Home /News /business /Multibagger Stock: બજાર નિષ્ણાતોએ આ મલ્ટીબેગર પેની સ્ટૉકની ખરીદીની આપી સલાહ, 2022માં કરી શકે છે માલામાલ

Multibagger Stock: બજાર નિષ્ણાતોએ આ મલ્ટીબેગર પેની સ્ટૉકની ખરીદીની આપી સલાહ, 2022માં કરી શકે છે માલામાલ

કમાણીના શેર (પ્રતીકાત્મક તસવીર)

Multibagger stock Vikas Lifecare: વિકાસ લાઇફકેરના શેરે છેલ્લા એક વર્ષમાં 100 ટકા વળતર આપ્યું છે. 2021ના મલ્ટીબેગર શેરની યાદીમાં આ શેર સામેલ હતો.

    Multibagger penny stock: 2021ના વર્ષમાં અનેક મલ્ટીબેગર સ્ટોક (Multibagger stocks) જોવા મળ્યા છે. પોઝિશનલ ઇન્વેસ્ટર હાલ એવા સ્ટૉકની શોધમાં છે જે 2022ના વર્ષમાં મલ્ટીબેગર સાબિત થઈ શકે છે. મલ્ટીબેગર શેરની શોધમાં તમામ લોકો પેની સ્ટૉક (Penny stocks) પર પણ નજર દોડાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પેની સ્ટૉકમાં રોકાણ માટે ખૂબ ઓછી રકમની જરૂર રહે છે. વધારે જોખમ ઉઠાવવા માંગતા રોકાણકારો ક્વૉલિટી પેની સ્ટૉકની શોધમાં રહે છે. બજાર નિષ્ણાતો વિકાસ લાઇફકેર (Vikas Lifecare)ના શેર પર દાવ લગાવવાની સલાહ આપી રહ્યા છે. હાલ આ શેર સેકન્ડરી માર્કેટનું સેન્ટિમેન્ટ ખરાબ થતા દબાણ હેઠળ છે. અમુક નિષ્ણાતોનું માનવું છે કે આ સ્ટૉક 2022ના વર્ષનો મલ્ટીબેગર શેર સાબિત થઈ શકે છે.

    નિષ્ણાતોનો અભિપ્રાય

    IIFL Securities ના અનુજ ગુપ્તાનું કહેવું છે કે આ શેરે તેનો કન્સોલિડેશનનો ઝોન તોડી દીધો છે. છેલ્લા થોડા સમયથી માર્કેટના સેન્ટિમેન્ટ ખરાબ રહ્યા છે. આ શેર ચાર્ટ પેટર્ન પર ખૂબ મજબૂત લાગી રહ્યો છે. સેકન્ડરી માર્કેટના સેન્ટિમેન્ટ સુધવાની સાથે જ આ શેરમાં અપસાઇડ જોવા મળી શકે છે.

    અનુજ ગુપ્તાનું કહેવું છે કે આ શેરે 7.5-8 રૂપિયા આસપાસ રેજિસ્ટન્સનો સામનો કરવો પડી શકે છે. એક વખત આ વિઘ્ન દૂર થયા બાદ ટૂંકા અને લાંબા સમય માટે આ શેરમાં તેજી જોવા મળી શકે છે. તેમણે વધુમાં કહ્યુ કે, આ શેરમાં 2022ના અંત સુધી સારી એવી તેજી જોવા મળી શકે છે. આ શેર 5 રૂપિયાના વર્તમાન સ્તરથી વધીને 12 રૂપિયાના સ્તર સુધી જઈ શકે છે.

    શેરની કિંમત

    વિકાસ લાઇફકેરના શેરની કિંમતના ઇતિહાસ પર નજર દોડાવીએ તો 2021ના વર્ષમાં તે મલ્ટીબેગર પેની સ્ટોક હતો. આ શેરે છેલ્લા એક વર્ષમાં 100 ટકા વળતર આપ્યું છે. છેલ્લા છ મહિનામાં આ શેર 50 ટકા વધ્યો છે. જોકે, છેલ્લા એક મહિનાથી આ શેર દબાણ હેઠળ છે. આ દરમિયાન શેરની કિંમત 35 ટકા તૂટી છે.

    આ પણ વાંચો: 15 રૂપિયાના આ Multibagger સ્ટૉકે 1 લાખ રૂપિયાને 10 વર્ષમાં બનાવી દીધા 1.35 કરોડ રૂપિયા, કરી લો એક નજર

    વિકાસ લાઇફકેર કંપનીની વર્તમાન માર્કેટ કેપ 582 કરોડ રૂપિયા છે. સ્ટૉકની ઓલ ટાઇમ હાઈ સપાટી 7.95 રૂપિયા છે. જ્યારે શેરની 52 અઠવાડિયાની સૌથી નીચલી સપાટી 2.46 રૂપિયા છે.

    (ખાસનોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય વ્યક્તિગત અથવા જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરમાં રોકાણની સલાહ આપવામાં આવતી નથી.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger Stock, Penny stocks, Share market, Stock market

    विज्ञापन
    विज्ञापन