Home /News /business /5 વર્ષમાં આ Multibagger Penny સ્ટોકે રોકાણકારોને રૂ. 1 લાખના આપ્યા રૂ. 82 લાખ, શું તમારી પાસે છે?

5 વર્ષમાં આ Multibagger Penny સ્ટોકે રોકાણકારોને રૂ. 1 લાખના આપ્યા રૂ. 82 લાખ, શું તમારી પાસે છે?

પેની સ્ટૉક

Multibagger stock: લગભગ 6 મહિના પહેલા આ સ્ટોક પેની સ્ટોક્સમાંનો એક હતો, કારણ કે તેની કિંમત રૂ. 10 આસપાસ હતી. જોકે, છેલ્લા એક વર્ષમાં સ્ટોકમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. જેના કારણે 2021 માં મલ્ટીબેગર સ્ટોક્સની લિસ્ટમાં તે સામેલ થયો છે.

    મુંબઇ. Multibagger stocks: સામાન્ય રીતે પેની સ્ટોક (Penny stocks)માં રોકાણ કરવામાં જોખમ ઘણું ઊંચું અને વધારે હોય છે. જે હાઈ રિસ્ક રોકાણકારો (high risk investors) પ્રાઈઝ અને વેલ્યૂ વચ્ચેનો ફેર સમજે છે, તેઓ આવા લૉ લિક્વિડ શેરોમાં પણ રોકાણ કરવાને પ્રાથમિકતા આપે છે. આવા રોકાણકારો પ્રમાણે જો પેની સ્ટૉકમાં જો તે 'માર્જિન ઑફ સેફ્ટી'ના પેરામીટર બરાબર હોય તો આવા પેની સ્ટોક (Penny Stocks)માં રોકાણ કરવામાં કોઈ નુકસાન નથી.

    મોટાભાગના માર્કેટ મેગ્નેટ માને છે કે જો કોઈ કંપનીની ઈન્ટ્રિન્સિક વેલ્યૂ કંપનીના શેરની કિંમત કરતા વધારે હોય, તો પછી સ્મોલ-કેપ (Small cap), લાર્જ-કેપ (Large cap) અથવા પેની સ્ટોકને ધ્યાનમાં લીધા વિના વ્યક્તિ આવા શેરોમાં ચોક્કસપણે રોકાણ કરી શકે છે. જોકે, રોકાણકર્યા બાદ ધ્યાનમાં રાખવું કે શક્ય હોય તેટલા લાંબાગાળા સુધી સ્ટોકમાં રોકાણ કરી રાખવું જોઈએ, કારણ કે વેલ્યૂ ઈન્વેસ્ટર માટે તેની ધીરજ એ સૌથી મહત્વપૂર્ણ છે. સિંધુ ટ્રેડ લિંક્સ લિમિટેડના શેર (Sindhu Trade Links Ltd shares) તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

    આ મિડ-કેપ સ્ટોક (mid-cap stock) એવા મલ્ટીબેગર શેરોમાંનો એક છે, જે વર્ષોથી તેના રોકાણકારોને ખૂબ સારુ રિટર્ન આપે છે. આ મિડ-કેપ સ્ટોક 2022 માટે પોટેન્શિયલ મલ્ટીબેગર સ્ટોક્સ પૈકીનો એક છે. જણાવી દઈએ કે તે તેના શેરધારકોને 90 ટકાથી વધુ રિટર્ન આપી ચૂક્યો છે. લગભગ 6 મહિના પહેલા આ સ્ટોક પેની સ્ટોક્સમાંનો એક હતો, કારણ કે તેની કિંમત રૂ. 10 આસપાસ હતી. જોકે, છેલ્લા એક વર્ષમાં સ્ટોકમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. જેના કારણે 2021 માં મલ્ટીબેગર સ્ટોક્સની લિસ્ટમાં તે સામેલ થયો છે. 5 વર્ષમાં આ સ્ટોક રૂ. 1.69 થી વધીને રૂ. 139.25 થયો હતો. નોંધનીય છે કે આ ઉછાળો લગભગ 8100 ટકાનો છે.

    સિંધુ ટ્રેડ લિમિટેડ શેર પ્રાઈઝ હિસ્ટ્રી

    છેલ્લા એક મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોક રૂ. 87.81થી વધીને રૂ. 239.25 સુધી પહોંચ્યો છે, આ લગભગ 60 ટકા વધારો છે. યર-ટુ-ડેટ (YTD)માં આ મિડ-કેપ સ્ટોક રૂ. 72.84થી વધીને રૂ. 239.25એ પહોંચ્યો છે. વર્ષ 2022માં 90 ટકાથી વધુનો વધારો છે. છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો આ મલ્ટીબેગર પેની સ્ટોકમાં નોંધપાત્ર વધારો થયો છે અને તે રૂ. 9.70 પ્રતિ શેરથી રૂ. 139.25 પ્રતિ શેર પર પહોંચ્યો છો. આ વધારો લગભગ 1350 ટકાનો રહ્યો છે.

    છેલ્લા એક વર્ષમાં આ મલ્ટીબેગર પેની સ્ટોક રૂ. 6.62થી રૂ. 239.25 સુધી વધ્યો છે. કોવિડ-હિટ દરમિયાન આ શેરમાં 2,000 ટકાથી વધુનો વધારો છે. છેલ્લાં 5 વર્ષમાં આ શેર BSE પર રૂ. 1.69થી રૂ. 239.25 પર પહોંચ્યો છે. આ વધારો લગભગ 82 ગણો છે.

    આ પણ વાંચો: આ મલ્ટીબેગર પેની સ્ટોકે આપ્યું જંગી વળતર, માત્ર 2 વર્ષમાં રૂ. 1 લાખમાંથી થયા રૂ. 59 લાખ

    રોકાણ પર અસર

    સિંધુ ટ્રેડ લિંક્સ લિમિટેડના શેરની પ્રાઈઝ હિસ્ટ્રી પર નજર કરતા કહી શકાય કે જો કોઈ રોકાણકારે 1 મહિના પહેલા આ મલ્ટીબેગર સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય, તો તેને આજે રૂ. 1.60 લાખ મળશે. જ્યારે યર ટુ ડેટમાં તે રૂ. 1.90 લાખ થયા હોત. જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા આ મલ્ટીબેગર પેની સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય, તો તેનું એ રોકાણ આજે રૂ. 14.50 લાખ થશે. જો રોકાણકારે એક વર્ષ પહેલા આ પેની સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય તો આજે તે રૂ. 21 લાખ થયા હોય.

    જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલાં આ શેરમાં 1.69ના સ્તરે રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય અને રોકાણ જાળવી રાખ્યું હોય તો આ શેર આજે રૂ. 82 લાખથી વધુની કિંમત પર પહેંચી ગયા હશે.

    સિંધુ ટ્રેડ લિન્ક લિમિટેડ શેર: ફંડામેન્ટલ સિગ્નલ

    FY22ના Q3માં કંપનીએ ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર (quarter-on-quarter, QoQ) અનુસાર કોન્સોલિડેટેડ નેટ રેવન્યૂમાં 42.47 ટકાનો વધારો નોંધાવ્યો છે. યર ઓન યર ( year-on-year ,YoY) મુજબ કંપનીની કોન્સોલિડેટેડ નેટ રેવન્યૂમાં 36.24 ટકાનો વધારો થયો છે. ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર તેનો EBIDTA 303 ટકા નજીક અને 160 ટકા યર ઓન યર નજીક પહોંચ્યો છે. ટેક્સ પછી નેટ પ્રોફિટ 200 ટકા વધ્યો છે, જ્યારે યર ઓન યરના આધારે આ 160 ટકા છે.

    કંપની આગામી સમયમાં NSE પર પણ લિસ્ટિંગ કરવા વિશે વિચારી રહી છે. BSE સાથેના લેટેસ્ટ એક્સચેન્જ પ્રમાણે કંપનીના સ્ક્રીપમાં વિઝિબિલિટી અને લિક્વિડિટી વધારવા માટે કંપનીના મેનેજમેન્ટે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) પર પણ લિસ્ટિંગ કરવાનું નક્કી કરી રહ્યું છે. કંપની NSE ડાયરેક્ટ લિસ્ટિંગ (મેઈનબોર્ડ)ના માપદંડોને પૂર્ણ કરે છે.

    આ પણ વાંચો:  અમેરિકામાં મોંઘવારી 40 વર્ષની ટોચે અને ભારતમાં સેન્સેક્સમાં ગાબડું!

    શેર સ્પ્લિટ અપ્રુવલ

    લોજિસ્ટિક્સ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તાજેતરમાં શેરના સબડિવિઝનને મંજૂરી આપી છે. કંપની મેનેજમેન્ટે BSEને શેરના સબડિવિઝન વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સભ્યોની મંજૂરીને આધારે કંપનીના ઈક્વિટી શેરની કિંમત રૂ. 10થી રૂ. 1 સુધી સબડિવિઝનને આધારે વહેંચવામાં આવ્યું છે.

    બેન્ક ડેટમાં ઘટાડો

    ડેટ ફ્રી (debt-free) થવાના કંપનીના મેનેજમેન્ટના નિર્ણયને લઈને કંપનીએ તેના બેંક ડેટમાં રૂ. 1041.5 મિલિયનનો ઘટાડો કર્યો છે, જે છેલ્લા 15-18 મહિનામાં બેંક ડેટના લગભગ 1/3 ભાગનું છે. કંપનીનો બેંક ડેટ ઘટાડવા માટેના પગલા ગત નાણાંકીય વર્ષ દરમ્યાન શરૂ કરવામાં વ્યા હતા. કોવિડ-19 મહામારીના કારણે તમામને ખૂબ નુક્શાનનો સામનો કરવો પડ્યો છે. જો કે મહામારીના અંત પછી દર ત્રિમાસિક ગાળામાં બેંક ડેટ ઘટાડવા માટેના પગલા લેવામાં આવી રહ્યાં છે, જેથી 2023માં ડેટ ફ્રી થવાના નિર્ણયને અમલી બનાવી શકાય. ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ નવ મહિનામાં કંપની દ્વારા રૂ. 78.47 કરોડ બેન્ક ડેટની ચૂકવણી કરવામાં આવી છે.

    આ પણ વાંચો: આ પાંચ Multibagger સુગર સ્ટોક્સે 1 વર્ષમાં આપ્યું 300%થી વધુ Return

    સિંધુ ટ્રેડ લિન્ક લિમિટેડ વિશે વધુ માહિતી

    BSE લિસ્ટેડ સ્ટોક રૂ. 147.55ની કિંમત સાથે લાઈફ ટાઈમ હાઈ નજીક છે, જ્યારે તેની 52-અઠવાડિયાની નીચી સપાટી રૂ. 5.32 છે. તેની કરંટ માર્કેટિંગ કેપિટલ રૂ. 7,157 કરોડ છે અને પર શેર તેની બુક વેલ્યુ 13.23 છે. કંપનીનું કરંટ ટ્રેડ વોલ્યુમ 2,60,815 છે જે 20 દિવસના એવરેજ વોલ્યુમ 1,44,443 કરતાં વધારે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger stocks, Penny stocks, Share market

    विज्ञापन
    विज्ञापन