Home /News /business /

Multibagger Stock 2021: 1.55 રૂપિયાના આ શેરથી રોકાણકારો થયા માલામાલ, એક વર્ષમાં એક લાખના થયા 20.53 લાખ

Multibagger Stock 2021: 1.55 રૂપિયાના આ શેરથી રોકાણકારો થયા માલામાલ, એક વર્ષમાં એક લાખના થયા 20.53 લાખ

પ્રતીકાત્મક તસવીર.

Earn Money: આજે અમે આપને એવા સ્ટોક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે એક વર્ષમાં જ રોકાણકારોની એક લાખની મૂડીને 20.53 લાખમાં ફેરવી દીધી

Multibagger Stock 2021: શેરબજારના શાનદાર પ્રદર્શનને કારણે રોકાણકારો શેરબજાર (Stock Market)માં વધુ રસ દાખવી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી નાની અને મધ્યમ કંપનીઓના શેરમાં તેજી જોવા મળી રહી છે. રોકાણકારોને સ્મોલ કેપ (Small Cap) અને મિડ કેપ (Mid Cap) શેરમાં ઓછા સમયમાં યોગ્ય રિટર્ન (Stock Return) મળી રહ્યું છે.

અહીં એક એવા સ્ટોકની જાણકારી આપવામાં આવી છે, જેમાં માત્ર 12 મહિનામાં રોકાણકારના 1 લાખ રૂપિયા 20.53 લાખમાં પરિવર્તિત થઈ ગયા છે. અહીં માઈક્રોકેપ શેર (Microcap share) આદિનાથ ટેક્સટાઈલ્સ લિમિટેડ (Adinath Textiles)ની વાત કરવામાં આવી રહી છે. આદિનાથના ટેક્સટાઈલ્સના સ્ટોકમાં રોકાણકારોને 1,953% રિટર્ન મળ્યું છે.

આદિનાથ ટેક્સટાઈલ્સ શેર પ્રાઈસ હિસ્ટ્રી

Adinath Textilesની શેર પ્રાઈસ 25 ઓગસ્ટ 2020ના રોજ રૂ. 1.55 હતી. 25 ઓગસ્ટ 2021ના રોજ BSE પર આ શેરની કિંમત રૂ. 31.83 થઈ ગઈ છે. 12 મહિના પહેલા આદિનાથ ટેક્સટાઈલ્સ સ્ટોકમાં રોકાણ કરેલ એક લાખની રકમ હવે 20.53 લાખ થઈ ગઈ છે. આ દરમિયાન સેન્સેક્સ પર આ સ્ટોક 44.38 ટકા ઉપર પહોંચી ગયો છે.

આ પણ વાંચો, Bank Holidays: કાલથી આગામી 4 દિવસ આ શહેરોમાં બંધ રહેશે બેંક, આજે જ પૂરા કરી દો જરૂરી કામ, જુઓ રજાઓની યાદી

શેર 5% વધીને રૂ. 33.42 પર બંધ થયો છે

25 ઓગસ્ટના રોજ આદિનાથ ટેક્સટાઈલ્સનો શેર રૂ. 31.83ના સ્તર પર પહોંચી ગયો હતો. એની પહેલા આ શેરની કિંમત રૂ. 30.32 હતી, તેની સરખામણીએ આ શેરની કિંમતમાં 4.98% વધારો થયો છે. 26 ઓગસ્ટના રોજ BSE પર આ શેરની કિંમતમાં 5%નો વધારો થતા તેની કિંમત 33.42 થઈ ગઈ છે. છેલ્લા 21 દિવસમાં આ શેરમાં 176.54%ની તેજી જોવા મળી છે. આ શેર આજે 4.98%ના વધારા સાથે ખુલ્યો છે. આદિનાથ ટેક્સટાઈલ્સનો શેર 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજથી અધિક છે. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં આ સ્ટોકમાં 1,761% તેજી જોવા મળી છે.

આ પણ વાંચો, Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતોમાં આજે જોરદાર તેજી, જાણો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

કંપનીની નાણાંકીય પરિસ્થિતિ

જૂન ક્વાર્ટરમાં આ કંપનીનો નફો રૂ. 0.23 કરોડ રહ્યો હતો. આ નફામાં ગત વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 0.05 કરોડના ચોખ્ખા નફાની સરખામણીએ 360% વધારો થયો છે. તેમ છતાં, રોકાણકારોએ ફર્મના સ્ટોક પર વિચાર કરતા સમયે સતર્ક રહેવું જોઈએ, જેમાં ગત વર્ષે અત્યાર સુધી વેચાણ થયું નથી. માર્ચ 2021ના રોજ સમાપ્ત થયેલ નાણાંકીય વર્ષમાં ફર્મના ચોક્ખા નફામાં 557.14% વધારો થતા, ચોખ્ખો નફો રૂ. 0.32 કરોડ થયો છે. જે ગત નાણાંકીય વર્ષે રૂ. 0.07 કરોડ હતો.
Published by:Mrunal Bhojak
First published:

Tags: Business news, Earn money, Investment, Multibagger Stock 2021, Stock market

આગામી સમાચાર