Home /News /business /Multibagger Penny stock: ₹2.75થી ₹178.30, ટાટા જૂથની આ કંપનીએ 2021માં રોકાણકારોને કરી દીધા ન્યાલ!
Multibagger Penny stock: ₹2.75થી ₹178.30, ટાટા જૂથની આ કંપનીએ 2021માં રોકાણકારોને કરી દીધા ન્યાલ!
પેની સ્ટૉક
Multibagger penny stock Tata Teleservices: છેલ્લા એક અઠવાડિયામાં આ મલ્ટીબેગર પેની સ્ટૉક 162 રૂપિયાથી વધીને 178.30 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન રોકાણકારોને આશરે 10 ટકા રિટર્ન મળ્યું છે.
નવી દિલ્હી. Multibagger stocks: કોરોના વાયરસના હાહાકાર વચ્ચે પણ 2021ના વર્ષમાં અનેક શેરે ખૂબ સારું એવું વળતર આપ્યું છે. 2021ના વર્ષના મલ્ટીબેગર સ્ટૉકની યાદી જોઈએ તો તે ખૂબ મોટી છે. આ વર્ષે મલ્ટીબેગર સ્ટૉકની યાદીમાં અમુક પેની સ્ટૉક્સ (Penny stocks) પણ સામેલ છે. ટાટા ટેલીસર્વિસિસ શેર (Tata Teleservices share) આવો જ એક મલ્ટીબેગર પેની સ્ટૉક (Multibagger penny stock) છે. આ વર્ષે અત્યારસુધી ટાટા ટેલિસર્વિસિસ શેર 2.75 રૂપિયાના સ્તરથી વધીને 178.30 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. એટલે કે આ શેર એક જ વર્ષમાં આશરે 65 ગણો વધ્યો છે.
ટાટા ટેલિસર્વિસિસ શેરની કિંમત
>> છેલ્લા એક અઠવાડિયામાં આ મલ્ટીબેગર પેની સ્ટૉક 162 રૂપિયાથી વધીને 178.30 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન રોકાણકારોને આશરે 10 ટકા રિટર્ન મળ્યું છે.
>> છેલ્લા એક મહિનામાં ટાટા ટેલીસર્વિસિસ શેર 107.20 રૂપિયાના સ્તરથી વધીને 178.30 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન રોકાણકારોને 66 ટકા વળતર મળ્યું છે.
>> છેલ્લા છ મહિનાની વાત કરીએ તો આ શેર 40.50 રૂપિયા પ્રતિ શેરના સ્તરથી વધીને 178.30 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન રોકાણકારોને 340 ટકા વળતર મળ્યું છે.
>> છેલ્લા એક વર્ષની વાત કરીએ તો આ શેર 7.85 રૂપિયાના સ્તર પરથી વધીને 178.30 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન રોકાણકારોને 2200 ટકા વળતર મળ્યું છે.
>> 16 ઓક્ટોબર, 2020ના રોજ આ શેરની કિંમત 2.75 રૂપિયા હતી. ત્યાંથી આ શેર વધીને 178.30 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. એટલે કે રોકાણકારોને આ દરમિયાન 6,400 ટકા વળતર મળ્યું છે. એવું કહી શકાય કે આશરે એક વર્ષમાં જ રોકાણકારો આ શેરમાં માલામાલ થઈ ગયા છે.
>> ટાટા ટેલિસર્વિસિસની પ્રાઇસ હિસ્ટ્રીને ધ્યાનમાં રાખીને જો રોકાણ પરની અસર તપાસીએ તો જો કોઈ રોકાણકારો એક અઠવાડિયા પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે 1 લાખની કિંમત 1.10 લાખ રૂપિયા હોય.
>> આ જ રીતે એક મહિના પહેલા 1 લાખનું રોકાણ આજે 1.66 લાખ રૂપિયા બની ગયું હોય.
>> જો કોઈ રોકાણકારે છ મહિના પહેલા ટાટા ટેલિસર્વિસિસના શેરમાં 1 લાખ રૂપિયાનું રોાકણ કર્યું હોય તો આજે તે 1 લાખની કિંમત 4.40 લાખ રૂપિયા હોય.
>> આવી જ રીતે જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે 1 લાખ રૂપિયાની કિંમત 23 લાખ રૂપિયા હોય.
>> 16 ઓક્ટોબર, 2020ના રોજ જો કોઈ રોકાણકારે 2.75 રૂપિયા પ્રતિ શેરના ભાવે આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેનું રોકાણ આશરે 65 લાખ રૂપિયા બની ગયું હોય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર