Multibagger stock: આ કંપનીએ 10 વર્ષમાં 1 લાખના બનાવી દીધા 86 લાખ, શું તમે રોકાણ કર્યું?

મલ્ટીબેગર સ્ટૉક એસ્ટ્રલ (પ્રતીકાત્મક તસવીર)

Multibagger stocks: આ મલ્ટીબેગર સ્ટૉકના ઇતિહાસ (Astral share history) પ્રમાણે છેલ્લા 6 મહિનામાં Astralના શેરમાં 30% તેજી આવી છે. જેમાં શેરનો ભાવ 1591.65 રૂપિયાથી વધીને 2085.30 રૂપિયા પર આવી ગયો છે

  • Share this:
    મુંબઈ: Multibagger stocks: સેન્સેક્સ 60 હજારને પાર (Sensex @60K) થઈ ગયો છે. 50,000થી 60,000 સુધી પહોંચવામાં આઠ મહિનાનો સમય લાગ્યો હતો. આ આઠ મહિના દરમિયાન શેર બજારમાં કુલ 42 સ્ટૉકે ધમાકેદાર (Multibagger return) વળતર આપ્યું છે. આ દરમિયાન અમુક સ્ટૉક એવા પણ છે જેમણે 100%થી ઓછું વળતર આપ્યું અને તેઓ મલ્ટીબેગર સ્ટૉકની યાદીમાં આવ્યા ન હતા. જોકે, લાંબા ગાળે આ શેરોએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. આવો જ એક શેર એસ્ટ્રલ (Astral) છે.

    એસ્ટ્રલ શેરનો ઇતિહાસ

    છેલ્લા 10 વર્ષમાં Astralનો શેર 23.82 રૂપિયાથી વધીને 2,063 રૂપિયા (સોમવારે ટ્રેડિંગ દરમિયાન) થયો છે. આ દરમિયાન શેરે આશરે 8560% વળતર આપ્યું છે. ફક્ત એક મહિનામાં Astralનો શેર 4% વળ્યો છે. આ દરમિયાન શેર 1982.05 રૂપિયાથી વધીને 2,063 રૂપિયા પ્રતિ શેર થયો છે.

    આ મલ્ટીબેગર સ્ટૉકના ઇતિહાસ (Astral share history) પ્રમાણે છેલ્લા 6 મહિનામાં Astralના શેરમાં 30% તેજી આવી છે. જેમાં શેરનો ભાવ 1591.65 રૂપિયાથી વધીને 2085.30 રૂપિયા પર આવી ગયો છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં એસ્ટ્રોલનો શેર 850.95 રૂપિયાના ભાવથી 140% વધીને 2,063 રૂપિયા પર આવી ગયો છે. પાંચ વર્ષ પહેલા એસ્ટ્રલના શેરનો ભાવ 263.73 રૂપિયા હતો, ત્યારથી આ શેરે 680% વળતર આપ્યું છે. આ જ રીતે છેલ્લા 10 વર્ષમાં આ શેર 23.82 રૂપિયામાંથી 86.4 ગણો વધીને 2,063 રૂપિયાના ભાવ પર પહોંચી ગયો છે.

    રોકાણ પર અસર

    એસ્ટ્રલના શેરની કિંમત જોઈએ તો જો કોઈ રોકાણકારો 10 વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તે એક લાખની કિંમત વધીને આજે 86.04 લાખ રૂપિયા થઈ જતી. આ જ રીતે કોઈ રોકાણકારે જો પાંચ વર્ષ પહેલા એસ્ટ્રલના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 1 લાખમાંથી વધીને 7.80 લાખ રૂપિયા થઈ જતી.

    આ પણ વાંચો: Hot Stocks: આ ત્રણ શેર પર રમો દાવ, 2-3 અઠવાડિયામાં જ મળી શકે છે 9.5% સુધી વળતર

    કોઈ રોકાણકારો એક વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 2.40 લાખ રૂપિયા થઈ જતી. આ જ રીતે છ મહિના પહેલા આ શેરમાં કોઈએ 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત વધીને 1.30 લાખ રૂપિયા થઈ જતી. જ્યારે કોઈએ એક મહિના પહેલા આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 1.04 લાખ રૂપિયા થઈ જતી.

    આ પણ વાંચો: Paras Defence IPO: લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટ પ્રીમિયમમાં જોરદાર ઉછાળો, જાણો લેટેસ્ટ GMP

    આ મલ્ટીબેગર સ્ટૉકના આઉટલુક પર બોલતા શેર બજાર નિષ્ણાતોએ જણાવ્યું છે કે એસ્ટ્રલ શેર ચાર્ટ પર સકારાત્મક નજરે પડી રહ્યો છે. આ શેર ખૂબ ઓછા સમયમાં 2,250 રૂપિયાથી 2300ના સ્તર પર આવી શકે છે. 1,950 રૂપિયાનો સ્ટૉપલૉસ (Stoploss) રાખીને આ શેરની ખરીદી કરી શકાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published: