કોવિડ-19 મહામારી (Covid-19 pandemic)ના કારણે વિશ્વમાં મોટાભાગના દેશોની અર્થવ્યવસ્થા હાલકડોલક થતા શેરબજારમાં જોરદાર અસ્થિરતા જોવા મળી હતી. તે સમયગાળા દરમિયાન ઘણા રોકાણકારો મલ્ટિબેગર પેની સ્ટોક્સ (multibagger penny stocks) પર ભારે વળતર મેળવવામાં સક્ષમ રહ્યાં હતા. છેલ્લા 18 મહિનામાં 800 જેટલા પેની સ્ટોક્સ મલ્ટિબેગર બન્યા છે. આ શેર્સમાં નોંધપાત્ર રીતે ટૂંકા ગાળામાં વિક્રમી વૃદ્ધિ જોવા મળી છે.
ત્યારે આજે અમે તમને SEL મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ (SEL Manufacturing Company Ltd) (NSE: SELMC) નામના આવા જ એક સ્ટોક વિશે જણાવીશું. આ સ્ટોકે માત્ર 3 મહિનામાં 10,000 રૂપિયા 25 લાખમાં ફેરવી દીધા.
માત્ર ત્રણ મહિનામાં રૂ. 10000 થી પહોંચ્યો 25 લાખ સુધી
શુક્રવારે (21 જાન્યુઆરી) બજાર બંધ થતા સમયે, SEL મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડના શેરનો ભાવ રૂ. 87.45 હતો. માત્ર ત્રણ મહિના પહેલા, 27 ઓક્ટોબર, 2021ના રોજ આ શેર રૂ. 0.35 પર બંધ થયો હતો. સ્પષ્ટ રીતે જોઈ શકાય છે સ્ટોકમાં લગભગ 24885.7% નો વધારો થયો છે. ત્રણ મહિના પહેલા આ દરે ઓછી કિંમતે જો રૂ. 10,000નું રોકાણ કર્યું હોય તો આજે તેનું મૂલ્ય રૂ. 24,98,571 થયું છે.
1 જાન્યુઆરી, 2021 ના રોજ શેર રૂ. 2.40 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 21 ઓક્ટોબરે રૂ. 0.35ની નીચી સપાટીએ પહોંચ્યા પછી, શેરમાં તેજી આવી અને 31 ડિસેમ્બર, 2021ના રોજ આ જ સ્ટોક રૂ. 42.30 પર પહોંચ્યો હતો. સ્ટોક 2022ની શરૂઆતમાં 3 જાન્યુઆરીએ રૂ. 44.40 પર બંધ થયો હતો. માત્ર 20 દિવસમાં આ શેર લગભગ બમણો વધીને રૂ. 87.45 પર પહોંચી ગયો છે.
SEL મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ એ ટેક્સટાઇલ કંપની છે. તે કોટન યાર્ન, ગૂંથેલા કાપડ અને વસ્ત્રોનું ઉત્પાદન અને નિકાસ કરે છે. તેના લુધિયાણા (પંજાબ) અને બદ્દી (હિમાચલ પ્રદેશ)માં ઉત્પાદન એકમો છે. વર્તમાન સમયે કંપની પાસે મોટું નિકાસ બજાર હોવાથી આ કંપની ઘણી ફાયદામાં છે. ઉલ્લેખનીય છે કે, આ કંપનીની ઓફિસ રશિયા અને દુબઈ (UAE) જેવા મોટા દેશોમાં પણ સ્થિત છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર