નવી દિલ્હી: 9 સપ્ટેમ્બર, શુક્રવારે બીએસઈ પર જેફ કમર્શિયલ વ્હીકલ કંટ્રોલ સિસ્ટમ્સ ઈન્ડિયા લિમિટેડ (ZF Commercial Vehicle Control Systems India Ltd)ના શેર છેલ્લા 1 વર્ષમાં તેમની નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. જેફ કમર્શિયલ વ્હીકલ કન્ટ્રોલ સિસ્ટમ ઇન્ડિયા લિમિટેડ એક એવી કંપની છે, જે કોમર્શિયલ વાહનો (Commercial Vehicle) માટે એર બ્રેક સિસ્ટમનું ઉત્પાદન કરે છે. કોમર્શિયલ ગાડીઓ માટે એર બ્રેક સિસ્ટમ બનાવનાર કંપની જેફ કોમર્શિયલ વ્હીકલ કન્ટ્રોલ સિસ્ટમ ઇન્ડિયા લિમિટેડના શેર શુક્રવારે 9 સપ્ટેમ્બરે બીએસઇ પર છેલ્લા એક વર્ષના પોતાના હાઇ લેવલ પર પહોંચી ગયો હતો. ZF Commercialના શેરોમાં દિવસના વેપાર દરમિયાન લગભગ 1.5 ટકાની તેજી જોવા મળી હતી અને તેનો શેર 10,200 રૂપિયાના નવા 52-વીક હાઇ પર પહોંચી ગયો હતો.
દિવસનો વેપાર પૂર્ણ થવાના સમયે જેએફ કોમર્શિયલ વ્હિકલના શેર 0.31 ટકા વધીને 10,066.85 રૂપિયા પર બંધ થયો હતો. જેએફ કોમર્શિયલ વ્હિકલ એક મલ્ટીબેગર શેર છે. જે ઓક્ટોબર, 2008માં બીએસઇ પર લીસ્ટ થયા બાદથી અત્યારસુધીમાં પોતાના રોકાણકારોની સંપત્તિ લગભગ 33 ગણી વધારી ચૂક્યો છે.
2008માં શેરની કિંમત 308 હતી
જેએફ કોમર્શિયલ વ્હિકલના શેરમાં બીએસઇ પર પહેલી વખત ઓક્ટોબર, 2008માં ટ્રેડ શરૂ થયો હતો અને ત્યારે તેના શેરોની કિંમત માત્ર 305.35 રૂપિયા હતી, જે આજે વધીને 10066.85 રૂપિયા પર પહોંચી છે. આ રીતે છેલ્લા 14 વર્ષોમાં આ શેરે પોતાના રોકાણકારોને 3196.82 ટકાનું દમદાર રિટર્ન આપ્યું છે.
1 લાખ રૂપિયા બની ગયા 33 લાખ
તેનો મતલબ છે કે જો કોઇ રોકાણકારને 3 ઓક્ટોબર, 2008ને જેએફ કોમર્શિયલ વ્હિકલના શેરોમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હશે. તો આજ તેના 1 લાખ રૂપિયાની વેલ્યૂ વધીને 33 લાખ રૂપિયા થઇ ગયા હશે.
જેએફ કોમર્શિયલ વ્હિકલના શેરોની જો હાલના પ્રદર્શનની વાત કરીએ તો છેલ્લા એક મહીનામાં તેમાં 7.87 ટકાની તેજી આવી છે. તો છેલ્લા 1 વર્ષમાં તેના શેરોની કિંમત લગભગ 37.83 ટકા વધી છે. જ્યારે છેલ્લા 5 વર્ષોમાં તેને પોતાના રોકાણકારોની સંપત્તિમાં લગભગ 64.80 ટકાનો નફો કર્યો છે.
(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી વિગત ફક્ત જાણકારી માટે છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરમાં રોકાણ માટેની સલાહ આપવામાં આવતી નથી. શેર બજારમાં રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર