Home /News /business /

Multibagger stock: આ મેટલ સ્ટૉકે ફક્ત 14 દિવસમાં આપ્યું 145% વળતર, શું તમારી પાસે છે?

Multibagger stock: આ મેટલ સ્ટૉકે ફક્ત 14 દિવસમાં આપ્યું 145% વળતર, શું તમારી પાસે છે?

મલ્ટીબેગર રિટર્ન (પ્રતીકાત્મક તસવીર)

Multibagger Penny stock: 31 ડિસેમ્બર, 2021ના રોજ સચેતા મેટલ્સ શેર બીએસઈ પર 19.55 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર બંધ રહ્યો હતો. 14મી જાન્યુઆરી, 2022ના રોજ આ શેર 47.55 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર બંધ રહ્યો હતો.

    મુંબઈ. Multibagger stock 2022: નવા વર્ષને 15 દિવસથી વધારે સમય થઈ ગયો છે. શેર બજાર (Indian share market)ના રોકાણકારો 2021ના વર્ષની જેમ 2022ના વર્ષના મલ્ટીબેગર સ્ટૉક (Multibagger stocks of 2022)ને શોધી રહ્યા છે. ગત વર્ષે અનેક સ્ટૉકે મલ્ટીબેગર વળતર (Multibagger return) આપ્યું હતું. આ સ્ટૉક્સમાં પેની સ્ટૉક્સ પણ સામેલ હતા. જોકે, 2022ના વર્ષના 15 દિવસમાં જ એક પેની સ્ટૉક્સ મલ્ટીબેગર વળતર (Multibagger penny stocks) આપી ચૂક્યો છે. આ શેરનું નામ સચેતા મેટલ (Sacheta Metals shares) છે. સચેતા મેટલ્સ એક પેની સ્ટૉક (Penny Stock) છે. સચેતા મેટલ્સનો શેર 2022માં 19.55 રૂપિયાની સપાટીથી 47.55 રૂપિયાની સપાટી પર પહોંચ્યો છે. આ દરમિયાન રોકાણકારોને 145% વળતર મળ્યું છે.

    સચેતા મેટલ્સ શેરની કિંમત પર એક નજર

    31 ડિસેમ્બર, 2021ના રોજ સચેતા મેટલ્સ શેર બીએસઈ (BSE) પર 19.55 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર બંધ રહ્યો હતો. 14મી જાન્યુઆરી, 2022ના રોજ આ શેર 47.55 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર બંધ રહ્યો હતો. એટલે કે આ પેની સ્ટૉકે ફક્ત 14 જ દિવસમાં 145 ટકા વળતર આપ્યું છે.

    પાંચ ટ્રેડિંગ સેશન સુધી અપર સર્કિટ

    ગત અઠવાડિયે તમામ પાંચેય ટ્રેડિંગ સેશન દરમિયાન સચેતા મેટલ્સના શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી. આ દરમિયાન શેર આશરે 21.50 ટકા વધ્યો હતો. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો આ મલ્ટીબેગર શેર 16.95 રૂપિયાના સ્તરથી વધીને 47.55 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન રોકાણકારોને 180 ટકા વળતર મળ્યું છે.

    એક મહિનાથી તેજી

    સચેતા મેટલ્સના શેરની કિંમતના ઇતિહાસ પર નજર કરીએ તો માલુમ પડે છે કે છેલ્લા એક મહિનાથી આ શેરમાં તેજી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી આ શેરમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો ન હતો. એટલું જ નહીં, ભારતીય સ્ટૉક એક્સચેન્જ તરફથી પણ કંપનીને શેરની કિંમતમાં આવેલા અચાનક ઉછાળાનું કારણ પૂછવામાં આવ્યું છે. જોકે, સચેતા મેટલ્સ કંપનીનું કહેવું છે કે શેરની કિંમતમાં આવેલો ઉછાળો માર્કેટને પગલે છે, તેના માટે કંપનીએ કોઈ વિગતો છૂપાવી નથી.

    આ પણ વાંચો: આ મલ્ટીબેગર સ્ટોકે રોકાણકારોને આપ્યું શાનદાર રિટર્ન, એક વર્ષમાં 1 લાખ રૂપિયાના થયા 23 લાખ

    કંપનીનો BSEને જવાબ

    સચેતા મેટલ્સ મેનેજમેન્ટ તરફથી બીએસઈને શેરની કિંમતમાં આવેલા ઉછાળા અંગે જણાવવામાં આવ્યું છે કે, "કંપનીએ નિયમ પ્રમાણે કંપની અંગેની તમામ માહિતી બીએસઈને આપી છે. કંપની એવી કોઈ ગુપ્ત માહિતી નથી ધરાવતી જેના પગલે શેરની કિંમતમાં અચાનક ઉછાળો આવે. કંપની સમયાંતરે તમામ માહિતી અંગે બીએસઈને માહિતગાર કરતી રહી છે."

    ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ફક્ત માહિતી માટે છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger Stock, Penny stocks, Share market, Stock tips

    આગામી સમાચાર