Home /News /business /

₹1.45થી ₹82: આ પેની સ્ટોકે ફક્ત 6 મહિનામાં રોકાણકારોને આપ્યું 5550% વળતર, શું તમારી પાસે છે?

₹1.45થી ₹82: આ પેની સ્ટોકે ફક્ત 6 મહિનામાં રોકાણકારોને આપ્યું 5550% વળતર, શું તમારી પાસે છે?

મલ્ટીબેગર સ્ટોક

Multibagger stock 2021: બાયોટેક્નોલોજી કંપનીનો શેર છેલ્લા છ મહિનાાં 1.45 રૂપિયાના સ્તરથી 82 રૂપિયા પર પહોંચ્યો છે.

    મુંબઈ: કોરોનાના હાહાકાર (Corona Pandemic) વચ્ચે શેર માર્કેટે રોકાણકારોને સારું વળતર આપ્યું છે. શેર બજારમાં રોકાણ માટે એક ખૂબ જ પ્રચલિત નિયમ છે. આ નિયમ ખરીદો, જાળવી રાખો અને ભૂલી જાઓ (Buy, Hold and Forget) છે. એટલે કે જે રોકાણકાર લાંબા સમય સુધી ટકી રહી છે તેમને શેર બજારમાં ખૂબ સારું વળતર મળે છે. 2021ના વર્ષ પર નજર કરીએ તો એવા અનેક સ્ટૉક્સ છે જેણે મલ્ટીબેગર રિટર્ન (Multibagger stock) આપ્યું હોય. આ શેરમાં અનેક પેની સ્ટોક્સ (Penny stocks) પણ સામેલ છે. પ્રોસીડ ઇન્ડિયા (Proceed India share) આવો જ એક શેર છે. બાયોટેક્નોલોજી કંપનીનો શેર છેલ્લા છ મહિનાાં 1.45 રૂપિયાના સ્તરથી 82 રૂપિયા પર પહોંચ્યો છે. એટલે કે છેલ્લા છ મહિનામાં આ શેરમાં રોકાણકારોનું રોકાણ 56.50 ગણું વધ્યું છે. આજે (2 ડિસેમ્બર, 2021) રોજ NSE પર પ્રોસિડ ઇન્ડિયાનો શેર 11:45 વાગ્યે 88 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.

    પ્રોસિડ ઇન્ડિયા શેરની કિંમત

    >> પ્રોસીડ ઈન્ડિયાના શેરની કિંમતના ઇતિહાસ પર નજર કરીએ તો આ મલ્ટીબેગર શેર છેલ્લા એક મહિનાથી પ્રોફિટ બુકિંગના દબાણ હેઠળ છે. આ દરમિયાન આ શેર 103 રૂપિયાના સ્તરથી 82 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. એટલે કે રોકાણકારોને 21 ટકા નુકસાન ગયું છે.

    >> છેલ્લા છ મહિનાની વાત કરીએ તો પ્રોસીડ ઇન્ડિયાનો શેર 1.90 રૂપિયાના સ્તરથી 88 રૂપિયાના સ્તર સુધી પહોંચ્યો છે. આ દરમિયાન રોકાણકારોને 4200 ટકા વળતર પ્રાપ્ત થયું છે.

    >> આજ રીતે આ મલ્ટીબેગર શેર રૂ. 1.45 (20 મે, 2021 NSE બંધ ભાવ)થી 82 રૂપિયા (બીજી ડિસેમ્બર, 2021 ઇન્ટ્રાડે) રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. એટલે આશરે છ મહિનાના સમયગાળા દરમિયાન આ શેરમાં રોકાણકારોને 5550% વળતર મળ્યું છે.

    આ પણ વાંચો: Multibagger Penny Stock: 3 મહિનામાં 1200 ટકા રિટર્ન, 1 લાખ રૂપિયાના બની ગયા 13 લાખ

    રોકાણ પર અસર

    >> પ્રોસીડ ઇન્ડિયાના શેરની કિંમત પરથી અંદાજ લગાવીએ તો જો કોઈ રોકાણકારે આ શેરમાં 1 મહિના પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 79,000 રૂપિયા હોય. એટલે કે એક મહિના દરમિયાન રોકાણકારને 21 હજાર રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું હોય.

    >> આજ રીતે જો કોઈ રોકાણકારે છ મહિના પહેલા પ્રોસીડ ઇન્ડિયાના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 43 લાખ રૂપિયા હોય.

    આ પણ વાંચો: Anand Rathi IPO: આજે ખુલ્યો આઈપીઓ, જાણો રોકાણ કરવું જોઈએ કે નહીં?

    >> જો કોઈ રોકાણકારે 1.45 રૂપિયા પ્રતિ શેરના ભાવથી આશરે છ મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને આજ દિવસ સુધી તે રોકાણ જાળવી રાખ્યું હોય તો તેની કિંમત 56.50 લાખ રૂપિયા હોય.

    ખાસ નોંધ: અહીં આપવામાં આવેલા વિગત ફક્ત જાણકારી માટે જ છે. ન્યૂઝ 18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી. શેર બજારમાં રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger Stock, Share market

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन