આ Multibagger કેમિકલ સ્ટોકમાં આવી શકે છે ઉછાળો, ICICI સિક્યોરિટીઝે આપ્યું 'BUY' રેટિંગ
આ Multibagger કેમિકલ સ્ટોકમાં આવી શકે છે ઉછાળો, ICICI સિક્યોરિટીઝે આપ્યું 'BUY' રેટિંગ
ભારતીય શેર બજાર (પ્રતીકાત્મક તસવીર)
Multibagger stock: આ કેમિકલ સ્ટોકે આ વર્ષે (Year-to-date or YTD) મલ્ટીબેગર રિટર્ન આપીને સારું પ્રદર્શન કર્યું છે, 2021માં સ્ક્રીપમાં 135%થી વધુનો વધારો જોવા મળ્યો છે.
મુંબઈ: હાલ શેરબજાર (share market)માં તેજી મંદીનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે નિયોજેન કેમિકલ્સ (Neogen chemicals) માટે ICICI સિક્યોરિટીઝ (ICICI securities) તરફથી ખરીદીનું સિગ્નલ આપવામાં આવ્યું છે. આ કંપની ઓર્ગેનિક બ્રોમિન-આધારિત કેમિકલ કંપાઉન્ડ્સ તેમજ આનોર્ગેનિક લિથિયમ-આધારિત કેમિકલ કંપાઉન્ડ્સ બનાવે છે. આ કેમિકલ સ્ટોકે આ વર્ષે (Year-to-date or YTD) મલ્ટીબેગર રિટર્ન આપીને સારું પ્રદર્શન કર્યું છે, 2021માં સ્ક્રીપમાં 135%થી વધુનો વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, નિઓજેન કેમિકલ ₹225 કરોડના મૂલ્યના પ્રેફરન્શિયલ ધોરણે ઇક્વિટી શેર ઇશ્યૂ કરવા જઈ રહી છે.
છેલ્લા બે વર્ષમાં આ સ્ટોક 90% CAGR પર વધ્યો છે. બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટી દ્વારા મલ્ટિબેગર સ્ટોક (multibagger stock) માટે નવો અપસાઇડ ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે. કસ્ટમ સિન્થેસિસ બિઝનેસમાંથી સારી વૃદ્ધિના દૃષ્ટિકોણને કારણે આ સ્ટોકનું બાય રેકમાન્ડેશન આપવામાં આવ્યું છે. અનુમાન છે કે 12 મહિનાના સમયગાળામાં નિયોજેનના શેર રૂ. 2,160 પ્રતિ શેર સુધી વધી શકે છે.
કંપનીની ખાસિયત
કંપની લિથિયમ આયન બેટરી માટે એડવાન્સ ઇન્ટરમીડિયેટ, કસ્ટમ સિન્થેસિસ અને એડવાન્સ કેમિસ્ટ્રી સેલ્સમાં ખાસીયત ધરાવે છે. આ ફંડ રેઈઝ કરવાનો ઉદ્દેશ્ય કંપનીના વિકાસને ટેકો આપવાનો અને આ સેગમેન્ટ્સમાં આવનારી મોટી સંભવિત તકોનો લાભ મેળવવાનો છે. આ ફંડથી મિડિયમ ટર્મ રિટર્ન રેશિયોમાં વધારો જોવા મળશે.
દહેજ બોડ્સના ફેસ 1 અને ફેસ 2માં કેપેક્સ એડવાન્સ ઇન્ટરમીડિયેટ અને કસ્ટમ સિન્થેસિસ આવક વૃદ્ધિ માટેના સારા સંકેત આપી રહ્યું છે. બિઝનેસમા માર્જીન પ્રોફાઈલમાં સુધારો કરવા માટે અને રેવન્યૂ પ્રોફિટમાં તેમજ નફામાં વધારો કરવા માટે આ સ્ટોક મહત્વનો છે. ICICI સિક્યોરિટીઝના જણાવ્યા મુજબ, ઓર્ગેનિક અને ઈનોર્ગેનિક વૃદ્ધિ તરફ વધારાના FCFની ફાળવણી, વળતર ગુણોત્તરને વધુ વિસ્તૃત કરવાની સંભાવના છે.