Multibagger Stock: છ મહિનામાં એક લાખ રૂપિયા બની ગયા 7.65 લાખ, આ શેરમાં રોકાણ કરનારા થયા માલામાલ

પ્રતીકાત્મક તસવીર

Multibagger Stock: છેલ્લા એક મહિનામાં પ્રૉફિટ બુકિંગને કારણે Gita Renewable Energyના શેરમાં અનેક વખત લોઅર સક્રિટ લાગી ચૂકી છે. એક જ મહિનામાં આ શેર 50% ગગડી ગયો છે.

  • Share this:
    મુંબઈ: સેન્સેક્સ (BSE sensex) અને નિફ્ટી (Nifty) નવી ઊંચાઈને સ્પર્શી રહ્યા છે. આ દરમિયાન વર્ષ 2021માં અનેક એવા શેર છે જેણે રોકાણકારોને માલામાલ (Multibagger Stock) કરી દીધા છે. જોકે, આવા શેરોએ એવા રોકાણકારોને સારું એવું વળતર આપ્યું છે જેઓ લાંબા સમયથી તેમાં રોકાણ કરી રહ્યા હતા. Gita Renewable Energy પણ આવો જ એક શેર છે. ગીતા રિન્યૂએબલ બીએસઈ પર નોંધાયેલો એક SME સ્ટોક છે.

    આ શેર છેલ્લા એક મહિનાથી વેચવાલીના દબાણ હેઠળ છે અને 52 અઠવાડિયાની 300 રૂપિયાની ઊંચાઈ પરથી ગગડીને 120.15 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર આવી ગયો છે. જોકે, આટલો ગગડવા છતાં આ શેર ભારતના 2021ના વર્ષના મલ્ટીબેગર સ્ટૉકમાં સામેલ છે. Gita Renewable Energy કંપનીના શેરે છેલ્લા છ મહિનામાં શેર ધારકોને 665% વળતર આપ્યું છે. કારણ કે આ છ મહિના દરમિયાન આ શેર 15.70 રૂપિયાથી 120.15 રૂપિયા પ્રતિ સ્ટૉક પર પહોંચ્યો છે.

    Gita Renewable Energyનો શેર આખું વર્ષ પૈસા બનાવનાર શેર સાબિત થયો છે. કારણ કે આ શેર 5.52 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેરથી વધીને 120.15 રૂપિયા પ્રતિ શેર થયો છે. એટલે કે આ સમયગાળા દરમિયાન આ શેરે 2000% વળતર આપ્યું છે.

    મિન્ટમાં છપાયેલા અહેવાલ પ્રમાણે જો આ શેરની ઇયર ટૂ ડેટ (YTD) પર નજર કરીએ તો આ શેરે તેને ધારકોને લગભગ 1600% વળતર આપ્યું છે. જોકે, છેલ્લા એક મહિનામાં પ્રૉફિટ બુકિંગને કારણે આ શેરમાં અનેક વખત લોઅર સક્રિટ લાગી ચૂકી છે. છેલ્લા એક જ મહિનામાં આ શેર 50% ગગડી ગયો છે. જોકે, આ સ્ટોક છેલ્લા છ મહિનામાં 15.70 પ્રતિ ઇક્વિટી શેરના સ્તરથી વધીને 120.15 રૂપિયા પ્રતિ શેર પહોંચ્યો છે. જેનાથી રોકાણકારોને 665% વળતર મળ્યું છે.

    રોકાણકારોને થયો  ત્રણ ગણાથી  વધુ ફાયદો

    ગીતા રિન્યૂએબલ એનર્જીના શેરની પ્રાઇસ હિસ્ટ્રી પ્રમાણે જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા ગીતા રિન્યૂએબલ એનર્જીના શેરમાં રૂપિયા 1 લાખનું રોકાણ કર્યું હોય તો આજે તેનું કિંમત અડધી એટલે કે 50,000 રૂપિયા થઈ જતી. કારણ કે આ દરમિયાન આ સ્ટૉક 50% ગગડી ગયો છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના આ શેરે મહિનામાં જ આપ્યું 13% વળતર, શું તમારે રોકાણ કરવું જોઈએ?

    છેલ્લા ત્રણ મહિનામાં આ સ્ટૉક 50.80 રૂપિયા પ્રતિ સ્ટૉકના સ્તરથી 120.15 રૂપિયા સુધી પહોંચ્યો છે. એટલે કે 2.27 ગણી વૃદ્ધિ થઈ છે. એ હિસાબે જો કોઈ વ્યક્તિએ ત્રણ મહિના પહેલા આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 2.27 લાખ રૂપિયા થઈ જતી.

    આવી જ રીતે જો કોઈ રોકાણકારો આ શેરમાં છ મહિના પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તે 1 લાખ રૂપિયાની કિંમત 7.65 લાખ રૂપિયા થઈ જતી, કારણ કે આ દરમિયાન શેર 7.65 ગણો વધ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published: