નવી દિલ્હી. કોરોનાની પહેલી લહેર બાદ શેર બજારે (Stock Market) રોકાણકારોને બમ્પર નફો કરાવ્યો છે. વર્ષ 2021માં અનેક સ્ટોક્સમાં બમ્પર ઉછાળ જોવા મળ્યો છે. આજે અમે આપને એક એવા મલ્ટીબેગર સ્ટોક વિશે જણવીશું, જેણે રોકાણકારોને લગભગ 349 ટકાનું રિટર્ન આપ્યું છે. ઈન્ડિયન માર્કેટમાં મલ્ટીબેગર શૅર્સ (Multibagger stocks 2021)ની યાદીમાં જોઈએ તેમાં સ્મોલકેપ અને મિડકેપ તમામ પ્રકારના શૅર્સ સામેલ છે. બજાજ ફાઇનાન્સ (Bajaj Finance)આ પૈકી એક છે, જેણે રોકાણકારોને માલામાલ કર્યા છે. આવો જાણીએ કેવી રીતે...
આજથી 12 વર્ષ પહેલા બજાજ ફાઇનાન્સ સ્ટોક (bajaj finance share price)ની કિંમત માત્ર 17.64 રૂપિયા હતી. વર્ષ 2021માં આ સ્ટોકની કિંમત 6,177.05 રૂપિયા છે. આ રીતે જોઈએ તો છેલ્લા 12 વર્ષમાં સ્ટોકમાં લગભગ 349 ટકાનો વધારો જોવા મળ્યો છે.
2002માં થયો હતો લિસ્ટ
બજાજ ફાઇનાન્સનો શૅર 5 જુલાઈ 2002ના રોજ NSEમાં લિસ્ટ થયો હતો અને તે જ દિવસે તેની પ્રાઇઝ 5.75 રૂપિયા હતી. વર્ષ 2008 સુધી આ સ્ટોકની પ્રાઇઝ લગભગ 45 રૂપિયા સુધી વધી હતી. છેલ્લા 12 વર્ષમાં આ સ્ટોકનું મૂલ્ય લગભગ 350 ગણું વધ્યું છે. બીજી તરફ, છેલ્લા 5 વર્ષનો ચાર્ટ જોઈએ તો આ સ્ટોકે રોકાણકારોને 495 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. આવી રીતે છેલ્લા 6 મહિનામાં શૅરે પોતાના શૅરધારકોને 25 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે.
નોંધનીય છે કે, જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને પૂરી અવધિ દરમિયાન રોકાણ કર્યું હતું તો તેના 1 લાખ રુપિયા છેલ્લા 6 મહિનામાં 1.25 લાખની જેટલા થઈ ગયા હશે. આવી જ રીતે, જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા આ કાઉન્ટરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેના 1 લાખ રૂપિયા લગભગ 1.95 લાખ રુપિયા થઈ ગયા હશે. આ પણ વાંચો, Jan Dhan Account: SBI ગ્રાહકોને થશે 2 લાખ રુપિયાનો મોટો ફાયદો, જાણો શું કરવું પડશે?
જોકે, કોઈ રોકાણકારે 2009માં વૈશ્વિક મંદી બાદ કે લગભગ 12 વર્ષ પહેલા આ કાઉન્ટરમાં રોકાણ કર્યું હોય તો તેના 1 લાખનું રોકાણ લગભગ 3.5 કરોડ રૂપિયા થઈ જાય કારણ કે આ અવધિમાં બજાજ ફાઇનાન્સના શૅરની કિંમત તેની મૂળ કિંમતના 350 ગણો થઈ ગયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર