36 પૈસાનો શેર 94 રૂપિયાનો થયો, છ મહિનામાં 1 લાખ રૂપિયા બની ગયા રૂ. 2.50 કરોડ, શું તમારી પાસે છે?

મલ્ટીબેગર સ્ટૉક

Multibagger stock 2021: પ્રોસીડ ઇન્ડિયાના શેરે (Procid India share) રોકાણકારોને ફક્ત છ મહિનામાં 26,122% ટકા વળતર આપ્યું છે.

  • Share this:
    નવી દિલ્હી: જો તમે શેર બજારમાં રોકાણ કરવા માંગો છો તો તમે પેની સ્ટૉક (Penny Stock)માં રોકાણ કરી શકો છો. તમને જણાવી દઈએ કે પેની સ્ટૉક એવા સ્ટૉક હોય છે જેની બજાર કિંમત ખૂબ ઓછી હોય છે. આજકાલ અનેક કંપનીઓના પેની સ્ટૉકે ખૂબ સારું વળતર (Share market return) આપ્યું છે. જોકે, પેની સ્ટૉકમાં રોકાણ કરવું જોખમોથી ભરેલું છે. આથી રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

    આવા જ એક સ્ટૉક પ્રોસીડ ઇન્ડિયાના શેરે (Procid India share) રોકાણકારોને ફક્ત છ મહિનામાં 26,122% ટકા વળતર આપ્યું છે. આ પેની સ્ટૉકની કિંમત 19 મે 2020ના રોજ 0.36 રૂપિયા હતી. 18 નવેમ્બરના રોજ BSE પર બંધ ભાવ પ્રમાણે આ શેરની કિંમત 94.40 રૂપિયા હતી. આ રીતે જોઈએ તો કોઈ રોકાણકારે છ મહિના પહેલા પ્રોસીડ ઇન્ડિયાના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 2.62 કરોડ રૂપિયા હોય. આ દરમિયાન સેન્સેક્સની વાત કરવામાં આવે તો તેણે 19.50 ટકા વળતર આપ્યું છે.

    ઓક્ટોબરમાં શેર 156.55 રૂપિયાના સ્તર પર હતો

    જોકે, બીએસઈ પર શેર 99.35 રૂપિયાના પાછલા બંધ કરતા ગુરુવારે 4.98 ટકા ઘટીને 94.40 રૂપિયા પર બંધ રહ્યો હતો. છેલ્લા ચાર સેશન દરમિયાન આ સ્મૉલ કેપ શેરમાં 18.48 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ શેર 18મી નવેમ્બરના રોજ 4.98 ટકાના ઘટાડા સાથે ખુલ્યો હતો. દિવસભર આ શેર એ જ સ્તર પર રહ્યો હતો.

    કંપનીની માર્કેટ કેપ ઘટીને 973.22 કરોડ રૂપિયા થઈ છે. છેલ્લા એક મહિનામાં આ શેરમાં 46.50 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબર મહિનામાં પ્રોસીડ ઇન્ડિયાનો શેર 156.55 રૂપિયા પર પહોંચ્યો હતો.

    કંપનીનો બિઝનેસ

    કંપની પોતાની સ્ટેપ ડાઉન સહાયક કંપની ગ્લોબ 7 પીટીઈ લિમિટેડ (Globe 7 Pte Limited)ને વેબ ડેવલપમેન્ટ, વેબ મેન્ટેનન્સ અને સપોર્ટ સર્વિસ આપે છે. કંપની બે સેક્ટર્સ ઑનલાઇન જાહેરાત અને સિક્યોરિટી અને ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ પર કેન્દ્રીત છે.

    આ પણ વાંચો: Mutual fundમાં રોકાણ કરવાના ફાયદા, શા માટે મ્યુચ્યુઅલ ફંડમાં કરવું જોઈએ રોકાણ?

    Bharat Rasayan શેર ₹20થી ₹9,985 પર પહોંચ્યો

    કોઈ શેરમાં રોકાણ (Investment in stock) કરવાનો મતલબ થાય છે કે કંપનીના બિઝનેસમાં રોકાણ કરવું. શેર બજારમાં હંમેશા લાંબા સમય સુધી રોકાણ (Long term investment) કરવાની સલાહ આપવામાં આવે છે. 'ધીરજના ફળ મીઠા' હોય તે કહેવત અહીં ખૂબ લાગૂ પડે છે. કોઈ સારા શેરમાં લાંબા સમય સુધી ટકી રહેવાથી તેમાં અનેકગણું વળતર મળતું હોય છે. લાંબા સમય સુધી ટકી રહેવાથી કેટલું વળતર મળી શકે તેનું ઉત્તમ ઉદાહણ ભારત રસાયણ શેર (Bharat Rasayan shares) છે. છેલ્લા 20 વર્ષમાં ભારત રસાયણ સ્ટૉક 20 રૂપિયાના સ્તરથી વધીને 9895 રૂપિયા સુધી (Multibagger stock 2021) પહોંચ્યો છે. આ દરમિયા આ શેરમાં 500 ગણો વધારો આવ્યો છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: