Home /News /business /Multibagger Stock: છ મહિનામાં આ શેર 103% ભાગ્યો, પ્રભુદાસ લીલાધરે આપી ખરીદીની સલાહ

Multibagger Stock: છ મહિનામાં આ શેર 103% ભાગ્યો, પ્રભુદાસ લીલાધરે આપી ખરીદીની સલાહ

મોતીલાલ ઓસવાલની પસંદગીના શેર

Multibagger Stock: વર્તમાન વર્ષમાં બીજા ત્રિમાસિક દરમિયાન Persistent Systemsનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 58.6 ટકા વધીને 161.7 કરોડ રૂપિયા રહ્યો છે.

મુંબઈ: ઘણા એવા શેર હોય છે જે ટૂંકા ગાળામાં રોકાણકારોને માલામાલ (Multibagger stocks 2021) કરી દેતા હોય છે. આવો જ એક શેર પરસિસ્ટેન્ટ સિસ્ટમ્સ (Persistent Systems) છે. પરસિસ્ટેન્ટ સિસ્ટમ્સના શેરે છેલ્લા છ મહિનામાં પોતાના રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા છે. આ મલ્ટીબેગ શેરે છેલ્લા છ મહિનામાં આશરે 103% વળતર આપ્યું છે. આ વર્ષે આ શેર અત્યારસુધી 165% ભાગ્યો છે. બ્રોકરેજ હાઉસ પ્રભુદાસ લીલાધરે (Prabhudas Lilladher) એક નોટમાં કહ્યુ છે કે, પરસિસ્ટેન્ટ સિસ્ટમ્સની આવકમાં છેલ્લા બે ત્રિસામિક દરમિયાન 9%નો ત્રિમાસિક વધારો જોવા મળ્યો છે.

પરસિસ્ટેન્ટ સિસ્ટમ્સના શેર પર બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય

બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે આ સ્ટૉક હજુ પણ ઉપર જશે તેવી પ્રબળ સંભાવના રહેલી છે. બ્રોકરેજ હાઉસ તરફથી આ શેર માટે 4,641 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. સાથે જ પ્રભુદાસ લીલાધરે આ શેરને ખરીદીની સલાહ આપી છે. બ્રોકરેજ હાઉસે એક નોટમાં કહ્યું છે કે, "છેલ્લા ચાર ત્રિમાસિક દરમિયાન કંપનીએ મોટાપાયે ભરતી કરી છે, જેનાથી કંપનીના કર્મચારીઓની સંખ્યામાં વાર્ષિક ધોરણે 47% વધારો થયો છે. જે દર્શાવે છે કે કંપનીનો ગ્રોથ મજબૂત છે."

કંપનીનો નફો

વર્તમાન વર્ષમાં બીજા ત્રિમાસિક દરમિયાન Persistent Systemsનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 58.6 ટકા વધીને 161.7 કરોડ રૂપિયા રહ્યો છે. એક વર્ષે પહેલા સમાન ત્રિમાસિક દરમિયાન તે 101.9 કરોડ રૂપિયા હતો. પ્રભુદાસનું માનવું છે કે 282.5 મિલિયન ડૉલરની મજબૂત TCV ડીલ, બીજા ત્રિમાસિક દરમિયાન 53% નેટ વિન્સ અને 1075.8 મિલિયન ડૉલરના TTM TCVને જોતા કંપની મજબૂત ગ્રોથ મેળવી શકે છે.

આ પણ વાંચો: ઓછા રોકાણમાં શરૂ કરો એવરગ્રીન બિઝનેસ, ઘર બેઠા જ કરો મોટી કમાણી

કંપનીના મેનેજમેન્ટની ઇચ્છા આગામી 1.5-2 વર્ષમાં 1 અબજ ડૉલરની વાર્ષિક રેવન્યૂ રન-રેટ મેળવવાની છે. મેનેજમેન્ટે એવું પણ કહ્યું કે, ગ્રોથને ધ્યાનમાં રાખીને રોકાણને પ્રાથમિકતા આપીશું અને EBITDA માર્જિનને 16-17 ટકા યથાવત રાખશે.

આ પણ વાંચો: દિવાળી મુહૂર્ત શેર્સ: આનંદ રાઠી અને સ્ટોક બ્રોકરે સૂચવ્યા 9 શેર, જે તમને બનાવશે માલામાલ 

કંપનીએ શું કહ્યું? 

સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામ જાહેર કરતા પરસિસ્ટેન્ટ સિસ્ટમ્સના CEO અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંદીપ કાલરાએ કહ્યું કે, "અમને એવું જણાવતા આનંદ થાય છે કે પર્સિસ્ટેન્ટે રેકોર્ડ ઉચ્ચ નોટ પર ત્રિમાસિક પૂર્ણ કર્યો છે. અમે ફરી એકવાર ઇન્ડસ્ટ્રીમાં સારું પ્રદર્શન કરી બતાવ્યું છે. જેમાં વાર્ષિક ધોરણે રેવન્યૂમાં 34 ટકાનો વધારો અને માર્જિનમાં સતત સુધારો સામેલ છે."
First published:

Tags: Investment, Multibagger stocks, Share market, Stock tips

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો