20 રૂપિયાથી 161: એક વર્ષમાં આ રિયલ્ટી સ્ટૉક 700% વધ્યો, તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

મલ્ટીબેગર સ્ટોક (પ્રતીકાત્મક તસવીર)

Multibagger stock: Arihant Superstructuresના શેરમાં જો કોઈ રોકાણકારો એક વર્ષ પહેલા 1,00,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત આઠ લાખ રૂપિયા હોય.

  • Share this:
    મુંબઈ: રિયલ્ટી ફર્મ અરિહંત સુપરસ્ટ્રક્ચર્સ (Arihant Superstructures)ના શેરના ભાવમાં છેલ્લા એક વર્ષમાં 700%નો વધારો આવ્યો છે. ઓક્ટોબર 2020માં આ સ્મૉલ કેપ શેર (Smallcap Shares)ની કિંમત 20 રૂપિયા હતી, જ્યારે આજે તે વધીને 161 રૂપિયા પર પહોંચી છે. આ દરમિયાન અરિહંત સુપરસ્ટ્રક્ચર્સના શેરે રોકાણકારોને 704 ટકા વળતર (Multibagger stock) આપ્યું છે.

    આ શેરની સરખામણી નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ સાથે કરવામાં આવે તો નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સે આ દરમિયાન 117%નું વળતર આપ્યું છે. જ્યારે સ્મૉલ કેપ ઇન્ડેક્સે 83% વળતર આપ્યું છે. આ રીતે આ રિયલ્ટી શેરે પોતાના બંને બેન્ચમાર્ક ઇન્ડેક્સથી વધારે વળતર આપ્યું છે. નિફ્ટી-50એ છેલ્લા એક વર્ષમાં 51% વળતર આપ્યું છે.

    Arihant Superstructuresના શેરમાં જો કોઈ રોકાણકારો એક વર્ષ પહેલા 1,00,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત આઠ લાખ રૂપિયા હોય. અરિહંત સુપરસ્ટ્રક્ચર્સ એક સ્મૉલ કેપ રિયલ એસ્ટેટ કંપની છે, જેનું મુખ્ય ઉદેશ્ય ઓછા ખર્ચના ઘરોનું નિર્ણાણ કરવાનો છે.

    આ પણ વાંચો: ટેક મહિન્દ્રાનું 10 વર્ષનું ઉત્તમ પરિણામ, શેરમાં રોકાણ અંગે બ્રોકરેજ હાઉસોએ આપી આ સલાહ 

    આ કંપનીની મુખ્ય ઓફિસ મુંબઈ ખાતે આવેલી છે. કંપનીએ અત્યારસુધી 10 હજાર ઘરોનું બાંધકામ પૂર્ણ કર્યું છે. કંપનીના હાલ 12,000 ઘર બનાવી રહી છે. છેલ્લા 20 વર્ષમાં આ કંપનીએ આશરે 60 પ્રોજેક્ટ પર કામ કર્યું છે. કંપનીની માર્કેટ કેપિટલાઇઝેશન 678 કરોડ રૂપિયા છે.

    આ પણ વાંચો: દિવાળી મુહૂર્તના શેર: GEPL કેપિટલે આપી આ 4 શેર ખરીદવાની સલાહ, થશો માલામાલ

    અરિહંત સુપરસ્ટ્રક્ચર્સે (Arihant Superstructures) બીજા ત્રિમાસિક દરમિયાન એટલે કે જુલાઈ-સપ્ટેમ્બર 2021 દરમિયાન 11.63 કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ નોંધાવ્યો છે, જે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 4.15 કરોડ રૂપિયા હતો. કંપનીનું નેટ સેલ 38 ટકા વધીને 87.80 કરોડ રૂપિયા રહ્યું હતું, જે ગત વર્ષે સમાન ત્રિમાસિક દરમિયાન 63.60 કરોડ રૂપિયા હતું. મોટાભાગના બ્રોકરેજ હાઉસોએ આ શેર માટે 'બાય' રેટિંગ આપ્યું છે.

    ગુજરાતની કંપની Gopala Polyplastએ એક વર્ષમાં આપ્યું 22,300% રિટર્ન

    ભારતમાં કોરોના વાયરસ મહામારી (Covid-19 Pandemic) બાદ ભારતીય શેરબજાર (Indian Share Market)માં મુઠ્ઠીભર સ્ટોક મલ્ટીબેગર સ્ટોક બની ગયા છે. મલ્ટીબેગર સ્ટોક્સ (Multibagger Stocks)ની આ લિસ્ટમાં અમુક પેની સ્ટોક્સ (Panny Stocks) પણ સામેલ છે. તેમાં ગોપાલા પોલીપ્લાસ્ટ (Gopala Polyplast) એક આવો જ મલ્ટીબેગર પેની સ્ટોક છે, જે છેલ્લા એક વર્ષમાં 4.45 રૂપિયાથી વધીને 998.45 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન આ શેરે લગભગ 22,300 ટકાનું રિટર્ન નોંધાવ્યું છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: