Home /News /business /10 વર્ષમાં રોકાણકારોને આ શેરમાં મળ્યું 6500% વળતર, જાણો શું કહે છે બજાર નિષ્ણાતો

10 વર્ષમાં રોકાણકારોને આ શેરમાં મળ્યું 6500% વળતર, જાણો શું કહે છે બજાર નિષ્ણાતો

મલ્ટીબેગર સ્ટોક

Aarti Industries stock: કંપનીનો શેર 8 ફેબ્રુઆરી 2022ના રોજ 979.80 રૂપિયા પર પહોંચી ગયો છે, જે 9 ફેબ્રુઆરી 2012ના રોજ 14.70 રૂપિયા હતો.

નવી દિલ્હી: યોગ્ય સ્ટૉક (Stocks)ને ઓળખવા અને લાંબાગાળા માટે તેને હાથમાં રાખવાથી તમે લાંબાગાળે જંગી સંપત્તિ ભેગી કરવામાં મદદ મળી શકે છે. 10 વર્ષ પહેલાં કેમિકલ પ્લેયર (Chemical Player) આરતી ઇન્ડસ્ટ્રીઝ (Aarti Industries)ને આ રીતે ઓળખનારા રોકાણકારો (Investors) માટે આ સાચું ઠર્યુ છે. કંપનીનો શેર 8 ફેબ્રુઆરી 2022ના રોજ 979.80 રૂપિયા પર પહોંચી ગયો છે, જે 9 ફેબ્રુઆરી 2012ના રોજ 14.70 રૂપિયા હતો. એટલે કે એક દાયકા પહેલા આ સ્ટોકમાં રોકાણ કરવામાં આવેલા 1 લાખ રૂપિયા હવે હાલમાં 65 લાખ રૂપિયાથી વધુ થઈ ગયા છે. 10 વર્ષમાં શેરમાં 6500 ટકાનો ઉછાળો જોવામાં આવ્યો છે.

કંપનીનો નફો

આઉટ પરફોર્મન્સ હોવા છતાં દલાલ સ્ટ્રીટના વિશ્લેષકોએ મૂડીખર્ચ અને R&D પર કંપનીના સતત ધ્યાનને કારણે આરતી ઇન્ડસ્ટ્રીઝ પર તેમનો બુલિશ દૃષ્ટિકોણ જાળવી રાખ્યો હતો. જે તેને માર્કેટમાં સ્પર્ધાત્મક રહેવા માટે સક્ષમ બનાવશે. અંતમાં કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 31 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે આશરે 357 ટકા ઊછળીને રૂ. 772.49 કરોડ થયો હતો. ગયા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં તેણે રૂ. 165.27 કરોડનો નફો કર્યો હતો.

રીવ્યૂ ક્વાર્ટરમાં ઓપરેશન્સથી થતી આવક પણ 101 ટકા વધીને રૂ. 2,636.16 કરોડ થઈ હતી. લાંબાગાળે કંપનીની બોટમ લાઇન અને ટોપ લાઇન નાણાકીય વર્ષ 2011થી વાર્ષિક ધોરણે 23 ટકા અને 12.50 ટકાથી વધુ (સીએજીઆર) વધી છે.

એચડીએફસી સિક્યોરિટીઝનો અભિપ્રાય

જોકે, બ્રોકરેજ એચડીએફસી સિક્યોરિટીઝ આરતી ઇન્ડસ્ટ્રીઝ (એઆઇએલ) તરફ પોઝિટિવ વલણ ધરાવે છે. એચડીએફસી સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, "ભારતમાં ટોલ્વિન સેગમેન્ટ મુખ્યત્વે બિનઉપયોગી છે અને આયાત દ્વારા તેને પૂરી પાડવામાં આવે છે. આ સેગ્મેન્ટમાં પ્રવેશ કરવાથી લાંબાગાળે AILને ફાયદો થશે. ત્રીજા ત્રિમાસિક ગાળામાં EBITDAએ અને કરવેરા પછીનો એડજસ્ટેડ નફો અમારા અંદાજ કરતાં વધારે હતો.” આરતી ઇન્ડસ્ટ્રીઝ માટે 1,380 રૂપિયાના ભાવનો લક્ષ્યાંક રાખ્યો છે.

આ પણ વાંચો: માર્કેટ એક મહિલા જેવું છે, કોઈ તેનો રાજા ન હોઈ શકે: રાકેશ ઝુનઝુનવાલા

નિર્મલ બેંગ સિક્યોરિટીઝ

નિર્મલ બેંગ સિક્યોરિટીઝે આરતી ઇન્ડસ્ટ્રીઝ માટે 1,100 રૂપિયાનો ભાવ લક્ષ્યાંક નક્કી કર્યો છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, “આરતી ઇન્ડસ્ટ્રીઝ નવી કેમિસ્ટ્રીઝ અને નવા ઉત્પાદનો કેમિકલમાં 40થી વધુ અને ફાર્મામાં 50થી વધુ ઉત્પાદનોનો ઉમેરો કરી રહી છે. ફ્યુચર કેપેક્સ સ્પેશિયાલિટી કેમિકલ્સ માટે આશરે રૂ. 2,500-3,000 કરોડ અને ફાર્મા માટે રૂ. 300-500 કરોડ ટ્રેક પર છે.”

કંપનીનો બિઝનેસ

કંપની મુખ્યત્વે આયાત અવેજી દ્વારા, નિકાસ દ્વારા અને વૈશ્વિક માંગમાં ચીન +1 સોર્સિંગ વ્યૂહરચના તરફ વળીને ગ્રોથને પણ લક્ષ્યાંક બનાવી રહી છે. દરમિયાન, મેનેજમેન્ટે નવી કેમેસ્ટ્રીઝમાંથી માંગમાં વધારો, પ્રોજેક્ટ કમિશનિંગ અને ઉચ્ચ-માર્જિન ઉત્પાદનો અને વ્યવસાયના વધતા હિસ્સાના આધારે નાણાકીય વર્ષ 2022 માટે તેના 25-35 ટકા પ્રોફિટ ગ્રોત ગાઇડન્સને જાળવી રાખ્યું હતું. આનંદ રાઠી શેર્સ અને સ્ટોક બ્રોકર્સે આરતી ઇન્ડસ્ટ્રીઝ માટે 1,230 રૂપિયાના ભાવનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

આ પણ વાંચો: 2022માં આ આઠ સ્મૉલકેપ સ્ટૉક 50 ટકાથી વધારે ભાગ્યા

આનંદ રાઠી

આનંદ રાઠી શેર્સ અને સ્ટોક બ્રોકર્સે એક અહેવાલમાં જણાવ્યું હતું કે, "આગામી એનસીબી, એપીઆઇ અને ઇન્ટરમિડિયેટ ક્ષમતાઓ તેમજ ઘણા વર્ષના સોદાઓમાંથી થતી આવક અને તાજેતરમાં જ શરૂ થયેલી સુવિધાઓમાં વધતા ઉપયોગને પગલે અમે નાણાકીય વર્ષ 22-24માં આવક, EBITDA અને PTA 20 ટકા, 25 ટકા અને 37 ટકા CAGRની અપેક્ષા રાખીએ છીએ.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Multibagger Stock, Stock market, Stock tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन