Multibagger Stock: 1 લાખ રૂપિયા બની ગયા 1.48 કરોડ, આ કેમિકલ શેરે આપ્યું 14,750% વળતર

મલ્ટીબેગર સ્ટોક 2021

Multibagger Stock 2021: દીપક નાઇટ્રાઇટ (Deepak Nitrite) શેરની કિંમતની ઇતિહાસ તપાસીએ તો આ શેરે છેલ્લા 10 વર્ષમાં આશરે 14,750% વળતર આપ્યું છે.

  • Share this:
    મુંબઈ. Multibagger Stock: દીપક નાઇટ્રાઇટ (Deepak Nitrite) 2021ના વર્ષના મલ્ટીબેગર કેમિકલ સ્ટૉકમાંનો એક (Multibagger chemical stock) છે. શેર બજારમાં લાંબા સમય સુધી ટકી (Long term investment) રહેનારા માટે આ શેર એક ઉત્તમ ઉદાહરણ છે. ધીરજના ફળ મીઠા હોય છે તે આ સ્ટૉકના રિટર્ન પરથી જાણી શકાય છે. દીપક નાઇટ્રાઇટે પોતાના રોકાણકારોને ખૂબ સારું વળતર આપ્યું છે. જો આ શેરનો ઇતિહાસ તપાસીએ તો તેણે છેલ્લા 10 વર્ષમાં આશરે 14750% વળતર આપ્યું છે.

    કેટલું વળતર આપ્યું?

    >> આ મલ્ટીબેગર શેરનો ઇતિહાસ તપાસીએ તો આ શેર છેલ્લા એક મહિનામાં 2,434 રૂપિયાથી વધીને 2,583 રૂપિયા પ્રતિ શેરની કિંમત પર પહોંચ્યો છે. એટલે કે આ દરમિયાન શેર 6% વધ્યો છે.

    >> છેલ્લા છ મહિનામાં આ કેમિકલ શેરની કિંમતનો ઇતિહાસ તપાસીએ તો આ શેર 1,600 રૂપિયાના સ્તર પરથી 2,583 રૂપિયા પર પહોંચ્યો છે. એટલે કે છ મહિનામાં આ શેરે 30% વળતર આપ્યું છે.

    >> આ જ રીતે આ વર્ષે દીપક નાઇટ્રાઇટનો શેર 987 રૂપિયાથી વધીને 2,583 રૂપિયા પ્રતિ શેર પર પહોંચ્યો છે. એટલે કે 2021ના વર્ષમાં આ શેર 160% વધ્યો છે.

    >> છેલ્લા એક વર્ષની વાત કરીએ તો આ મલ્ટીબેગર સ્ટોક 720 રૂપિયાથી વધીને 2,583 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચ્યો છે. એટલે કે આ વર્ષે આ શેરમાં રોકાણકરનારને 260% વળતર પ્રાપ્ત થયું છે.

    આ પણ વાંચો: દિવાળી મુહૂર્તમાં કયા શેર ખરીદશો? SMC ગ્લોબલે આ 9 શેર ખરીદવાની આપી સલાહ, જાણો કયા શેર માટે કેટલો ટાર્ગેટ આપ્યો

    >> છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આ મલ્ટીબેગર સ્ટૉક 123 રૂપિયાથી વધીને 2,583 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. એટલે કે આ દરમિયાન શેરે 2,000% વળતર આપ્યું છે એમ કહી શકાય.

    >> છેલ્લા 10 વર્ષમાં કેમિકલ સ્ટૉકની કિંમત તપાસીએ તો આ શેર 17.40 રૂપિયા (NSE પર 21 ઓક્ટોબરના રોજ બંધ ભાવ)થી વધીને 2,583 રૂપિયા (NSE પર 20 ઓક્ટોબરના રોજ બંધ ભાવ) થયો છે. આ દરમિયાન શેરે 14,750% વળતર આપ્યું છે એમ કહી શકાય.

    >> હકીકતમાં દીપક નાઇટ્રાઇડના શેરમાં છેલ્લા 10 વર્ષમાં 148 ગણો ઉછાળો આવ્યો છે. આ વાત પરથી એવું સાબિત થાય છે કે શેર બજારમાં ધીરજ રાખનારા લોકોને મોટો ફાયદો થાય છે.

    રોકાણ પર અસર:

    >> દીપક નાઇટ્રાઇટના શેરની કિંમત પરથી ગણતરી કરીએ તો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે 1 લાખ રૂપિયાની કિંમત 1.06 લાખ રૂપિયા હોય.

    >> જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા આ કેમિકલ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે 1 લાખ રૂપિયાની કિંમત 1.60 લાખ રૂપિયા હોય.

    આ પણ વાંચો: આશીષ કચોલિયાએ 25%નો કડાકો છતાં આ શેરમાં પોતાનું રોકાણ વધાર્યું- જાણો સમગ્ર અહેવાલ 

    >>
    આવી જ રીતે જો કોઈ રોકાણકારે દીપક નાઇટ્રાઇટ શેરમાં એક વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે 1 લાખ રૂપિયાની કિંમત 3.6. લાખ રૂપિયા હોય.

    >> જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલા આ કેમિકલ સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 21 લાખ રૂપિયા હોય.

    >> આવી જ રીતે જો કોઈ રોકાણકારો 10 વર્ષ પહેલા આ શેરમાં 17.40 રૂપિયાના ભાવથી 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે આ 1 લાખ રૂપિયાની કિંમત 1.48 કરોડ રૂપિયા હોય.
    Published by:Vinod Zankhaliya
    First published: