Home /News /business /

સપ્તાહમાં ટોપ 5 પર રહ્યા આ મલ્ટિબેગર સ્ટોક, કોઇએ 90% તો કોઇએ આપ્યું 50% રીટર્ન

સપ્તાહમાં ટોપ 5 પર રહ્યા આ મલ્ટિબેગર સ્ટોક, કોઇએ 90% તો કોઇએ આપ્યું 50% રીટર્ન

સ્ટોક માર્કેટ

Stock Market: અહીં અમે ગત સપ્તાહમાં રોકાણકારોને સૌથી વધુ રીટર્ન આપનાર અને માલામાલ કરી દેનાર ટોપ 5 સ્ટોક્સ (Top 5 Stocks) વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

    રોકાણકારો (Investors) માટે જાન્યુઆરી માસનું આ સપ્તાહ ઘણું નફાકારક સાબિત થયું છે. 10 જાન્યુઆરીથી શરૂ થયેલા શેરબજાર (Share Market)ના આ સપ્તાહના અંત સુધીમાં ટોપ-5 શેરો (Top 5 Stocks) પૈકીના એક મલ્ટિબેગર સ્ટોકે (Multibagger Stock) 90 ટકાથી વધુનું રિટર્ન (Return) આપ્યું હતું. જ્યારે બાકીના શેરો પણ 50 ટકાથી વધુના વધારા સાથે બંધ થયા હતા. ગતરોજ એટલે કે, શુક્રવારે (14 જાન્યુઆરી, 2022) શેરબજારમાં ગયા અઠવાડિયે 50 ટકાથી વધુ વળતર આપનારા શેરોની સંખ્યા 9 હતી.

    અહીં અમે ગત સપ્તાહમાં રોકાણકારોને સૌથી વધુ રીટર્ન આપનાર અને માલામાલ કરી દેનાર ટોપ 5 સ્ટોક્સ (Top 5 Stocks) વિશે જણાવવા જઇ રહ્યા છીએ. આ શેરોમાં RTCL લિ. (RTCL Ltd.), દૌલત સિક્યોરિટીઝ લિ. (Daulat Securities Ltd), સાધના નાઇટ્રો કેમ. લિ. (Sadhana Nitro), ચોઇસ ઇન્ટરનેશનલ લિ. (Choice International Ltd) અને વાસવાણી ઇન્ડસ્ટ્રીઝ લિ. (Vaswani Industries Ltd)નો સમાવેશ થાય છે.

    આરટીસી લિમિટેડ – 91.43 ટકા

    બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડિંગ થતા ગ્રુપ Xના આ શેરે ગયા અઠવાડિયે 91.43% વળતર આપ્યું હતું. આ સાથે જ સૌથી વધુ વળતર આપવાની યાદીમાં આ સ્ટોક ટોચ પર રહ્યો હતો. RTCL લિમિટેડનો સ્ટોક ગયા અઠવાડિયે રૂ.11.44 પર બંધ થયો હતો. જ્યારે આ વખતે રૂ.21.90 પર બંધ થયો છે. જો કોઈએ ગત અઠવાડિયે આ સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હશે તો આજે શુક્રવારે તે 1 લાખ 91 હજાર રૂપિયા થઈ ગયા હશે.

    દૌલત સિક્યોરિટીસ લિમિટેડ – 67.2 ટકા

    દૌલત સિક્યોરિટીઝ લિમિટેડે ગત અઠવાડિયે 67.20% વળતર આપ્યું હતું. ગયા અઠવાડિયે આ સ્ટોક રૂ.24.85 પર બંધ થયો હતો. જ્યારે 14 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં તે 41.55 પર બંધ થયો હતો. જો કોઈએ એક સપ્તાહ પહેલા આ સ્ટોકમાં રૂ.1,00,000નું રોકાણ કર્યું હશે, તો તે આજે રૂ.1,67,000 થઈ ગયા હશે.

    સાધના નાઈટ્રો કેમિકલ લિમિટેડ – 65.21 ટકા

    સાધના નાઈટ્રોના શેરે છેલ્લા સપ્તાહમાં (5 દિવસના ટ્રેડિંગ સત્ર)માં 65.21 ટકાનું વળતર આપ્યું છે. ગયા સપ્તાહે શેર રૂ. 67.4 પર બંધ થયો હતો. જ્યારે આ સપ્તાહના અંત સુધીમાં તેની કિંમત 111.35 રૂપિયા પર પહોંચી ગઈ છે. જો કોઈ વ્યક્તિએ આ શેરમાં 1 લાખ રૂપિયા રોક્યા હશે તો એક અઠવાડિયામાં તે 1 લાખ 65 હજાર રૂપિયા થઈ ગયા હશે.

    ચોઇસ ઇન્ટરનેશનલ લિમિટેડ – 56.51 ટકા

    7 જાન્યુઆરી, 2022એ પૂર્ણ થયેલા સપ્તાહમાં આ સ્ટોક રૂ. 159.35 પર બંધ થયો હતો. જ્યારે આ સપ્તાહે શેર રૂ. 249.4 પર બંધ થયો હતો. ચોઈસ ઈન્ટરનેશનલ લિમિટેડે 1 સપ્તાહની અંદર 56.51 ટકા વળતર આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 1 અઠવાડિયા પહેલા આ સ્ટોકમાં રૂ.1,00,000નું રોકાણ કર્યું હશે, તો તેનું રોકાણ અત્યાર સુધીમાં રૂ.1,56,000 થઈ ગયું હશે.

    વાસવાણી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ – 56.15 ટકા

    વાસવાણી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરે પણ આ સપ્તાહે 50% થી વધુ વળતર આપ્યું છે. બી ગ્રુપનો આ શેર બીએસઈ પર ગયા સપ્તાહે 18.7 પર બંધ રહ્યો હતો. આ સપ્તાહે તે રૂ.29.2 પર બંધ થયો છે. જો તેની ગણતરી રૂપિયામાં કરવામાં આવે, તો જો કોઇએ રૂ.1,00,000નું રોકાણ આ શેરમાં કર્યુ હશે તો તે હાલ રૂ.1,56,000 થઈ ગયું હશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Investors, Money, Share market, Top 5 Stock

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन