Avanti Foods: રૂ. 3.40ના આ સ્ટોકે રોકાણકારોને બનાવી દીધા કરોડપતિ: આવી રીતે 1 લાખના થઈ ગયા 1.61 કરોડ
Avanti Foods: રૂ. 3.40ના આ સ્ટોકે રોકાણકારોને બનાવી દીધા કરોડપતિ: આવી રીતે 1 લાખના થઈ ગયા 1.61 કરોડ
પ્રતિકાત્મક તસવીર
Multibagger share market tips: આજે અમે મલ્ટીબેગર સ્ટોક (Multibagger stock) ગણાતા Avanti Foodsની વાત કરી રહ્યા છીએ. આ સ્ટોકના કારણે ઘણા રોકાણકારો (Investers) કરોડપતિ થઈ ગયા છે. Avanti Foodsના શેરમાં લાંબા સમય સુધી રોકાણ રાખનારને જોરદાર રિટર્ન મળ્યું છે.
Avanti Foods share: ભારતીય શેરબજારમાં (Indian share market) ઘણી કંપનીઓએ રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. કેટલીક કંપનીઓ એવી પણ છે, જેણે રોકાણકારોના નાના રોકાણને મોટી રકમમાં ફેરવી નાખ્યા છે. આવા સ્ટોકને મલ્ટીબેગર સ્ટોક્સ (Multibagger Stock) કહેવાય છે. આજે અમે મલ્ટીબેગર સ્ટોક ગણાતા Avanti Foodsની વાત કરી રહ્યા છીએ. આ સ્ટોકના કારણે ઘણા રોકાણકારો કરોડપતિ થઈ ગયા છે. Avanti Foodsના શેરમાં લાંબા સમય સુધી રોકાણ રાખનારને જોરદાર રિટર્ન મળ્યું છે.
2011ની 26 ઓગસ્ટના રોજ આ Multibagger stock એનએસઈ (NSE) પર રૂ. 3.40ની સપાટીએ હતો. ત્યારબાદ એક દસકામાં 161 ટકાના ઉછાળા સાથે સ્ટોક 548ની સપાટીએ પહોંચ્યો હતો.
Avanti Foodsના શેરનો ઈતિહાસ
Avanti Foodsના શેરમાં ગત ટ્રેડિંગ સેશન દરમિયાન 3.5 ટકાનો કડાકો બોલ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેર 7 ટકા તૂટ્યો હતો. છેલ્લા 1 મહિનામાં આ સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે. જેના કારણે કિંમતમાં 11.61 ટકાનું ગાબડું જોવા મળ્યું છે.
Avanti Foodsનો શેર 2021ની 31 માર્ચના રોજ રૂ.414.45 પર જોવા મળ્યો હતો. અત્યારે 32 ટકાના વધારા સાથે રૂ.548ની નજીક છે. છેલ્લા 5 વર્ષમાં આ સ્ટોકે 206 ટકા રિટર્ન આપ્યું છે. જોકે, છેલ્લા 10 વર્ષમાં આ સ્ટોકમાં 16000 ટકા રિટર્ન મળ્યું છે. દસકા પહેલા કરેલા 1 લાખના રોકાણનું મૂલ્ય 1.61 કરોડ
Avanti Foodsમાં આવેલ ઉછાળાની ગણતરી કરતા ખબર પડે કે, 5 વર્ષ પહેલાં આ સ્ટોકમાં કોઈએ રૂ.1 લાખનું રોકાણ કર્યું હોય તો અત્યારે તેનું મૂલ્ય રૂ.3.06 લાખનું ગણાય. આવી જ રીતે જો 10 વર્ષ પહેલા રૂ.1 લાખનું રોકાણ કર્યું હોય તો અત્યારે રૂ.1.61 કરોડનું મૂલ્ય ગણાય.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર