Multibagger Stock: ડૉલી ખન્નાના આ સ્ટૉકે એક વર્ષમાં એક લાખના બનાવી દીધા ત્રણ લાખ, શું હજુ રોકાણ કરી શકાય?

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Multibagger Stock- NCL Industries: શોર્ટ ટર્મમાં તેનો ટાર્ગેટ 280-300 રૂપિયા છે. ડૉલી ખન્ના પાસે NCL Industriesના 7,93,806 શેર એટલે કે 1.75 ટકા ભાગીદારી છે.

  • Share this:
    નવી દિલ્હી: ડૉલી ખન્નાના પોર્ટફોલિયોથી (Dolly Khanna shareholdings and portfolio) રોકાણની સલાહ લેતા રોકાણકારો (Investors)ને એ વાત માલુમ હશે કે તેણી એવા શેરની પસંદગી કરે છે જેના વિશે લોકોને વધારે જાણકારી નથી હોતી. જોકે, આ શેર કમાલના હોય છે. આજે અમે ડૉલી ખન્નાના પોર્ટફોલિયોના એક એવા જ શેર વિશે જણાવી રહ્યા છીએ, જેણે એક વર્ષમાં 200 ટકાનું વળતર આપ્યું છે. એટલે કે એક લાખ રૂપિયાના ત્રણ લાખ રૂપિયા થઈ ગયા છે. NCL Industriesના સ્ટૉકનો ભાવ 229.45થી વધીને બુધવારે 266 રૂપિયા થઈ ગયો છે. એટલે કે ફક્ત એક જ દિવસમાં રોકાણકારોને 17 ટકાનો ફાયદો થયો છે. ડૉલી ખન્ના પાસે NCL Industriesના 7,93,806 શેર એટલે કે 1.75 ટકા ભાગીદારી છે. નિષ્ણાતોને આ શેરમાં હજુ પણ વિશ્વાસ છે.

    આવી જ રીતે છેલ્લા છ મહિનામાં NCL Industriesનો સ્ટૉક 164.55 રૂપિયાથી વધીને 266 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલે કે છ મહિના દરમિયાન NCL Industriesના સ્ટૉકે 63.50 ટકા વધ્યો છે.

    જો છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો કંપનીનો સ્ટૉક 90.25 રૂપિયા વધીને 266 રૂપિયા પર પહોંચ્યો છે. એટલે કે આ સમયગાળા દરમિયાન NCL Industriesનો સ્ટૉક 200 ટકા વધ્યો છે.

    આ પણ વાંચો: શું તમને તમારી કંપનીએ આરોગ્ય વીમો આપ્યો છે? તો આ પાંચ સ્ટેપ જરૂર અનુસરો, ભવિષ્યમાં ક્લેમ પ્રોસેસ થશે સરળ

    કેટલી કમાણી થશે?

    આ રીતે જોવા જઈએ તો એક વર્ષ પહેલા NCL Industriesના સ્ટૉકમાં જો કોઈએ 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તે આજે તેની કિંમત ત્રણ લાખ રૂપિયા હોય. ફક્ત એક દિવસનું રિટર્ન જોઈએ તો 1 લાખના 1.17 લાખ રૂપિયા બની જતા.

    શું હજી રોકાણ કરવાનો મોકો છે?

    NCL Industriesના સ્ટૉકમાં એક વર્ષમાં 200 ટકાની તેજી જોવા મળી છે, પરંતુ ડૉલી ખન્નાના આ શેર પર નિષ્ણાતોને હજુ પણ ભરોસો છે. નિષ્ણાતોનું કહેવું છે કે NCL Industriesના સ્ટૉકમાં પ્રૉફિટ બુકિંગને કારણે આ શેર 250 રૂપિયા સુધી આવી શકે છે. નિષ્ણાતોએ NCL Industriesના સ્ટૉકને 235 રૂપિયાના સપોર્ટ પર રાખ્યો છે.

    આ પણ વાંચો: ત્રણ જ મહિનામાં 1 લાખના 7.32 લાખ રૂપિયા! શું તમારા પોર્ટફોલિયોમાં છે આ સ્ટૉક?

    મિન્ટના જણાવ્યા પ્રમાણે ચૉઇસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુમીત બગાડિયાનું કહેવું છે કે NCL Industriesના સ્ટૉક 325 રૂપિયાના મજબૂત સપોર્ટ પર છે. આ શેરની 250 રૂપિયાની આસપાસ ખરીદી કરી શકાય છે. શોર્ટ ટર્મમાં તેનો ટાર્ગેટ 280-300 રૂપિયા છે. ડૉલી ખન્ના પાસે NCL Industriesના 7,93,806 શેર એટલે કે 1.75 ટકા ભાગીદારી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: