Multibagger Stock: 2 રૂપિયાનો સ્ટોક પહોંચ્યો 1700ને પાર, 1 લાખના થયા 8 કરોડ; શું તમારી પાસે છે આ શેર?
Multibagger Stock: 2 રૂપિયાનો સ્ટોક પહોંચ્યો 1700ને પાર, 1 લાખના થયા 8 કરોડ; શું તમારી પાસે છે આ શેર?
2 રૂપિયાનો સ્ટોક પહોંચ્યો 1700ને પાર
આ કંપનીના શેર થોડા વર્ષોમાં 2 રૂપિયાથી વધીને 1700 રૂપિયા થઈ ગયા છે. તેના શેરોએ આ સમયગાળા દરમિયાન 70,000 ટકાથી વધુ વળતર આપ્યું છે. એટલું જ નહીં, કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 2,524.95 છે, જ્યારે 52 સપ્તાહનું નિચુ સ્તર રૂ. 1,609.75 છે.
Multibagger Stock: વૈશ્વિક બજારના સંકેતો વચ્ચે શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી. પરંતુ આ સ્થિતિમાં પણ કેટલાક શેરો જબરદસ્ત વળતર આપી રહ્યા છે. આવો જ એક સ્ટોક છે એસ્ટ્રલ લિમિટેડ (Astral Limited), જે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ બનાવે છે. એસ્ટ્રલ લિમિટેડએ મજબૂત રિટર્ન આપીને તેના રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે.
નોંધનીય છે કે આ કંપનીના શેર થોડા વર્ષોમાં 2 રૂપિયાથી વધીને 1700 રૂપિયા થઈ ગયા છે. તેના શેરોએ આ સમયગાળા દરમિયાન 70,000 ટકાથી વધુ વળતર આપ્યું છે. એટલું જ નહીં, કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 2,524.95 છે, જ્યારે 52 સપ્તાહનું નિચુ સ્તર રૂ. 1,609.75 છે.
તમને જણાવી દઈએ કે એસ્ટ્રલ લિમિટેડ (Astral Limited) ના શેર 13 માર્ચ 2009ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર રૂ. 1.98 ના સ્તરે હતા, જ્યારે છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 3 જૂન 2022 ના રોજ કંપનીના શેર NSE પર રૂ. 1746 ના સ્તરે બંધ થયા હતા. એટલે કે કંપનીના શેરે 70,000 ટકાથી પણ વધુ વળતર આપ્યું છે. હવે આને જોતા જો કોઈ વ્યક્તિએ 13 માર્ચ 2009 ના રોજ કંપનીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને તેનું રોકાણ જાળવી રાખ્યું હોય તો હાલમાં આ રકમ વધીને રૂપિયા 8.81 કરોડ રૂપિયા બની ગઈ હશે તેમ કહી શકાય.
જો કોઈ વ્યક્તિએ 10 વર્ષ પહેલા એસ્ટ્રલ લિમિટેડના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આ સમયે તે રોકાણ વધીને 1 લાખ 69 લાખ રૂપિયાની નજીક પહોંચી ગયું હોત. એસ્ટ્રલ લિમિટેડના શેરોએ છેલ્લા 5 વર્ષમાં 350 ટકાથી વધુનુ વળતર તેના શેર ધારકોને આપ્યું છે. જોકે નોંધનીય છે કે આ વર્ષે કંપનીનું વળતર બહુ સારું રહ્યું નથી અને અત્યાર સુધીમાં કંપનીના શેરોએ 25 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે. જોકે નિષ્ણાતો માને છે કે આગામી થોડા સમયમાં કંપનીના શેરમાં વધુ ઉછાળો જોવા મળી શકે છે. જો કે વૈશ્વિક બજારના સંકેતો વચ્ચે આગામી સમયમાં આ શેર કેટલો નફો કે નુક્શાન આપે છે તે આવનાર સમય પર જ આધારિત રહેશે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર