Home /News /business /

Multibagger Penny stock: આ સ્ટોકે ત્રણ જ મહિનામાં રોકાણકારોને કરી દીધા માલામાલ, 1 લાખના બનાવી દીધા 2.5 કરોડ રૂપિયા

Multibagger Penny stock: આ સ્ટોકે ત્રણ જ મહિનામાં રોકાણકારોને કરી દીધા માલામાલ, 1 લાખના બનાવી દીધા 2.5 કરોડ રૂપિયા

શેર માર્કેટ વળતર

Multibagger Penny stock: છેલ્લા એક સપ્તાહમાં આ મલ્ટીબેગર પેની સ્ટોક તમામ 5 કારોબારી સત્રોમાં 5%ની ઉપલી સર્કિટને હીટ થયો છે. શેરધારકોને તેણે આ સમયગાળામાં લગભગ 21.50 ટકા વળતર આપ્યું છે.

મુંબઈ. Multibagger stock: પેની સ્ટૉકમાં નાણાંનું રોકાણ કરવું ખૂબ જોખમી હોય છે, કારણ કે તે ટૂંકા ટ્રિગર્સ પર અત્યંત અસ્થિર બની જાય છે. પરંતુ શેરબજારમાં સફળતાનો મંત્ર જ આ છે કે, 'ખરીદો, વેચો અને ભૂલી જાઓ'. તમે જેટલી ધીરજ બતાવશો તેટલો વધુ ફાયદો તમને મળતો રહેશે. બજારમાં આવા ઘણા શેર છે, ખાસ કરીને પેની સ્ટોક્સ (Penny stocks), જેણે તેમના રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે. SEL મેન્યુફેક્ચરિંગ કંપનીનો શેર (SEL Manufacturing Company share) તેનું સૌથી મોટું ઉદાહરણ છે. આ મલ્ટીબેગર પેની સ્ટોક (Multibagger penny stock) છેલ્લા 3 મહિનામાં રૂ. 0.35 (NSE 27 ઓક્ટોબર 2021ના રોજ બંધ ભાવ)થી વધીને રૂ. 87.45 પર પહોંચી ગયો છે. આટલા ઓછા સમયમાં આ સ્ટોક લગભગ 24,900% વધ્યો છે.

SEL મેન્યુફેક્ચરિંગ સ્ટોક વળતર

છેલ્લા એક સપ્તાહમાં આ મલ્ટીબેગર પેની સ્ટોક તમામ 5 કારોબારી સત્રોમાં 5%ની ઉપલી સર્કિટને હીટ થયો છે. શેરધારકોને તેણે આ સમયગાળામાં લગભગ 21.50 ટકા વળતર આપ્યું છે. આ વર્ષ માટે પણ તે સંભવિત મલ્ટીબેગર સ્ટોક પૈકીનો એક છે, કારણ કે આજ વર્ષે એટલે કે જાન્યુઆરી મહિનામાં આ શેર રૂ. 44.40થી વધીને રૂ. 87.45 થયો છે. આ વર્ષે તેને તેના શેરધારકોને લગભગ 97% વળતર મળ્યું છે. આથી, પેની સ્ટોકને 2022 માટે પણ સંભવિત મલ્ટીબેગર પેની સ્ટોક પૈકી એક તરીકે ગણી શકાય.

ત્રણ જ મહિનામાં રોકાણકારો માલામાલ

છેલ્લા બે મહિનામાં આ મલ્ટીબેગર શેરની કિંમત શેર લેવલ દીઠ રૂ. 27.45થી વધીને રૂ. 87.45 થઇ ગઇ છે. આ સમયગાળામાં લગભગ 220 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા 3 મહિનામાં આ પેની સ્ટોક 0.35 રૂપિયાથી વધીને 87.45 રૂપિયા થઈ ગયો છે, જે આ સમયગાળામાં 250 ગણો વધી ગયો છે.

રોકાણ પર અસર

SEL મેન્યુફેક્ચરિંગ કંપનીના શેર હિસ્ટ્રી પર નજર કરીએ તો, જો કોઈ રોકાણકારે એક સપ્તાહ પહેલા આ પેની સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેના રૂ. 1 લાખ આજે રૂ. 1.21 લાખ બની ગયા હોત. જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ મલ્ટીબેગર પેની સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેના 1 લાખ રૂ. 3.20 લાખ થઈ ગયા હોત.

આ પણ વાંચો: Ashish Kacholia portfolio: આશીષ કચોલિયાએ ટેબલવેર મેકરમાં કર્યું રોકાણ, જાણો કઈ કંપનીના શેર ખરીદ્યા

તેવી જ રીતે, જો કોઇ રોકાણકારે આ મલ્ટીબેગર પેની સ્ટોકમાં રૂ. 0.35 પ્રતિ શેરના ભાવથી ત્રણ મહિના પહેલા પહેલા રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો આજે તેના 1 લાખ રૂ. 2.50 કરોડ બની ગયા હોય.

પ્રમોટરોએ શું કહ્યું?

Arr Ess લીડિંગ એજ પ્રાઈવેટ લિમિટેડ કે જેમની પાસે મેન્યુફેક્ચરિંગ કંપનીના શેરના લગભગ 75 ટકા ભાગ છે, તેમણે હાલમાં જ ભારતીય એક્સચેન્જોને જાણ કરી છે કે, તેણે SEL મેન્યુફેક્ચરિંગ કંપનીના શેર SBICAP ટ્રસ્ટી કંપનીની તરફેણમાં ગીરવે મૂક્યા છે.

આ પણ વાંચો: Multibagger Stocks: બ્રાઇટકોમ ગ્રુપના સ્ટૉકે ત્રણ વર્ષમાં આપ્યું 7,000% વળતર, બોનસ શેર આપવાની તૈયારી કરી રહી છે કંપની

કંપનીના પ્રમોટરોએ માહિતી આપી છે કે, "અમે તમને જણાવવા માંગીએ છીએ કે અમે, SEL મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડના પ્રમોટર AR AS લીડિંગ એજ પ્રાઇવેટ લિમિટેડ, SBICAP ટ્રસ્ટી કંપની લિમિટેડની તરફેણમાં 89,46,369 ઇક્વિટી શેર ગિરવી મૂક્યાં છે.”
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Multibagger stocks, Penny stocks, Share market

આગામી સમાચાર