Multibagger Penny Stock: આ દિવસોમાં શેરબજારની હાલત ખરાબ છે. રોકાણકારો નાણા ગુમાવી રહ્યા છે. નવા રોકાણકારો બજારથી દૂર જઈ રહ્યા છે. પરંતુ આ વિકટ પરિસ્થિતિમાં પણ કેટલાક શેર એવા છે જેણે તેમના રોકાણકારોને નિરાશ કર્યા નથી. ઉલટા લોકોને માલામાલ બનાવ્યા છે.
અહીં અમે પેની સ્ટોક વિશે વાત કરી રહ્યા છીએ.
BLS ઇન્ફોટેક લિમિટેડના શેરની ગણતરી આમ તો ચિલ્લરમાં પણ નથી થતી, પરંતુ વળતરની દ્રષ્ટિએ, તેણે સારા સારા દિગ્ગજોને હરાવ્યા છે. BLS ઇન્ફોટેક લિમિટેડના શેરે છેલ્લા એક વર્ષમાં 3,057.89 ટકા વળતર આપ્યું છે. એક વર્ષની અંદર આ સ્ટોક 19 પૈસાથી વધીને રૂ.6 પર પહોંચી ગયો છે.
BLS Infotech Limited એ એક ભારતીય કંપની છે અને તે માહિતી ટેકનોલોજી-IT સંબંધિત સેવાઓ પૂરી પાડે છે. આ કંપનીની સ્થાપના 1985માં થઈ હતી. તે સમયે તેનું નામ અપ્પુ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ (Appu Industries Pvt Ltd) હતું. 1993માં તે પ્રાઈવેટ લિમિટેડમાંથી લિમિટેડ કંપની બની. તે સમયે તે કોમ્પ્યુટર શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલ હતી. 2009 માં તેનું નામ બદલીને BLS ઇન્ફોટેક લિમિટેડ કરવામાં આવ્યું.
જો આપણે BLS ઈન્ફોટેક લિમિટેડના સ્ટોક ઈતિહાસ પર નજર કરીએ તો એક વર્ષ પહેલા એટલે કે 17 મે, 2021ના રોજ કંપનીનો સ્ટોક 19 પૈસા પ્રતિ શેરના સ્તરે હતો. અને તે જ શેર આજે રૂ.6 પર ટ્રેડ થઈ રહ્યો છે. માત્ર એક વર્ષમાં, આ શેરે તેના રોકાણકારોને 3,057.89% વળતર આપ્યું છે. જો કે, ગયા મહિને 22 એપ્રિલના રોજ, શેર પણ રૂ. 8.12ના મહત્તમ સ્તરને સ્પર્શ્યો હતો.
જો આપણે છ મહિના પહેલાની વાત કરીએ તો નવેમ્બર 2021માં આ સ્ટોક 37 પૈસા પર હતો. BLS ના સ્ટોકે આ છ મહિનામાં 1,521.62% વળતર આપ્યું છે.
જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા BLS ઈન્ફોટેકના શેર 19 પૈસા પ્રતિ શેર ખરીદીને રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો આજે તેની રકમ વધીને રૂ. 31.57 લાખ થઈ ગઈ હોત. જો કોઈ રોકાણકારે છ મહિના પહેલા રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેના નાણાં વધીને રૂ. 16.21 લાખ થયા હોત.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માહિતીના હેતુ માટે છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. News18 ગુજરાતી કોઈને પણ પૈસા રોકાણ કરવાની સલાહ નથી આપતું.)
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર