Home /News /business /

Multibagger stock: આ ફાર્મા સ્ટોકે 19 વર્ષમાં 1 લાખ રૂપિયાને બનાવી દીધા 4.56 કરોડ રૂપિયા, શું તમારી પાસે છે?

Multibagger stock: આ ફાર્મા સ્ટોકે 19 વર્ષમાં 1 લાખ રૂપિયાને બનાવી દીધા 4.56 કરોડ રૂપિયા, શું તમારી પાસે છે?

મલ્ટીબેગર સ્ટોક

Multibagger stock Divi's Lab: ડિવિસ લેબના શેરનું 10 વર્ષમાં વળતર જોઈએ તો આ શેર 390 રૂપિયાના સ્તરથી વધીને 4105ના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન રોકાણકારોને 950 ટકા વળતર મળ્યું છે.

    મુંબઇ. Multibagger stock: સારી કંપનીમાં રોકાણ લાંબાગાળે મોટો ફાયદો કરાવે છે. જેમાં રોકાણકારોને કમ્પાઉન્ડિંગનો ફાયદો મળે છે. શેર બજાર (Indian Share Market)માં કોઈ કંપનીમાં લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખવામાં આવે તો કેટલું જોરદાર રિટર્ન (Multibagger return) મળી શકે તેનું ઉત્તમ ઉદારણ Divi's Lab કંપનીનો શેર છે. જેમણે પણ આ કંપનીમાં રોકાણ બાદ ધીરજ રાખી હતી તેઓ આજે કરોડોપતિ બની ગયા છે. ડિવિસ લેબનો શેર (Divi's Lab stock) 13 માર્ચ, 2003ના રોજ NSE પર 9 રૂપિયા પર બંધ રહ્યો હતો. પહેલી ફેબ્રુઆરી 2022ના રોજ ડિવિસ લેબનો શેર 4,105 રૂપિયા પર બંધ રહ્યો હતો. આશરે 19 વર્ષના સમયગાળા દરમિયાન આ શેરે 456 ગણું વળતર આપ્યું છે.

    ડિસિસ લેબ શેર રિટર્ન (Divi's Lab stock return)

    છેલ્લા છ મહિનાથી ડિવિસ લેબનો શેર વેચવાલીના દબાણ હેઠળ છે. છેલ્લા એક મહિનામાં આ શેર 12 ટકા તૂટી ગયો છે. 6 મહિનામાં આ શેર 17 ટકા તૂટ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ શેરે 16 ટકા તેજી બતાવી છે. આ દરમિયાન શેર 3,550 રૂપિયાના સ્તરથી વધીને 4,105 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. છેલ્લા પાંચ વર્ષમાં આ શેરે મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આ દરમિયાન શેર 760 રૂપિયાની સપાટીથી વધીને 4,105 રૂપિયા પર પહોંચી ગયો છે. પાંચ વર્ષમાં આ શેર 440 ટકા ભાગ્યો છે.

    10 વર્ષમાં 950% વળતર

    ડિવિસ લેબના શેરનું 10 વર્ષમાં વળતર જોઈએ તો આ શેર 390 રૂપિયાના સ્તરથી વધીને 4,105ના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન રોકાણકારોને 950 ટકા વળતર મળ્યું છે. આ જ રીતે છેલ્લા 19 વર્ષના આંકડા તપાસીએ તો આ શેર 9 રૂપિયાથી વધીને 4,105 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન આ શેરે 45,500 ટકા વળતર આપ્યું છે.

    આ પણ વાંચો: Multibagger Stock: બોનસ શેરના સમાચાર બાદ ઉછળ્યો આ શેર, લાગી 5 ટકાની અપર સર્કિટ

    રોકાણ પર અસર

    >> કોઈ રોકાણકારે ડિવિસ લેબના શેરમાં એક વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 1.16 લાખ રૂપિયા હોય.

    >> જો કોઈએ પાંચ વર્ષ પહેલા ડિવિસ લેબમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિમત 5.40 લાક રૂપિયા હોય.

    >> કોઈ રોકાણકારે 10 વર્ષ પહેલા આ સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે 1 લાખની કિંમત 10.50 લાખ રૂપિયા હોય.

    >> 19 વર્ષ પહેલા જો કોઈએ 9 રૂપિયા પ્રતિ શેરના ભાવથી આ શેરમાં 1 લાખ રૂપિયાનં રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 4.56 કરોડ રૂપિયા હોય.

    આ પણ વાંચો: Multibagger Stock: જાન્યુઆરી મહિનામાં આ 5 સ્મૉલકેપ શેરમાં મળ્યું 320% સુધી વળતર, શું તમે રોકાણ કર્યું છે?

    Divi's Lab પર નિષ્ણાતનો અભિપ્રાય

    શેરબજાર નિષ્ણાતો હજુ પણ આ ફાર્મા શેર પર બુલિશ છે. તેમનું માનવું છે કે શોર્ટ ટર્મમાં આ સ્ટૉક 4,300 રૂપિયાના સ્તરને સ્પર્શી શકે છે. Choice Broking ના સુમીત બગડિયાનું કહેવું છે કે, ચાર્ટ પેટર્ન પર આ શેર તેજીમાં નજરે પડે છે. આ શેરમાં મોમેન્ટમ Buyingની શરૂઆત કરી શકાય છે. આ શેરમાં ધીમે ધીમે ખરીદી કરી શકાય છે. રોકાણકારો આ શેરમાં 4,000 રૂપિયા નીચે સ્ટોપલોસ રાખીને 4,250-4,300 રૂપિયાના ટાર્ગેટ સાથે રોકાણ કરી શકે છે. સાથે જ બગડિયા તરફથી આ સ્તર પર નફાવસૂલી કરી લેવાની પણ સલાહ આપવામાં આવી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger Stock, Stock tips

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन