Multibagger stock: ગુજરાતની આ કંપનીના શેરે કરોડપતિ બનાવી દીધા, 1 લાખ બની ગયા 8 કરોડ રૂપિયા

મલ્ટીબેગર સ્ટોક (પ્રતીકાત્મ તસવીર)

Multibagger stock: Atul Limited એક ઇન્ટીગ્રેટેડ કેમિકલ કંપની છે. એનએસઈ (NSE) પર આ શેર 13 સપ્ટેમ્બર, 2001ના રોજ 11.30 રૂપિયા પ્રતિ શેર લેખે વેચાઈ રહ્યો હતો.

  • Share this:
    મુંબઈ: Multibagger stock: શેર બજારમાં સારા વળતર માટે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને એક મલ્ટીબેગર શેર વિશે જણાવી રહ્યા છીએ, જે ધીરજની વાતને સાચી સાબિત કરે છે. જેના પરથી એવું સાબિત થાય છે કે શેર બજારમાં ફક્ત ખરીદ-વેચાણથી જ નહીં પરંતુ સારા વળતર માટે રાહ પણ જોવી પડે છે. ધીરજ એ રોકાણ માટેના મંત્રોમાંનો એક છે. અમે આજે જે શેર વિશે જણાવી રહ્યા છીએ તેનો સાર પણ એ જ છે. સારા શેરને ઓળખીને તેમાં લાંબા સમય સુધી રોકાણને જાળવી રાખો. જે ધીરજ રાખશે એ જ વિજેતા બનશે. આજે જે શેરની વાત કરી રહ્યા છીએ તેણે 20 વર્ષમાં રોકાણકારોને લાખપતિમાંથી કરોડપતિ બનાવી દીધા છે.

    મલ્ટીબેગર સ્ટોરમાં આજે Atul Limited શેરની ચર્ચા કરીએ. આ એક ઇન્ટીગ્રેટેડ કેમિકલ કંપની છે. જેનું હેડ ક્વાર્ટર વલસાડ ખાતે આવેલું છે. એનએસઈ પર આ શેર 13 સપ્ટેમ્બર, 2001ના રોજ 11.30 રૂપિયા પ્રતિ શેર લેખે વેચાઈ રહ્યો હતો. નવમી સપ્ટેમ્બર, 2021ના રોજ આ શેર એનએસઈ પર 9,250 રૂપિયા પ્રતિ શેર લેખે બંધ રહ્યો હતો. એટલે કે 20 વર્ષના સમયગાળા દરમિયાન આ શેરે રોકાણકારોને 818 ગણું વળતર આપ્યું છે.

    Atul શેરના ભાવનો ઇતિહાસ

    છેલ્લા એક મહિનામાં આ શેર 4.35% વધીને 8,864.05 રૂપિયાથી 9,250 રૂપિયા પર પહોંચ્યો છે. છેલ્લા છ મહિના દરમિયાન આ શેરે 36.35% વળતર આપ્યું છે. આ દરમિયાન શેર 6,784.05 રૂપિયાથી વધીને 9,250 રૂપિયા પર પહોંચ્યો હતો. જ્યારે 1 વર્ષના પ્રદર્શન પર નજર કરીએ તો આ દરમિયાન અતુલ શેર 47% ભાગ્યો છે. જો છેલ્લા પાંચ વર્ષના પ્રદર્શન પર નજર કરીએ તો આ શરે 325% વળતર આપ્યું છે. છેલ્લા 20 વર્ષમાં આ શેરે 818 ગણું વળતર આપ્યું છે.

    આ પણ વાંચો: Multibagger stock: રતન ટાટાની કંપનીએ 10 વર્ષમાં રોકાણકારોને આપ્યું 4600% રિટર્ન, એક લાખ બની ગયા 47 લાખ

    રોકાણકારો પર શું પ્રભાવ પડ્યો

    - અતુલના શેરના 20 વર્ષના પ્રદર્શન પર નજર કરીએ તો જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયા રોક્યા હોત તો આજે તેની કિંમત 1.04 લાખ રૂપિયા થતી.

    - જો કોઈ રોકાણકારે છ મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયા રોક્યા હોત તો આજે તેની કિંમત 1.36 લાખ રૂપિયા થઈ જતી.

    - આવી જ રીતે જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની કિંમત 1.47 લાખ રૂપિયા થઈ જતી.

    - જો લાંબા સમયગાળા પર નજર કરીએ તો અતુલના શેરમાં 20 વર્ષ પહેલા જો કોઈએ 1 લાખ રૂપિયાનું રોકણ કર્યું હોત તો આજે તે લાખપતિમાંથી કરોડપતિ બની ગયો હોત. કારણ કે 1 લાખ રૂપિયા અત્યારસુધી 8.18 કરોડ રૂપિયા બની જતાં.

    બિઝનેસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો. ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.

    Published by:Vinod Zankhaliya
    First published: