Home /News /business /રૂ. 27થી રૂ. 255: આ Multibagger Stockમાં રોકાણકારોને ત્રણ વર્ષમાં મળ્યું 800 ટકાથી વધુ રિટર્ન

રૂ. 27થી રૂ. 255: આ Multibagger Stockમાં રોકાણકારોને ત્રણ વર્ષમાં મળ્યું 800 ટકાથી વધુ રિટર્ન

એક વર્ષમાં આ પાંચ શેર કરાવશે બમ્પર કમાણી

Everest Kanto stock: આ મલ્ટીબેગર સ્ટોકનું નામ એવરેસ્ટ કેન્ટો (Everest Kanto) છે. આ શેર 1 એક સમયે 27.55 રૂપિયામાં ટ્રેડ થતો હતો. હવે વધીને 255 રૂપિયા થઈ ગયો છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં 825 ટકાનું વળતર છે.

    નવી દિલ્હી: શેરબજારમાં અનેક રોકાણકારો ( Stock market investors) ભરપૂર પૈસા કમાય રહ્યા છે. શેરબજારમાં નાણાં રાળતા રોકાણકારોમાં એક સામાન્ય વાત એ છે કે (Money Earning Investors) તેમની પાસે સારી ધીરજ હોય છે. જેથી તેઓ મસમોટો નફો લેવામાં સફળ રહે છે. એમ કહી શકાય કે ધીરજ શેરબજારમાં સફળતા મેળવવાની ચાવી છે. ધીરજ રાખવાથી મલ્ટીબેગર શેર (Multibagger Stock) ભરપૂર ફાયદો કરાવી શકે છે. આજે આપણે અહીં એવા જે એક મલ્ટીબેગર શેર અંગે જાણવા જઈ રહ્યા છીએ જેણે ત્રણ વર્ષમાં 800 ટકા જેટલું તોતિંગ રિટર્ન આપ્યું છે.

    1 લાખનું રોકાણ 9.25 લાખ રૂપિયા બની જતું

    આ મલ્ટીબેગર સ્ટોકનું નામ એવરેસ્ટ કેન્ટો (Everest Kanto) છે. આ શેર 1 એક સમયે 27.55 રૂપિયામાં ટ્રેડ થતો હતો. હવે વધીને 255 રૂપિયા થઈ ગયો છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં 825 ટકાનું વળતર છે. જેના પરથી કહી શકાય કે, 1 ફેબ્રુઆરી 2019ના રોજ એવરેસ્ટ કેન્ટો સ્ટોકમાં રોકાયેલી 1 લાખ રૂપિયાની રકમ આજે 9.25 લાખમાં ફેરવાઈ ગઈ હોત. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર અગાઉના તે રૂ. 246ની નજીક બંધ રહ્યો હતો. તેમાં 3.4 ટકાનો વધારો થયો છે. અગાઉ તે રૂ.255ની ઇન્ટ્રા ડે હાઈ સપાટીને સ્પર્શ્યો હતો. છેલ્લા 2 દિવસમાં આ શેરમાં 8 ટકાનો ઉછાળો આવ્યો છે.

    અઠવાડિયામાં 12.7 ટકાનો ઉછાળો

    એવરેસ્ટ કેન્ટો સ્ટોકમાં 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મુવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં આ શેરમાં એક વર્ષમાં 354 ટકાનો વધારો થયો છે. એક સપ્તાહમાં આ શેર 12.7 ટકા ઉછળ્યો છે

    માહિતી મુજબ, બપોરના ટ્રેડિંગ સેશનમાં કંપનીની માર્કેટ કેપ રૂ.2761 કરોડ રહી હતી. કંપનીના કુલ 0.35 લાખ શેરોમાં લે-વેચ થઈ હતી. આ શેર 11 જાન્યુઆરી 2022ના રોજ 291.15 રૂપિયાની 52 સપ્તાહની ઊંચી સપાટી અને 2 ફેબ્રુઆરી 2021ના રોજ 52 સપ્તાહની નીચી સપાટી 55.30 રૂપિયા પર પહોંચ્યો હતો.

    પ્રમોટરનો હિસ્સો

    ડિસેમ્બર 2021માં પૂરા થયેલા ક્વાર્ટરમાં 11 પ્રમોટરો પાસે 67.39 ટકા હિસ્સો અથવા 7.56 કરોડ હતા અને 42,419 પબ્લિક શેરહોલ્ડરો પાસે 32.61 ટકા હિસ્સો અથવા કંપનીના 3.65 કરોડ શેર હતો.

    40,455 પબ્લિક શેરધારકો પાસે રૂ. 2 લાખ સુધીની વ્યક્તિગત શેર મૂડી હતી અને ડિસેમ્બર ક્વાર્ટરના અંતે તેમની પાસે 2.01 કરોડ શેર અથવા 17.98 ટકા હિસ્સો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં 32 શેરહોલ્ડરો પાસે 2 લાખ રૂપિયાથી વધુની વ્યક્તિગત શેર મૂડી હતી અને 32 વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો પાસે પેઢીમાં 0.56 ટકા હિસ્સો અથવા 6.22 લાખ શેર હતા.

    ચોખ્ખા નફામાં 2,921 ટકાનો વધારો

    કંપનીએ માર્ચ 2021માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ચોખ્ખા નફામાં 2,921 ટકાનો વધારો નોંધાવ્યો હતો. માર્ચ 2020ના નાણાકીય વર્ષના 2.98 કરોડ રૂપિયાના નફાની સામે ગયા નાણાકીય વર્ષમાં ચોખ્ખો નફો વધીને 90.04 કરોડ રૂપિયા થઈ ગયો છે. માર્ચ 2019માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ચોખ્ખો નફો રૂ. 58.69 કરોડ રહ્યો હતો.

    આ પણ વાંચો: Multibagger Stock: બોનસ શેરના સમાચાર બાદ ઉછળ્યો આ શેર, લાગી 5 ટકાની અપર સર્કિટ

    આંકડા મુજબ વેચાણ માર્ચ 2020માં વેચાણ 760 કરોડનું હતું. જે વધીને 24.81 ટકા વધીને રૂ.949 કરોડ થયું હતું. માર્ચ 2019માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં વેચાણ 702.09 કરોડ રૂપિયા રહ્યું હતું.

    EPS વધીને 8.02 રૂપિયા

    માર્ચ 2019માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં શેર દીઠ આવક 0.27 રૂપિયા હતી, જે માર્ચ 2019માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં 0.27 રૂપિયા જ હતી. જોકે, ગત નાણાકીય વર્ષમાં EPS વધીને 8.02 રૂપિયા થઈ ગઈ હતી.

    કંપનીએ ક્વાર્ટર-2માં ચોખ્ખો નફો 144.96 ટકા વધીને રૂ.70.94 કરોડ નોંધાવ્યો હતો, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ.28.96 કરોડનો નફો હતો. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં વેચાણ 71.25 ટકા વધીને રૂ.412.26 કરોડ થયું હતું.

    આ પણ વાંચો: Multibagger Stock: જાન્યુઆરી મહિનામાં આ 5 સ્મૉલકેપ શેરમાં મળ્યું 320% સુધી વળતર, શું તમે રોકાણ કર્યું છે? 

    ઉલ્લેખનીય છે કે, એવરેસ્ટ કેન્ટો સિલિન્ડર મશીનરી અને ડીવાઈસ સિવાય ફેબ્રિકેટેડ મેટલ પ્રોડક્ટ્સના ઉત્પાદન કરે છે. કંપની હાઈ પ્રેશર સીમલેસ ગેસ સિલિન્ડર અને અન્ય સિલિન્ડરો અને ટાંકીઓના ઉત્પાદનમાં પણ સંકળાયેલી છે. કંપની ભારત, ચીન, યુએઈ, યુએસએ અને હંગેરી, થાઇલેન્ડ અને યુરોપમાં પથરાયેલી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger Stock, Share market, Stock market

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन