Home /News /business /

Multibagger Stock: એક વર્ષમાં ટાટા ગ્રુપના આ શેરે આપ્યું 1000% વળતર, શું તમે રોકાણ કર્યું છે?

Multibagger Stock: એક વર્ષમાં ટાટા ગ્રુપના આ શેરે આપ્યું 1000% વળતર, શું તમે રોકાણ કર્યું છે?

મલ્ટીબેગર સ્ટોક

Multibagger Stock: ટાટા ગ્રુપના આ શેરે જોરદાર વળતર આપ્યું છે. આ કારણે કે 2021ના વર્ષનો મલ્ટીબેગર સ્ટૉક (Multibagger stock) સાબિત થયો છે. એક વર્ષમાં આ શેર 35.25 રૂપિયાથી વધીને 395.70 રૂપિયા પ્રતિ શેર પર પહોંચ્યો છે. એટલે કે રોકાણકારોને 1000% વળતર મળ્યું છે.

વધુ જુઓ ...
    મુંબઇ. Multibagger Stock: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ છતાં ટાટા જૂથ (Tata Group)ના આ શેરે એક વર્ષમાં 1000 ટકા વળતર આપ્યું છે. આ શેરનું નામ ઑટોમેટિવ સ્ટેમ્પિંગ્સ એન્ડ અસેમ્બલીઝ લિમિડેટ (Automotive Stampings and Assemblies Ltd shares) છે. 25 ફેબ્રુઆરી, 2022ના રોજ આ શેર 244.40 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. જે 16 માર્ચ, 2022ના રોજ 80 ટકા વધીને 438.40 રૂપિયા પર પહોંચી ગયો હતો. જોકે, નફા વસૂલીને પગલે છેલ્લા બે ટ્રેડિંગ સેશનથી આ શેરમાં લોઅર સર્કિટ (Lower circuit) લાગી છે.

    છેલ્લા એક વર્ષમાં જોરદાર વળતર


    ટાટા ગ્રુપના આ શેરે જોરદાર વળતર આપ્યું છે. આ કારણે કે 2021ના વર્ષનો મલ્ટીબેગર સ્ટૉક (Multibagger stock) સાબિત થયો છે. એક વર્ષમાં આ શેર 35.25 રૂપિયાથી વધીને 395.70 રૂપિયા પ્રતિ શેર પર પહોંચ્યો છે. એટલે કે રોકાણકારોને 1000% વળતર મળ્યું છે.

    કેવી રહી શેરની ચાલ?


    આ વર્ષે જ જાન્યુઆરીમાં NSE પર આ શેર 925.45 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચ્યો હતો. આ સપાટી શેરની ઑલ ટાઇમ હાઈ છે. જે બાદમાં છેલ્લા એક મહિનાથી આ શેરમાં જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. આજે (22 માર્ચ) પણ આ શેરમાં પાંચ ટકાની લોઅર સર્કિટ લાગી છે.

    રશિયા અને યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પણ Automotive Stampings and Assembliesનો શેર 285 રૂપિયાથી વધીને 395.70 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. આ દરમિયાન શેરમાં 40 ટકા વળતર જોવા મળ્યું હતું.

    આ પણ વાંચો: આજે (22 માર્ચ) આ 20 શેરમાં કરો મોટી કમાણી

    છેલ્લા છ મહિનામાં શેર 58.45 રૂપિયા પ્રતિ શેરથી વધીને 395.70 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. આ દરમિયાન રોકાણકારોને 575 ટકા વળતર મળ્યું છે.

    આ જ રીતે આ શેર છેલ્લા એક વર્ષમાં 35.25 રૂપિયાના સ્તરથી વધીને 395.70 રૂપિયાના ભાવ પર પહોંચી ગયો છે. એટલે કે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 11 ગણું (1000%) વળતર મળ્યં છે.

    કેટલો ફાયદો થશે?


    ઑટોમેટિવ સ્ટેમ્પિંગ્સ એન્ડ અસેમ્બલીઝ લિમિડેટ શેરની કિંમત પર એક નજર કરીએ તો જો કોઈએ એક મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 1.40 લાખ રૂપિયા હોય.

    આ પણ વાંચો: સોના-ચાંદીની કિંમતમાં આવ્યો મોટો ઉછાળો, ફટાફટ જાણો આજનો ભાવ

    આજ રીતે જો કોઈએ છ મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 6.75 લાખ રૂપિયા હોય. આ જ રીતે એક વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ આજે 11 લાખ રૂપિયા બની ગયું હોત.

    ટાટા જૂથના આ મલ્ટીબેગર શેરની માર્કેટ કેપ 627.75 કરોડ રૂપિયા છે. કંપનીની ઓલ ટાઇમ હાઈ સપાટી 925.45 રૂપિયા છે. જ્યારે 52 અઠવાડિયાની નીચલી સપાટી 30.25 રૂપિયા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger Stock, Stock market, Stock tips, Tata group

    આગામી સમાચાર