટકા વળતર આપ્યું છે. આવી જ રીતે એક્મ રિસોર્સિસનો શેર 2021ના વર્ષમાં 110 ટકા મજબૂત થયો છે. શેર 9.24 રૂપિયાના સ્તરથી વધીને 19.44 રૂપિયા પર પહોંચી ગયો છે.
નોંધ: અહીં આપવામાં આવેલી વિગતો ફક્ત જાણકારી માટે છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી. શેર બજારમાં રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર