Multibagger penny stocks: ફક્ત છ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારો પૈસા થયા ડબલ, શું તમારી પાસે છે આ ત્રણ શેર?
Multibagger penny stocks: ફક્ત છ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારો પૈસા થયા ડબલ, શું તમારી પાસે છે આ ત્રણ શેર?
મલ્ટીબેગર પેની સ્ટૉક
Multibagger penny stocks: આ મલ્ટીબેગર પેની સ્ટૉક્સ (Multibagger penny stocks)ની કિંમત તપાસીએ તો 2022ના ફક્ત બે ટ્રેડિંગ સેશનમાં જ અપર સર્કિટ હીટ કરી છે. જો છેલ્લા છ ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો આ ત્રણેય પેની સ્ટૉક્સે તેના રોકાણકારોના પૈસા ડબલ એટલે કે બે ગણા કરી લીધા છે.
મુંબઇ. Multibagger stocks: મલ્ટીબેગર સ્ટૉક્સ (Multibagger penny stocks) માટે 2021નું વર્ષ ખૂબ સારું રહ્યું છે. કોરોના વાયરસ સંક્રમણ દરમિયાન બજાર (Indian share market)માં ભારે ઉતાર-ચઢાણ જોવા મળ્યું હતું. આવા સમયે રોકાણકારો અમુક મલ્ટીબેગર શેરમાં રોકાણ કરવા માંગે છે. અહીં અમે આવા જ અમુક મલ્ટીબેગર શેર વિશે જણાવી રહ્યા છીએ જેમણે છેલ્લા છ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોના પૈસા ડબલ (Double return) કરી દીધા હોય
આ શેરમાં સ્વસ્તિક વિનાયક સિન્થેટિક્સ (Swastika Vinayaka Synthetics), સ્વસ્તિ વિનાયક આર્ટ (Swasti Vinayaka Art And Heritage Corporation) અને એચબી સ્ટૉકહોલ્ડિંગ્સ (HB Stockholdings) સામેલ છે.
આ મલ્ટીબેગર પેની સ્ટૉક્સ (Multibagger penny stocks)ની કિંમત તપાસીએ તો 2022ના ફક્ત બે ટ્રેડિંગ સેશનમાં જ અપર સર્કિટ હીટ કરી છે. જો છેલ્લા છ ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો આ ત્રણેય પેની સ્ટૉક્સે તેના રોકાણકારોના પૈસા ડબલ એટલે કે બે ગણા કરી લીધા છે.
આ પેની સ્ટૉક્સની કિંમત પર નજર કરીએ તો 27 ડિસેમ્બર, 2021ના રોજ તેની કિંમત 6.66 રૂપિયા હતી. એટલે કે શેર 6.66 રૂપિયા પ્રતિ શેરની કિંમત પર બંધ રહ્યો હતો. જે બાદના છ ટ્રેડિંગ સેશનમાં Swastika Vinayaka Synthetics કંપનીનો શેર 13.36 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. એટલે કે ફક્ત છ દિવસમાં આ શેરમાં રોકાણકારોને 100% વળતર મળ્યું છે.
સ્વસ્તિ વિનાયક આર્ટ એન્ડ હેરિટેજ કોર્પોરેશન (Swasti Vinayaka Art & Heritage Corporation)
આ મલ્ટીબેગર પેની સ્ટૉક 27 ડિસેમ્બર, 2021ના રોજ 4.61 રૂપિયા પર બંધ થયો હતો. જ્યારે ચોથી જાન્યુઆરી, 2022ના રોજ આ શેર ઇન્ડ્રા ડેમાં 9.25 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો હતો. એટલે કે આ શેરમાં રોકાણકારોને ફક્ત છ દિવસમાં 100 ટકા વળતર મળ્યું છે.
આ મલ્ટીબેગર પેની સ્ટૉક છેલ્લા છ ટ્રેડિંગ સેશનમાં 37.35 રૂપિયાથી વધીને 75.05 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલે કે આ દરમિયાન કંપનીએ 100 ટકાથી વધારે વળતર આપ્યું છે. આ પેની સ્ટૉક 27 ડિસેમ્બર, 2021ના રોજ 37.35 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. આજે એટલે કે 4 જાન્યુઆરી, 2022ના રોજ આ શેર પોતાની સર્વોચ્ચ સપાટી 75.05 રૂપિયા પર પહોંચ્યો હતો.
ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી વિગત ફક્ત જાણકારી માટે છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કરે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર