Home /News /business /Multibagger stock: 19 રૂપિયાનો શેર છ મહિનામાં 494 રૂપિયાનો થયો, રોકાણકારોને મળ્યું 2,455% વળતર, શું તમારી પાસે છે?

Multibagger stock: 19 રૂપિયાનો શેર છ મહિનામાં 494 રૂપિયાનો થયો, રોકાણકારોને મળ્યું 2,455% વળતર, શું તમારી પાસે છે?

Penny stock: છ મહિના પહેલા જો કોઈએ આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 25.55 લાખ રૂપિયા હોય. 21 ટ્રેડિંગ સેશનમાં આ શેર 177.79% તેજી જોવા મળી છે.

Penny stock: છ મહિના પહેલા જો કોઈએ આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 25.55 લાખ રૂપિયા હોય. 21 ટ્રેડિંગ સેશનમાં આ શેર 177.79% તેજી જોવા મળી છે.

નવી દિલ્હી: 2021ના વર્ષમાં એવા અનેક શેર્સ જોવા મળ્યા છે જેમણે રોકાણકારોને માલામાલ (Multibagger stocks 2021) કરી દીધા હોય. આશ્ચર્ય વચ્ચે મલ્ટીબેગર રિટર્ન આપનારા શેરમાં પેની સ્ટૉક્સ (multibagger penny stock) પણ સામેલ છે. એટલે કે નિષ્ણાતોની સલાહ લઈને પેની સ્ટૉક્સમાં પણ રોકાણ કરી શકાય છે. આવા સ્ટૉક્સ પણ તમને અનેકગણું વળતર (investment return) આપી શકે છે. આજે અમે તમને એક એવા જ પેની સ્ટૉક વિશે જણાવી રહ્યા છીએ. આવા સ્ટૉકની કિંમત ખૂબ ઓછી હોય છે અને બજારમાં તેનું વોલ્યૂમ પણ ખૂબ ઓછું હોય છે. આજે આવા જ એક શેર રઘુવીર સિન્થેટિક્સ (Raghuvir Synthetics) શેર વિશે જાણીએ.

19 રૂપિયાનો શેર 494 રૂપિયાનો થયો

રઘુવીર સિન્થેટિક્સ (Raghuvir Synthetics)ના શેરે છેલ્લા છ મહિનામાં રોકાણકારોને 2,455% વળતર આપ્યું છે. આ પેની સ્ટૉક આ વર્ષે ચોથી જૂન, 2021ના રોજ 9.33 રૂપિયાના સ્તર પર હતો. સોમવારે આ શેર બીએસઈ પર 52 અઠવાડિયાની પોતાની સર્વોચ્ચ સપાટી 494.05 રૂપિયા પર પહોંચ્યો હતો.

છ મહિનામાં 1 લાખ રૂપિયા બની ગયા 25 લાખ રૂપિયા

છ મહિના પહેલા જો કોઈએ આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 25.55 લાખ રૂપિયા હોય. 21 ટ્રેડિંગ સેશનમાં આ શેર 177.79% તેજી જોવા મળી છે.

રઘુવીર સિન્થેટિક્સનો શેર હાલ 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ ઉપર છે. કંપનીની માર્કેટ કેપ વધીને 1,914 કરોડ રૂપિયા થઈ છે. સોમવારે બીએસઈ પર 5,824 શેરમાં 28.77 લાખ રૂપિયાનો બિઝનેસ થયો હતો.

આ પણ વાંચો: RateGain IPO: રેટગેનનો આઈપીઓ આજે ખુલ્યો, જાણો તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

કંપનીનો નફો

સપ્ટેમ્બર 2021ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક દરમિયાન ચાર પ્રમોટર પાસે 74.91 ટકા હિસ્સો અથવા 29.02 લાખ શેર અને 3,831 અન્ય શેરધારકો પાસે કંપનીની 25.09 ટકા ભાગીદારી અથવા 9.72 લાખ શેર હતા. માર્ચ 2021ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો 137.50 ટકા વધીને 5.9 કરોડ રૂપિયા રહ્યો હતો. માર્ચ 2020 દરમિયાન કંપનીનો નફો 2.48 કરોડ રૂપિયા હતો.

કંપનીની ઉત્પાદન શ્રેણી

રઘુવીર સિન્થેટિક્સનો શેર છેલ્લા છ મહિનાથી પોતાના પ્રતિસ્પર્ધીઓની સરખામણીમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. રઘુવીર સિન્થેટિક્સ સૌથી મોટી ટેક્સટાઇલ પ્રોસેસિંગ કંપનીમાંની એક છે. કંપનીની ઉત્પાદન શ્રેણીમાં બેડ લિનન/બિસ્તર, પડદા, તકિયા, રસોઈ ઉત્પાદન, રજાઈ, 100% કપાસ પેચ વર્ક વગેરે સામેલ છે.

આ પણ વાંચો: Multibagger Stock: આ કેમિકલ સ્ટૉકે 2021માં આપ્યું 130% વળતર, એક મહિનામાં 35% વધ્યો

ખાસ નોંધ: અહીં આપવામાં આવેલા વિગત ફક્ત જાણકારી માટે છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી. શેર બજારમાં રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
First published:

Tags: Investment, Multibagger Stock, Penny stocks, Share market