Multibagger stock: ₹20થી ₹9,985 પર પહોંચ્યો શેર, 20 હજારનું રોકાણ બની ગયું 1 કરોડ રૂપિયા, શું તમારી પાસે છે?

મલ્ટીબેગર સ્ટોર

Multibagger stock: લાંબા સમય સુધી ટકી રહેવાથી કેટલું વળતર મળી શકે તેનું ઉત્તમ ઉદાહણ ભારત રસાયણ શેર (Bharat Rasayan shares) છે.

  • Share this:
    નવી દિલ્હી: કોઈ શેરમાં રોકાણ (Investment in stock) કરવાનો મતલબ થાય છે કે કંપનીના બિઝનેસમાં રોકાણ કરવું. શેર બજારમાં હંમેશા લાંબા સમય સુધી રોકાણ (Long term investment) કરવાની સલાહ આપવામાં આવે છે. 'ધીરજના ફળ મીઠા' હોય તે કહેવત અહીં ખૂબ લાગૂ પડે છે. કોઈ સારા શેરમાં લાંબા સમય સુધી ટકી રહેવાથી તેમાં અનેકગણું વળતર મળતું હોય છે. લાંબા સમય સુધી ટકી રહેવાથી કેટલું વળતર મળી શકે તેનું ઉત્તમ ઉદાહણ ભારત રસાયણ શેર (Bharat Rasayan shares) છે. છેલ્લા 20 વર્ષમાં ભારત રસાયણ સ્ટૉક 20 રૂપિયાના સ્તરથી વધીને 9895 રૂપિયા સુધી (Multibagger stock 2021) પહોંચ્યો છે. આ દરમિયા આ શેરમાં 500 ગણો વધારો આવ્યો છે.

    કંપનીના શેરની કિંમત પર એક નજર

    Bharat Rasayan sharesનો શેર છેલ્લા છ મહિનાથી દબાણ પર છે. છેલ્લા છ મહિનામાં આ શેર ₹12,682થી ઘટીને ₹9,985 પ્રતિ શેરના સ્તર પર આવી ગયો છે. આ દરમિયાન શેરની કિંમતમાં આશરે 20 ટકાનો ઘટાડો નોંધાયો છે.

    જોકે, છેલ્લા એક વર્ષમાં આ મલ્ટીબેગર શેર ₹8,710થી વધીને ₹9,985ના સ્તર પર પહોંચી ગયો છે. આ દરમિયાન શેર ધારકોને 15 ટકા વળતર મળ્યું છે.

    છેલ્લા પાંચ વર્ષમાં ભારત રસાયણ શેર ₹1,910 રૂપિયાથી વધીને ₹9,985 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. આ દરમિયાન શેર 425 ટકા વધ્યો છે.

    આ જ રીતે, છેલ્લા 10 વર્ષમાં ભારત રસાયણ શેરની કિંમત 110 રૂપિયા પ્રતિ શેરના સ્તરથી વધીને 9,985 રૂપિયા થઈ છે. આ દરમિયાન રોકાણકારોને 8,975 ટકા વળતર મળ્યું છે.

    છેલ્લા 20 વર્ષની વાત કરીએ તો આ શેર ₹20ના મૂલ્યથી વધીને ₹9,985 પ્રતિ શેરના સ્તર પર પહોંચી ગયો છે. આ દરમિયાન આ શેર આશરે 500 ગણો વધી ગયો છે.

    આ પણ વાંચો: શું તમે પણ IPOમાં નાણા રોકવા જઈ રહ્યા છો? જરા થોભો, આ વાતો તપાસ્યા બાદ જ કરો રોકાણ

    રોકાણકારો થયા માલામાલ

    ભારત રસાયણ શેરના વળતરનો ઇતિહાસ તપાસીએ તો જો કોઈ રોકાણકારે છ મહિના પહેલા આ શેરમાં 20,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેનું મૂલ્ય 16,000 રૂપિયા હોય. એટલે કે ચાર હજાર રૂપિયાનું નુકસાન ગયું હોય.

    આ જ રીતે જો ભારત રસાયણ શેરમાં કોઈએ એક વર્ષ પહેલા 20 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 23,000 રૂપિયા હોય.

    જો કોઈ રોકાણકારે પાંચ વર્ષ પહેલા આ શેરમાં 20,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 1.05 લાખ રૂપિયા હોય.

    આ પણ વાંચો:  Investment Tips: શેર માર્કેટમાં પા પા પગલી કરતાં હોવ તો મિત્રો અને યૂટ્યૂબની શીખામણોથી રહો દૂર

    આવી જ રીતે જો કોઈ રોકાણકારે 10 વર્ષ પહેલા આ શેરમાં ફક્ત 20,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે 20,000ની કિંમત 15.15 લાખ રૂપિયા હોય.

    આ રીતે જો કોઈએ 20 વર્ષ પહેલા ભારત રસાયણ શેરમાં 20 હજારનું રોકાણ કર્યું હોય તો આ જે તેની કિંમત 1 કરોડ રૂપિયા હોય.
    Published by:Vinod Zankhaliya
    First published: