₹1.85થી ₹97: દોઢ વર્ષમાં આ પેની સ્ટોકમાં રોકાણકારોને મળ્યું 5150% વળતર, શું તમારી પાસે છે?

મલ્ટીબેગર સ્ટોક

Multibagger stock: છેલ્લા છ મહિના દરમિયાન આ પેની સ્ટોક 13.55 રૂપિયા પ્રતિ શેરના સ્તરથી 97.25 રૂપિયાના સ્તર સુધી પહોંચ્યો છે.

  • Share this:
    મુંબઈ. Multibagger stock: કોવિડ-19ની પહેલી લહેર પછી એટલે કે છેલ્લા દોઢ વર્ષમાં અનેક શેરે રોકાણકારોને ખૂબ સારું વળતર આપ્યું છે. 2021ના વર્ષના મલ્ટીબેગર શેર (ખૂબ વધારે વળતર આપનારા શેર)ની યાદી તપાસીએ તો તેમાં પેની સ્ટોક્સ (Penny stocks) પણ સામેલ છે. ટાટા ટેલીસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિટેડ (Tata Teleservices (Maharashtra) Limited) આવો જ એક મલ્ટીબેગર પેની સ્ટોક (Multibagger penny stock) છે. આ મલ્ટીબેગર શેર ₹1.85 (3 એપ્રિલ, 2020 NSE પર બંધ ભાવ) પ્રતિ શેરના સ્તરથી ₹97.25 (25 નવેમ્બર, 2021 બંધ ભાવ NSE) સુધી પહોંચ્યો છે. આ દરમિયાન રોકાણકારોને 5150% વળતર મળ્યું છે. એટલે કે ફક્ત દોઢ જ વર્ષમાં આ શેરની ખરીદી કરનારા રોકાણકારો માલામાલ થયા છે.

    શેરની કિંમત પર નજર

    Tata Teleservices (Maharashtra) Limited શેરની કિંમતના ઇતિહાસ પર નજર કરીએ તો છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશન દરમિયાન આ શેરમાં પાંચ ટકાની અપર સક્રિટ લાગી છે. આ દરમિયાન શેરની 21.50 ટકા વધ્યો છે.

    -છેલ્લા એક મહિનાની વાત કરીએ તો આ શેર 53 રૂપિયાથી વધીને 97.25 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન શેરની કિંમતમાં 85%નો વધારો જોવા મળ્યો છે.

    - છેલ્લા છ મહિનામાં આ શેર 13.55 રૂપિયા પ્રતિ શેરના સ્તરથી 97.25 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન શેરમાં 600 ટકા વળતર જોવા મળ્યું છે.

    - છેલ્લા એક વર્ષમાં આ મલ્ટીબેગર પેની સ્ટોક 7.45 રૂપિયાના સ્તરથી 97.25 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન રોકાણકારોને 1200 ટકા વળતર મળ્યું છે.

    - છેલ્લા દોઢ વર્ષમાં આ શેર 1.85 રૂપિયાના સ્તરથી વધીને 97.25 રૂપિયાના સ્તર સુધી પહોંચ્યો છે. આ દરમિયાન શેરધારકોને 5150% વળતર મળ્યું છે.

    રોકાણ પર અસર

    - ટાટા ટેલીસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિડેટના શેરની કિંમતના ઇતિહાસ પર નજર કરતા એવો અંદાજ લગાવી શકાય કે જો કોઈએ એક અઠવાડિયા પહેલા આ શેરમાં 80.05 રૂપિયા પ્રતિ શેર લેખે 1 લાખનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 1.21 લાખ રૂપિયા હોય.

    - જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે 1 લાખનું રોકાણ 1.85 લાખ રૂપિયા બની ગયું હોય.

    - જો કોઈ રોકાણકારે છ મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે એક લાખ રૂપિયાની કિંમત 7 લાખ રૂપિયા બની જાત.

    આ પણ વાંચો: Multibagger stock: ₹6થી ₹188: આ નાના શેરમાં રોકાણકારોને એક વર્ષમાં મળ્યું 3,000% વળતર, ₹1 લાખ બની ગયા ₹31

    - આવી જ રીતે જો કોઈએ આ પેની સ્ટોકમાં એક વર્ષ પહેલા 1 લાખનું રોકાણ કર્યું હોય અને આજ દિવસ સુધી તે રોકાણ જાળવી રાખ્યું હોય તો આજે તે 1 લાખની કિંમત 13 લાખ રૂપિયા હોય.

    - દોઢ વર્ષ પહેલા 1.85 રૂપિયા પ્રતિ શેરના હિસાબે કોઈએ આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે 1 લાખ રૂપિયાની કિંમત 52.50 લાખ રૂપિયા હોય.

    ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી રોકાણ અંગે કોઈ જ સલાહ આપવામાં આવતી નથી.
    Published by:Vinod Zankhaliya
    First published: