Home /News /business /

Multibagger stock: આ મલ્ટિબેગર સ્ટૉકે આ વર્ષે અત્યારસુધી આપ્યું 200% વળતર, હજુ 50% તેજીની આશા

Multibagger stock: આ મલ્ટિબેગર સ્ટૉકે આ વર્ષે અત્યારસુધી આપ્યું 200% વળતર, હજુ 50% તેજીની આશા

મલ્ટીબેગર સ્ટોક

Multibagger stock: બ્રોકરેજ હાઉસ તરફથી એક નોટમાં કહેવામાં આવ્યું છે કે, "આફ્રીકન બજારમાં Gravitaની મજબૂત સ્થિતિ છે. કંપનીની આગળ પોતાની ક્ષમતા વધારી રહી છે.

    નવી દિલ્હી: ગ્રેવિટા ઇન્ડિયા (Gravita India) શેર આ વર્ષે (YTD) લગભગ 200% ઉછળ્યો છે. બ્રોકરેજ હાઉસ Emkay તરફથી આ મલ્ટીબેગર સ્ટોકમાં વધુ તેજી આવવાની આશા વ્યક્ત કરી છે. ગ્રેવિટા ઇન્ડિયા દેશની સૌથી મોટી લીડ-રિસાઇક્લર્સમાંની એક છે. જેની સંગઠિત સેગમેન્ટમાં ભાગીદારી 18% છે. બ્રોકરેજ હાઉસ તરફથી એક નોટમાં કહેવામાં આવ્યું છે કે, "આફ્રીકન બજારમાં Gravitaની મજબૂત સ્થિતિ છે. કંપનીની આગળ પોતાની ક્ષમતા વધારી રહી છે. સ્ક્રેપ કલેક્શનના કેસમાં કંપનીની ભાગીદારી 60% છે. પોતાની વર્તમાન ફેસિલિટીમાં એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિક રિસાઇક્લિંગમાં વિસ્તાર સાથે આફ્રિકા પ્રોફિટેબિલિટી (RoIC)માં વર્તમાન 20% લેવલથી વધારે સુધારો કરવો જોઈએ."

    શેરની કિંમતમાં 50% વધારો શક્ય

    નોટમાં કહેવામાં આવ્યું છે કે સ્ક્રેપની પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધતાથી લોજિસ્ટિક અને વર્કિંગ કેપિટલને સારી બનાવવામાં મદદ મળશે. આ ઉપરાંત આ સેગમેન્ટમાં લો વર્કિંગ કેપિટલની જરૂરિયાતને જોતા ભારતીય બેટરી OEMs સાથે પાર્ટનરશીપમાં ટોલ-રીસાઇક્લિંગ વોલ્યૂમમાં વધારા સાથે RoICને બૂસ્ટ મળવું જોઈએ.

    બ્રોકરેજ ફર્મ એમકે (Emkay) આ મેટલ કંપનીના શેરને લઈને બુલિશ છે. બ્રોકરેજ ફર્મ તરફથી આ શેર માટે 380 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જે શેરની વર્તમાન કિંમતથી 50% વધારે છે.

    ગ્રેવિટાનો ટાર્ગેટ રબર, તાંબુ, પીતળ, સ્ટીલ, કાગળ અને લિથિયમ-ઇ વેસ્ટ સેગમેન્ટમાં વિવિધતા લાવવાનો છે. બ્રોકરેજ તરફથી ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે, "અમે FY26 નવા વેન્ચર્સથી 100 કરોડ રૂપિયા+PAT (ટેક્સ પછીનો પ્રોફિટ અથવા નેટ પ્રોફિટ)ની સંભાવવાનું અનુમાન કરીએ છીએ. જેમાં 550 કરોડ રૂપિયાના મોટા રોકાણની જરૂર પડશે."

    આ પણ વાંચો: Multibagger Penny Stock: આ શેરમાં ત્રણ વર્ષમાં રોકાણકારોને મળ્યું 9000% વળતર, ₹1 લાખ બની ગયા ₹91 લાખ

    ગ્રેવિટા ઇન્ડિયા લિમિટેડ ભારતની સૌથી મોટી લીડ પ્રોડ્યુસરમાની એક છે. કંપની લીડ મેટલ, વિશિષ્ટ લેડ અલોય, લીડ ઓક્સાઇડ, લીડ શીટ, લીડ પાઉડરની નિર્માતા અને નિકાસકાર છે.

    આ મલ્ટીબેગર સ્ટોકે એક વર્ષમાં આપ્યું શાનદાર રિટર્ન (વાંચો સમગ્ર રિપોર્ટ...)

    કોરોનાની અસર ઓછી થયા બાદ વર્ષ 2021 માં ભારતીય શેરમાર્કેટમાં અનેક મલ્ટીબેગર સ્ટોક (Multibagger stock) સામે આવ્યા છે. કોરોનાની બીજી લહેર બાદ મલ્ટીબેગર સ્ટોકમાં ખૂબ જ વધારો થયો છે તથા અનેક શેર ભારતીય મલ્ટીબેગર સ્ટોકમાં શામેલ થયા છે. છેલ્લા ઘણા સમયથી વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ગંભીર અસર થવા છતા ભારતીય શેરબજાર ટોચ પર રહ્યું છે. જિંદલ પોલી ઈન્વેસ્ટમેન્ટ & ફાઈનાન્સ (Jindal Poly Investment & Finance) શેર મલ્ટીબેગર સ્ટોકમાંથી એક છે. આ શેરની કિંમત આ વર્ષે રૂ.22 થી રૂ.367 સુધી થઈ ગઈ છે. આ વર્ષે આ શેરમાં 15,600 ટકાનો વધારો થયો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Multibagger Stock, Share market, Stock tips

    આગામી સમાચાર