મુંબઈ. સેન્સેક્સ અને નિફ્ટી સર્વોચ્ચ સપાટી પર પહોંચવાની સાથે સાથે 2021ના વર્ષમાં અનેક શેર મલ્ટીબેગર સાબિત થયા છે. Xpro India આવો જ એક શેર છે. આ એક પૉલિમર પ્રોસેસિંગ કંપની છે. 2021માં અત્યારસુધી આ શેર 33.75 રૂપિયાથી ઉછળીને 721.65 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન આ શેરમાં રોકાણકારોને 2000% વળતર મળ્યું છે. શેર બજાર દિગ્ગજો આ શેરને લઈને હજુ પણ બુલિશ છે. તેમનું માનવું છે કે આ શેરમાં જો કોઈ ઘટાડો આવે છે તો તેને ખરીદીનો સારો મોકા તરીકે જોવો જોઈએ.
દિગ્ગજોનું કહેવું છે કે આ સ્ટૉકમાં હવે નફા વસૂલીની રાહ જોવાઈ રહી છે. પરંતુ એક વખત નફા વસૂલીનો તબક્કો પૂર્ણ થયા બાદ આ શેરમાં ફરીથી જોરદાર તેજી આવશે. આથી આ શેરમાં ઘટાડા પર ખરીદી કરવાની રણનીતિ અપનાવો. આ શેરમાં 650 રૂપિયાના સ્તર પર મજબૂત સપોર્ટ નજરે પડી રહ્યો છે.
શેરની કિંમત પર એક નજર
આ શેરની કિંમતના ઇતિહાસ પર નજર કરીએ તો એક મહિનામાં આ શેર 669 રૂપિયાથી વધીને 721.65 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન શેરની કિંમતમાં 7% વધારો જોવા મળ્યો છે.
આ જ રીતે છ મહિનામાં આ શેર ₹118.70થી વધીને 721.65 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન રોકાણકારોને 500%થી વધારે વળતર મળ્યું છે.
આ વર્ષે આ શેર અત્યારસુધી 33.75 રૂપિયાથી વધીને 721.65 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન રોકાણકારોને 21.38 ગણું વળતર મળ્યું છે.
રોકાણ પર અસર
ઉપરના આંકડાઓ પર વિશ્લેષણ કરીએ તો જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 1.08 લાખ રૂપિયા હોય.
જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 6 લાખ રૂપિયા હોય.
આવી જ રીતે જો કોઈ રોકાણકારે વર્ષની શરૂઆતમાં આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 21.38 લાખ રૂપિયા હોય.
નિષ્ણાતોનો અભિપ્રાય
આ સ્ટૉક અંગે વાત કરતા ચોઇસ બ્રોકિંગના સુમીત બગડિયાએ જણાવ્યું કે, "આ શેરમાં 780 રૂપિયા ઉપર ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળી શકે છે. નીચેની બાજુએ આ શેર માટે 650 રૂપિયાનો સપોર્ટ છે. આ શેરમાં ઘટાડા પર ખરીદીની રણનીતિ અપનાવી શકાય. કારણ કે અત્યારસુધી તેજી પછી આ શેરમાં નફા વસૂલી સ્વાભાવિક વાત છે. લાંબો સમય ટકી રહેવા માંગતો રોકાણકારો શેર 650 રૂપિયા આસપાસ જવા પર અથવા 780 રૂપિયા ઉપર ખરીદી કરી શકે છે."
(ખાસ નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. ઉપર આપવામાં આવેલી ટીપ્સ જે તે બ્રોકરેજ હાઉસની છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી શેરની ખરીદીની કોઈ સલાહ આપવામાં આવતી નથી.)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર