Multibagger Stock: લોકોના ભરોસા પર ખરો ઉતર્યો આ શેર, 10 વર્ષમાં 1 લાખ બની ગયા 1.12 કરોડ રૂપિયા!

પ્રતીકાત્મક તસવીર

Multibagger Stock: Bajaj Finance ના શેરે 10 વર્ષમાં 11,158% વળતર આપ્યું છે. એટલે કે 1 લાખ રૂપિયાના 10 વર્ષમાં 1.12 કરોડ રૂપિયા બની ગયા છે!

  • Share this:
    મુંબઈ. Multibagger Stock: દરેક વ્યક્તિ શેર બજાર (Share Market)માં પૈસા લગાવીને અમીર બનવાનું સપનું જોતો હોય છે. જોકે, બધાનું નસિબ ચમકતું નથી. અહીં કોઈએ ખોટ સહન કરવી પડે છે તો કોઈને લાભ થાય છે. રોકાણકારો જેટલું જોખમ ઉઠાવે (Take risk) છે તેમને એટલો જ નફો પણ થાય છે. જોકે, આનો મતલબ એવો પણ નથી કે જોખમ ઉઠાવનાર દરેક રોકાણકારને લાભ થાય જ છે. બીજી તરફ શેર બજારમાં નફા માટે લાંબા ગાળાના રોકાણ (Long term investment) ઉપર ખૂબ ભાર આપવામાં આવે છે.

    અમેરિકાના જાણીતા રોકાણકાર વૉરેન બફેટ (Warren Buffett)નું કહેવું છે કે જો તમે કોઈ શેરને 10 વર્ષ નથી રાખવા માંગતા તો તેના વિશે 10 મિનિટ પણ ન વિચારો. લાંબા ગાળે કોઈ શેર કેવી રીતે માલામાલ કરી શકે છે તે સમજવા માટે Bajaj Finance ના શેરના ઇતિહાસ પર એક નજર કરીએ.

    છેલ્લા 10 વર્ષમાં Bajaj Finance નો શેર 112 ગણો વધ્યો છે. 10 વર્ષ પહેલા 26 ઓગસ્ટ, 2021ના રોજ બજાજ ફાઇનાન્સના શેરની કિંમત 62.22 રૂપિયા હતી, જે આજે 7,005 રૂપિયા પ્રતિ શેર છે. બુધવારે ઇન્ટ્રા ડેમાં 7,005ના આંકને સ્પર્શ કર્યાં બાદ બજાજનો શેર 6,925 રૂપિયા પર બંધ રહ્યો હતો.

    આ પણ વાંચો: HDFC Bankના શેરમાં અત્યારે રૂપિયા લગાવવા કે નહીં? જાણો બ્રોકરેજ હાઉસની સલાહ

    Bajaj Finance નો શેર છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશન દરમિયાન 8% વધ્યો છે. જ્યારે એક મહિનામાં શેરની ચાલ જોઈએ તો તે 13.60 ટકા વધ્યો છે. 2021ના વર્ષમાં અત્યારસુધી આ મલ્ટીબેગર સ્ટૉક 32.50% વળતર આપી ચૂક્યો છે.

    આ જ રીતે છેલ્લા એક વર્ષમાં બજાજ ફાઇનાન્સનો શેર રોકાણકારોને 90% વળતર આપી ચૂક્યો છે. જો પાંચ વર્ષનો સમયગાળો ધ્યાનમાં લઈએ તો આ સ્ટૉકે 568% રિટર્ન આપ્યું છે. જો છેલ્લા 10 વર્ષનું વળતર ધ્યાનમાં લઈએ તો આ શેરે 11,158% વળતર આપ્યું છે. કંપનીનો શેર 62.22 રૂપિયાથી વધીને 6,925 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે.

    શું તમારે રોકાણ કરવું જોઈએ?

    જો ફક્ત એક મહિના પહેલા જ કોઈએ બજાજ ફાઇનાન્સના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 1.13 લાખ રૂપિયા થઈ જતી. જો છ મહિના પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેને 1.26 લાખ રૂપિયા મળતા. જો કોઈએ એક વર્ષ પહેલા શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોય તો આજે તેની કિંમત 1.92 લાખ થઈ જતી.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ આ સરકારી બેંકમાં 1.59% હિસ્સો ખરીદ્યો, જાણો કયા ભાવે ખરીદ્યા શેર

    જો તમે બજાજ ફાઇનાન્સના શેર પર વિશ્વાસ કરીને 10 વર્ષ પહેલા Bajaj Finance ના શેરમાં ફક્ત 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તે 1.12 કરોડ રૂપિયા બની જતા. માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે છ મહિનામાં જ Bajaj Finance નો સ્ટૉક 8,000 રૂપિયા સુધી જઈ શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: