Home /News /business /રૂ.9.75થી રૂ.209.85: આ મલ્ટીબેગર પેની સ્ટોકે 3 મહિનામાં કર્યા માલામાલ, આપ્યું 2000% વળતર

રૂ.9.75થી રૂ.209.85: આ મલ્ટીબેગર પેની સ્ટોકે 3 મહિનામાં કર્યા માલામાલ, આપ્યું 2000% વળતર

પેની સ્ટૉક

Multibagger Penny Stocks: એસઈએલ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડનો શેર છેલ્લા ૩ મહિનામાં રૂ.9.75થી વધીને રૂ.209.95ના સ્તરે પહોંચ્યો હતો, જે આ ગાળામાં 2000 ટકાથી વધુ વળતર દર્શાવે છે.

મુંબઈ. પેની સ્ટોક (Penny Stocks)માં રોકાણ કરવું જોખમી છે, કારણ કે આવા શેરો એક જ ટ્રિગર પછી સર્કિટ સ્ટોકમાં સર્કિટ કરે છે. જોકે, હાઈ રિસ્ક ટ્રેડર્સ ઓછા લિક્વિડ પેની શેરોમાં રોકાણ (Investment) કરે છે, કારણ કે તેઓ ક્વિક ટાઈમમાં મલ્ટીબેગર રિટર્ન (Multibagger Return) આપે છે. સ્મોલ-કેપ સ્ટોક, એસઈએલ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ (SEL Manufacturing Company Ltd) તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ મલ્ટીબેગર પેની શેર (Multibagger Penny Stocks) રૂ.9.75 (NSE પર 16 નવેમ્બર, 2021ના બંધ ભાવ)થી વધીને આજે રૂ.209.85 ની સપાટીએ પહોંચી ગયો છે. જેણે છેલ્લા 3 મહિનામાં 2000 ટકાથી વધુ વળતર આપ્યું છે.

SEL મેન્યુફેક્ચર કંપનીના શેરના ભાવ

છેલ્લા એક સપ્તાહમાં આ મલ્ટીબેગર સ્ટોક રૂ.172.75થી વધીને રૂ.209.85ના સ્તરે પહોંચ્યો છે. જે તમામ 5 ટ્રેડ સેશનમાં 5 ટકાની અપર સર્કિટને પહોંચી ગયો છે અને 21.50 ટકાની મજબૂતી સાથે બંધ થયો છે. છેલ્લા એક મહિનામાં, 2022નો આ મલ્ટીબેગર સ્ટોક રૂ.72થી વધીને રૂ.209.85ની સપાટીએ પહોંચી ગયો છે, જે આ સમયગાળામાં લગભગ 190 ટકાનો વધારો દર્શાવે છે. છેલ્લા 2 મહિનામાં, આ મલ્ટીબેગર સ્ટોક રૂ.24.95 (16 ડિસેમ્બર, 2021ના બંધ ભાવ)થી વધીને આજે રૂ.209.85ની સપાટીએ પહોંચી ગયો છે. જે આ ઓછા સમયમાં લગભગ 740 ટકાનો વધારો દર્શાવે છે.

એ જ રીતે આ પેની શેર છેલ્લા ૩ મહિનામાં રૂ.9.75થી વધીને રૂ.209.95ના સ્તરે પહોંચ્યો હતો, જે આ ગાળામાં 2000 ટકાથી વધુ વળતર દર્શાવે છે.

આ પણ વાંચો: શું રિટેલ રોકાણકારો માટે ટીસીએસની શેર બાયબેક ઑફર સારી તક છે?

રૂપિયા 1 લાખમાંથી રૂપિયા 21.50 લાખ

જો કોઈ રોકાણકારે એક અઠવાડિયા પહેલા આ સ્મોલ-કેપ સ્ટોકમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હશે તો તેના રૂ.1 લાખ આજે રૂ.1.21 લાખ થઈ ગયા હશે. જો કોઈ રોકાણકારે બે મહિના પહેલાં આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે અને આજ સુધી તેમાં રોકાણ જાળવી રાખ્યું હશે તો તેના રૂ.1 લાખ આજે રૂ.8.40 લાખ થઈ ગયા હશે. જો કોઈ રોકાણકારે આ શેરમાં 3 મહિના પહેલાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હશે અને આ સમગ્ર સમયગાળા દરમિયાન મલ્ટીબેગર પેની સ્ટોકમાં રોકાણ કર્યું હશે, તો તેના રૂ.1 લાખ આજે રૂ.21.50 લાખ થઈ ગયા હશે.

આ પણ વાંચો: એલઆઈસી સંચાલિત યુલિપના આ સ્ટોક્સ પર રાખો નજર, ચમકાવી શકે છે તમારી કિસ્મત

વર્તમાન બજાર મૂડી રૂ.6 કરોડ

સ્મોલ-કેપ મલ્ટીબેગર સ્ટોકની વર્તમાન બજાર મૂડી માત્ર રૂ.6 કરોડ છે. હાલમાં, તે તેની ઓલટાઇમ હાઇ પર ટ્રેડ કરી રહ્યું છે જ્યારે એનએસઈ પર તેની 52-અઠવાડિયાની નીચી સપાટી રૂ.1.35 છે. વર્તમાન ટ્રેડ વોલ્યુમ 7 છે, જે તેના 20 દિવસના સરેરાશ વોલ્યુમ 183 કરતા ઘણું ઓછું છે. શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે, આ એક હાઇ બીટા સ્ટોક છે અને હાલમાં તે ખૂબ જ નીચા વોલ્યુમ સાથે 'સર્કિટ ટુ સર્કિટ સ્ટોક' બની ગયો છે અથવા નહિવત વોલ્યુમ કહી શકાય.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Multibagger stocks, Penny stocks, Share market, Stock market

विज्ञापन
विज्ञापन