મુંબઈ: શેર બજારમાં તેજી ચાલી રહી છે. સેન્સેક્સ (Sensex) 54 હજાર અને નિફ્ટી (Nifty) 16 હજારને પાર થઈ ગયા છે. જેમાં સ્મૉલ કેપ ઇન્ડેક્સ (Small cap index) પર નવી ઊંચાઈ પર પહોંચ્યો છે. આ સાથે જ અમુક સ્ટૉક્સે છેલ્લા થોડા મહિનાઓમાં રોકાણકારોને 100 ટકાથી વધારે વળતર આપ્યું છે. BSE SME એક્સચેન્જ પર નોંધાયેલા સ્ટૉક્સ પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આમાંથી અમુક સ્ટૉક્સે તો ખૂબ ઊંચુ વળતર આપ્યું છે.
આ સ્ટૉક્સમાં એક શેર EKI Energy Services છે. આ કંપનીનું લિસ્ટિંગ એપ્રિલની શરૂઆતમાં BSE SME એક્સચેન્જ પર થયું હતું. જેણે ચાર મહિનાના સમયગાળામાં શેર ધારકોને 1,082 ટકાથી વધારે વળતર આપ્યું છે.
આ SME સ્ટૉક લિસ્ટિંગના દિવસે 147 રૂપિયા પર બંધ રહ્યો હતો. બુધવારે તેની કિંમત 1,738.40 રૂપિયા હતી. એટલે કે ટૂંકા ગાળામાં જ આ શેર 1082.59 ટકા વધ્યો છે.
EKI Energy Servicesના સ્ટૉકમાં મંગળવારે પાંચ ટકાની અપર સર્કિટ લાગી હતી. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં આ શેર 1501.80 રૂપિયાથી લઈને 1738.40 રૂપિયા પર પહોંચી ગયો હતો. એટલે કે છેલ્લા પાંચ જ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને 15.75 ટકા વળતર મળ્યું છે.
જો કોઈ રોકાણકારે આ સ્ટૉકમાં લિસ્ટિંગના દિવસે એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો છેલ્લા ચાર મહિનામાં તેની કિંમત વધીને11.82 લાખ રૂપિયા થઈ ગઈ હોત. એટલે કે રોકાણકાર ચાર જ મહિનામાં માલામાલ થઈ જતો.
જોકે, જો આઈપીઓમાં લાગેલા શેર જો કોઈ રોકાણકારે રાખ્યા હોય તો તેના 1,22,400 રૂપિયાના રોકાણની આજની તારીખમાં કિંમત 20.86 લાખ રૂપિયા થઈ જતી. આ આઈપીઓની કિંમત 100-102 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર