Multibagger stock: ₹6થી ₹188: આ નાના શેરમાં રોકાણકારોને એક વર્ષમાં મળ્યું 3,000% વળતર, ₹1 લાખ બની ગયા ₹31

મલ્ટીબેગર સ્ટોક

Multibagger penny stock: JITF ઇન્ફ્રાલોજિસ્ટિક્સ શેરની કિંમતનો ઇતિહાસ તપાસીએ તો માલુમ પડે છે કે છેલ્લા એક મહિનાથી એ શેર પ્રોફિટ બુકિંગના પ્રેશરમાં હોવાથી તે 261.50 રૂપિયાના સ્તરથી 187.95 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે.

  • Share this:
    મુંબઈ. Multibager stock: એક વર્ષના સમયગાળા દરમિયાન અનેક એવા શેર્સ છે જેણે રોકાણકારોને 100 ટકાથી વધારે વળતર આપ્યું છે. 2021ના વર્ષના મલ્ટીબેગર શેર્સની યાદી જોઈએ તો તેમાં ફક્ત લાર્જકેપ, મિડકેપ કે સ્મૉલકેપના શેર્સ જ નહીં પરંતુ પેની સ્ટોક્સ પણ સામેલ છે. JITF ઇન્ફ્રાલોજિસ્ટિક શેર આવો જ એક શેર છે. આ શેરમાં રોકાણકરનાર લોકોના નાણા એક જ વર્ષમાં ડબલથી વધી ગયા છે. હકીકતમાં JITF Infralogistics શેરની કિંમત એક વર્ષમાં 6.05 રૂપિયાથી વધીને 188 રૂપિયાના સ્તર પર પહોંચી છે. એટલે કે આ શેરમાં રોકાણકારોને એક જ વર્ષમાં 3000 ટકાનું વળતર મળ્યું છે.

    JITF Infralogistics શેરની કિંમત

    >> JITF ઇન્ફ્રાલોજિસ્ટિક્સ શેરની કિંમતનો ઇતિહાસ તપાસીએ તો માલુમ પડે છે કે છેલ્લા એક મહિનાથી એ શેર પ્રોફિટ બુકિંગના પ્રેશરમાં હોવાથી તે 261.50 રૂપિયાના સ્તરથી 187.95 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. આ દરમિયાન શેર આશરે 28 ટકા તૂટ્યો છે.

    >> છેલ્લા છ મહિનાની વિગત તપાસીએ તો આ શેર 11.85 રૂપિયા પ્રતિ શેરના સ્તરથી વધીને 187.95 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન આ શેરમાં રોકાણકારોને 1500 ટકાનું વળતર મળ્યું છે.

    >> આ વર્ષે અત્યારસુધી આ શેર 12.80 રૂપિયાના સ્તરથી 187.95 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન આ શેરમાં રોકાણકારોને 1370 રૂપિયાનું વળતર મળ્યું છે.

    >> આ જ રીતે છેલ્લા એક વર્ષમાં આ શેર 6.05 રૂપિયાના સ્તરથી (22 નવેમ્બર, 2020 NSE બંધ ભાવ) વધીને 187.95 રૂપિયા પ્રતિ શેર (22 નવેમ્બર, 2021 NSE બંધ ભાવ)ના સ્તર પર પહોંચ્યો છે. આથી આ દરમિયાન રોકાણકારોને આ શેરમાં 3000 ટકાનું વળતર મળ્યું છે.

    આ પણ વાંચો: લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સના શેર લાગ્યા તે થયા માલામાલ, જાણો કેટલા પ્રીમિયમ સાથે થયું લિસ્ટિંગ 

    રોકાણ પર અસર

    >> JITF Infralogistics શેરની કિંમત પરથી અંદાજ લગાવી શકાય કે જો કોઈ રોકાણકારે આ શેરમાં એક મહિના પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 72,000 રૂપિયા હોય. એટલે કે તેને 28,000 રૂપિયાનું નુકસાન ગયું હોય.

    >> જો કોઈ રોકાણકારે આ શેરમાં 6 મહિના પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે એક લાખ રૂપિયાના રોકાણની કિંમત 16 લાખ રૂપિયા હોય.

    >> આજ રીતે જો કોઈ રોકાણકારે 2021ના વર્ષની શરૂઆતમાં આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે એક લાખના રોકાણની કિંમત 14.7 લાખ રૂપિયા હોય.

    આ પણ વાંચો: 2021ના વર્ષમાં ધૂમ સ્પીડે ભાગેલા આ શેરમાં ડોલી ખન્ના સહિતના દિગ્ગજ રોકાણકારોએ કર્યું રોકાણ- જાણો વિગત 

    >> જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા આ કંપનીના શેરમાં 6.05 રૂપિયા પ્રતિ શેર લેખે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે એક લાખની કિંમત 31 લાખ રૂપિયા હોય.
    Published by:Vinod Zankhaliya
    First published: