Multibagger Stock: એક વર્ષમાં આ શેર 717 રૂપિયામાંથી 2,000 રૂપિયાનો થયો, આપ્યું 182% વળતર, શું તમારી પાસે છે?

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Multibagger Stock 2021: ગત વર્ષે સપ્ટેમ્બરમાં લિસ્ટ થનારા Route Mobileના સ્ટોકે રોકાણકારોને એક જ વર્ષમાં સારું એવું વળતર આપ્યું. ઇશ્યૂ કિંમતથી 102.28% ઉપર થયું હતું લિસ્ટિંગ.

  • Share this:
    મુંબઈ. Multibagger Stock: ગત વર્ષે સપ્ટેમ્બરમાં રૂટ મોબાઇલ (Route Mobile)નો શેર લિસ્ટ થયો હતો. ત્યારથી લઈને અત્યારસુધી જોઈએ તો Route Mobileના સ્ટોકે રોકાણકારોને 182% વળતર આપ્યું છે. આ મિડકેપ શેરનું લિસ્ટિંગ 21 સપ્ટેમ્બર, 2020ના રોજ (Route mobile listing date) 717 રૂપિયા પર થયું હતું. જ્યારે શુક્રવારે એટલે કે ત્રીજી સપ્ટેમ્બરના રોજ રૂટ મોબાઇલનો શેર 1999.95 રૂપિયા પ્રતિ શેર પર બંધ થયો હતો. આ દરમિયાન સેન્સેક્સનું વળતર ફક્ત 48% છે. જો તમે લિસ્ટિંગ વખતે રૂટ મોબાઇલમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની કિંમત 2.82 લાખ રૂપિયા થતી.

    Route Mobileનો શેર 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ (Route mobile stock- Moving average) ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આ વર્ષ સુધી રૂટ મોબાઇલનો શેર 83% ઉપર ગયો છે. 5 જુલાઇ, 2021ના રોજ રૂટ મોબાઇલ પોતાના 52 અઠવાડિયાની ઊંચાઈ 2,308 રૂપિયા પ્રતિ શેર પર હતો. જ્યારે આ શેરનું 52 અઠવાડિયાનું સૌથી નીચું લેવલ 625 રૂપિયા છે, જે 21 સપ્ટેમ્બર, 2021ના દિવસનું છે. આ એ જ દિવસ છે જ્યારે શેરનું લિસ્ટિંગ થયું હતું.

    રૂટ મોબાઇલનું માર્કેટકેપ 11.57 લાખ કરોડ રૂપિયા છે. જૂન ક્વાર્ટર સુધી કંપનીમાં 66 ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ પાસે કંપનીની 15.61% ભાગીદારી હતી.

    Route Mobile ક્લાઉડ કોમ્યુનિકેશન્સ પ્રોવાઇડ કરે છે. છેલ્લા એક વર્ષ કંપનીનું રિટર્ન પોતાની અન્ય પ્રતિસ્પર્ધી કંપનીઓની સરખામણીમાં ખૂબ સારું રહ્યું છે. આ દરમિયાન TCSએ 66.45% અને ઇન્ફોસિસે 81.58% વળતર આપ્યું છે. બીજી પ્રતિસ્પર્ધી કંપનીઓને જોઈએ તો વિપ્રોએ 131.13%, HCL Tech કંપનીએ 65.07% વળતર આપ્યું છે.

    વર્ષના આધારે રૂટ મોબાઇલનું સેલ્સ માર્ચ 2021માં 47% વધીને 1406.17 કરોડ રૂપિયા રહ્યું છે. ગત નાણાકીય વર્ષે આ સમયગાળા દરમિયાન કંપનીનું સેલ્સ 956.25 કરોડ રૂપિયા હતું. Route Mobileના શેરની ઇશ્યૂ કિંમત 350 રૂપિયા હતી. કંપનીના શેરનું લિસ્ટિંગ ઇશ્યૂ પ્રાઇસથી 102.28% ઉપર 708 રૂપિયા પર થયું હતું.

    Multibagger Stock: છ મહિનામાં એક લાખ રૂપિયા બની ગયા 7.65 લાખ

    સેન્સેક્સ (BSE sensex) અને નિફ્ટી (Nifty) નવી ઊંચાઈને સ્પર્શી રહ્યા છે. આ દરમિયાન વર્ષ 2021માં અનેક એવા શેર છે જેણે રોકાણકારોને માલામાલ (Multibagger Stock) કરી દીધા છે. જોકે, આવા શેરોએ એવા રોકાણકારોને સારું એવું વળતર આપ્યું છે જેઓ લાંબા સમયથી તેમાં રોકાણ કરી રહ્યા હતા. Gita Renewable Energy પણ આવો જ એક શેર છે. ગીતા રિન્યૂએબલ બીએસઈ પર નોંધાયેલો એક SME સ્ટોક છે. આ  શેર છેલ્લા એક મહિનાથી વેચવાલીના દબાણ હેઠળ છે અને 52 અઠવાડિયાની 300 રૂપિયાની ઊંચાઈ પરથી ગગડીને 120.15 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર આવી ગયો છે. જોકે, આટલો ગગડવા છતાં આ શેર ભારતના 2021ના વર્ષના મલ્ટીબેગર સ્ટૉકમાં સામેલ છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: