Multibagger stock: 20 વર્ષ પહેલા આ કંપનીના શેર્સમાં રૂ. 10,000 રોકનારા આજે કરોડપતિ બની ગયા!

મલ્ટીબેગર સ્ટૉક

Multibagger stock Eicher Motors: આંકડા મુજબ, છેલ્લા 20 વર્ષમાં આઇશર મોટર્સના શેરનો ભાવ રૂ. 2.42થી રૂ. 2712 સુધી પહોંચી ગયો છે.

  • Share this:
મુંબઈ: શેર બજાર (Stock market)માં રોકાણકારોની સફળતાનો સીધો સંબંધ તેમના ધૈર્ય સાથે છે. જે વ્યક્તિ ધીરજ રાખી શકે તેને શેર માર્કેટમાં સફળતા મળે જ છે. મોટાભાગના ટોચના રોકાણકારો (Investors) સારી કંપનીના સ્ટોક લાંબા સમય સુધી પોતાની પાસે રાખીને નફો કરતા હોય છે. લાંબા ગાળાના રોકાણમાં જોખમ ઓછું અને વળતર (Return) વધુ હોય છે. આવો જ દાખલો આઈશર મોટર્સ (Eicher Motors)નો છે. આ કંપનીના શેર્સ લઈ લાંબા ગાળા સુધી રાખી મૂકનાર રોકાણકારોને અઢળક નફો થયો છે.

આંકડા મુજબ, છેલ્લા 20 વર્ષમાં આઇશર મોટર્સના શેરનો ભાવ રૂ. 2.42થી રૂ. 2712 સુધી પહોંચી ગયો છે. આ સ્ટોકનો ભાવ છેલ્લા બે દાયકામાં 1116 ગણો વધ્યો હોવાનું કહી શકાય.

આઈશર મોટર્સના શેરમાં આવેલી તેજી

છેલ્લા 6 મહિનામાં આઈશર મોટર્સના શેર 2457.25થી વધીને 2,712ની સપાટીએ પહોંચી ગયા છે. રોકાણકારોને 11 ટકા જેટલું વળતર મળ્યું છે. એક વર્ષમાં આ સ્ટોકમાં 24 ટકાનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. એક વર્ષ પહેલાં આ સ્ટોકનો ભાવ રૂ. 2,192 નજીક હતો. આ ભાવ વધીને રૂ. 2712 થઈ ગયો છે.

દોઢ વર્ષમાં 114% રિટર્ન

છેલ્લાં દોઢ વર્ષમાં આ શેરે લગભગ 115 ટકાનું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. આઈશર મોટર્સના શેરનો ભાવ એપ્રિલ 2020માં રૂ. 1268 હતો. જે હવે વધીને રૂ. 2712 નજીક પહોંચી ગયો છે. આવી જ રીતે 10 વર્ષ પહેલા રૂ. 174ની આસપાસ ટ્રેડ થનારો આ સ્ટોક વધીને રૂ. 2712ના સ્તરે પહોંચ્યો છે. જે આ સમયગાળામાં લગભગ 15.60 ગણો વધ્યો હતો.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના આ શેરમાં આવી શકે છે ધૂમ તેજી, બ્રોકરેજ ફર્મ HDFC સિક્યોરિટીઝનું અનુમાન 

રૂ. 2.43ના રૂ. 2712 થયા

છેલ્લા 20 વર્ષમાં આઈશર મોટર્સના શેરના ભાવમાં ધમાકેદાર તેજી જોવા મળી છે. 15 નવેમ્બર, 2001ના રોજ NSE પર આ સ્ટોક રૂ. 2.43 નજીક ટ્રેડ થયો હતો. અત્યારે તેમાં 1116 ગણો વધારો જોવા મળ્યો છે. જે બાદ સ્ટોક રૂ. 2712 નજીક ટ્રેડ થઈ રહ્યો છે.

રોકાણ પર અસર

6 મહિના પહેલા આઈશર મોટર્સમાં રૂ. 10,000નું રોકાણ કરનાર રોકાણકારને અત્યારે રૂ. 11,100નું વળતર મળી શકે છે. આવી જ રીતે 1 વર્ષ પહેલાં કરેલું રૂ. 10,000નું રોકાણ રૂ. 12,400, એપ્રિલ 2020માં રોકેલા રૂ. 10,000 અત્યારે રૂ. 21,500, 10 વર્ષ પહેલાં રોકેલા રૂ. 10,000 અત્યારે રૂ.1.56 લાખ અને 20 વર્ષ પહેલાં રોકેલા રૂ. 10,000 ત્યારે રૂ. 1.116 કરોડ થઈ ગયા છે.

આ પણ વાંચો: સસ્તી કિંમતે ઘર ખરીદવાનો મોકો, જાણો વધારે વિગત 

આઈશર મોટર્સના શેરમાં તોળાતી તેજી

આ સ્ટોકના ભવિષ્ય અંગે ચોઇસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુમિત બગડિયાએ જણાવ્યું હતું કે, આઈશર મોટર્સે ક્લોઝિંગ ધોરણે રૂ. 2712 પર ફ્રેશ બ્રેકઆઉટ આપ્યું છે અને તે નજીકના ટૂંકા ગાળામાં રૂ. 2900થી રૂ. 3000 સુધી જઈ શકે છે. શેરમાં રૂ. 2600નો સ્ટોપ લોસ રાખીને અત્યારના ભાવે ખરીદી શકાય છે.
First published: