Home /News /business /રુપિયા છાપવાનું મશીન બન્યો આ શેર, એક જ મહિનામાં રુપિયા 3 ગણા વધાર્યા
રુપિયા છાપવાનું મશીન બન્યો આ શેર, એક જ મહિનામાં રુપિયા 3 ગણા વધાર્યા
ખુલ જા સીમ સીમ કરીને આ શેરમાં રુપિયા લગાવ્યા અને રોકાણકારો માટે ખજાનો ખુલી ગયો.
Multibagger Penny Stock: આ શેર તો ગજબનો નિકળ્યો, એક મહિનામાં રોકાણકારોના રુપિયા 3 ગણા વધારી દીધા. એટલે જો કોઈએ ડિસેમ્બર 2022ની શરુઆતમાં 1 લાખ રોક્યા હોત તો આજે તેના 3 લાખ બની ગયા હોત.
મુંબઈઃ નવા વર્ષમાં શેરબજારમાં રહેલા પેની સ્ટોક્સ વચ્ચે જય માતા ગ્લાસ (Penny Stock Jay Mata Glass Share) ધૂમ મચાવી રહ્યો છે. જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં આ મલ્ટિબેગર સ્ટોકમાં દરરોજ અપર સર્કિટ લાગી છે. ગુરુવારે પણ આ સ્ટોક અપર સર્કિટ પર આવી ગયો હતો અને રૂ. 1.65 (Jai Mata Glass Share Price) પર ટ્રેડ કરી રહ્યો હતો. જો છેલ્લા એક મહિનાની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન આ શેરે રોકાણકારોના પૈસા ત્રણ ગણા વધાર્યા છે. શેરના વોલ્યુમમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
મલ્ટિબેગર પેની સ્ટોક માત્ર BSE પર લિસ્ટેડ છે. આજે કંપનીનું કુલ ઇન્ટ્રાડે વોલ્યુમ 26,87,397ના સ્તરે હતું. કંપનીનું માર્કેટ કેપ 16 કરોડ રૂપિયા છે. આ શેરનો 52 સપ્તાહનો સૌથી ઊંચો ભાવ શેર દીઠ રૂ. 1.65 છે અને 52 સપ્તાહનો નીચો ભાવ શેર દીઠ 0.36 પૈસા છે.
છેલ્લા એક મહિનામાં જય માતા ગ્લાસના સ્ટોકે રોકાણકારોને ત્રણ ગણું વળતર આપ્યું છે. છેલ્લા 1 મહિનામાં આ શેરમાં 217 ટકાનો ઉછાળો આવ્યો છે. તો છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં આ શેર લગભગ 20 ટકા ઉછળ્યો છે. એ જ રીતે, છેલ્લા 6 મહિનામાં આ મલ્ટિબેગર સ્ટોકે રોકાણકારોને 334 ટકા વળતર આપ્યું છે. તેમજ આ સ્ટોકનું વળતર 1 વર્ષના સમયગાળામાં લગભગ 237 ટકા છે. છેલ્લા 5 વર્ષમાં આ શેરે તેના રોકાણકારોને 469 ટકા વળતર આપ્યું છે.
એક જ મહિનામાં 1 લાખ બન્યા 3 લાખ
જો કોઈ રોકાણકારે 1 મહિના પહેલા આ સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય, તો આજે તેનું રોકાણ 317,307 રૂપિયાનું થઈ ગયું હોય. કારણ કે 1 મહિના પહેલા આ શેરની કિંમત 0.52 પૈસા હતી, જે હવે વધીને 1.65 રૂપિયા થઈ ગઈ છે. જે રોકાણકારોએ 6 મહિના પહેલા આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હશે, તેમનું રોકાણ હવે વધીને રૂ. 4.15 લાખથી વધુ થઈ ગયું છે. એ જ રીતે આ શેરમાં 1 વર્ષમાં રોકાણ કરાયેલા 1 લાખ રૂપિયા હવે 3.25 લાખ રૂપિયા થઈ ગયા છે.
પેની સ્ટોક્સ સંખ્યાબંધ જોખમો ધરાવે છે. આમાંની પ્રથમ બાબત એ છે કે આ શેરની કિંમતને પ્રભાવિત કરવી પ્રમાણમાં સરળ છે. નીચા વેપાર વોલ્યુમને કારણે આ શેરો ખૂબ જ અસ્થિર છે. થોડા ખરીદ-વેચાણ બાદ આ શેરોમાં જોરદાર કરેક્શન અને રિકવરી જોવા મળી રહી છે. નાની કંપનીઓ રોકાણકારો સાથે ઓછી માહિતી શેર કરે છે, તેથી આ શેરોમાં ઇનસાઇડર ટ્રેડિંગની વધુ શક્યતા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર