Home /News /business /Multibagger Penny stock: બે વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટૉકના રોકાણકારો થયા માલામાલ, આપ્યું બમ્પર રિટર્ન

Multibagger Penny stock: બે વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટૉકના રોકાણકારો થયા માલામાલ, આપ્યું બમ્પર રિટર્ન

મલ્ટીબેગર પેની સ્ટૉક

Multibagger Stock Lloyds Steels Industries : લોયડ્સ સ્ટીલ્સ ઈન્ડસ્ટ્રીઝના શેર ભાવના ઈતિહાસમાંથી સંકેત લઈને જો કોઈ રોકાણકારે નવા વર્ષ 2022ની શરૂઆતમાં એક સપ્તાહ પહેલા આ મલ્ટીબેગર પેની સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હશે, તો તેના રૂ. 1 લાખ આજે રૂ. 1.21 લાખ થઈ ગયા હશે.

વધુ જુઓ ...
મુંબઈ: વર્ષ 2021માં કોવિડ-19 મહામારી (Covid-19) છવાયેલી હોવા છતાં ભારતીય સ્ટોક માર્કેટે (Indian Stock Market) ઘણા મલ્ટીબેગર સ્ટોક (Multibagger Stocks) આપ્યા છે. વર્ષ 2021 નાના અને પેની સ્ટોક્સ (Penny Stock) માટે પણ નોંધપાત્ર રહ્યું છે, કારણ કે આ માર્કેટ રેલીએ સાબિત કર્યુ છે કે, જો કંપનીના ફંડામેન્ટલ્સ મજબૂત હોય તો પેની સ્ટોક્સમાં રોકાણ કરવાથી તે પણ સારું વળતર મેળવી શકે છે. લોયડ્સ સ્ટીલ્સ ઇન્ડસ્ટ્રીઝ (Lloyds Steels Industries આવો જ એક સ્ટોક છે, જે 2021માં મલ્ટિબેગર પેની સ્ટોક્સમાં સામેલ છે. આ મેટલ સ્ટોક રૂ. 0.50 (NSE પર 10મી જાન્યુઆરી 2020ના રોજની કિંમત)થી વધીને રૂ. 24.95 પ્રતિ શેર સ્તરે (7મી જાન્યુઆરી 2022ના રોજ NSE પર બંધ ભાવ) થઈ ગયો છે, જે આ બે વર્ષમાં લગભગ 4900% વધ્યો છે.

લોયડ્સ સ્ટીલ્સ ઇન્ડસ્ટ્રીઝની શેર હિસ્ટ્રી

>> છેલ્લા એક સપ્તાહમાં આ મલ્ટીબેગર પેની સ્ટોક રૂ. 20.65થી વધીને રૂ. 24.95 થઈ ગયો છે અને તેના શેરધારકોને લગભગ 21 ટકા વળતર મળ્યું છે.

>> છેલ્લા એક મહિનામાં આ પેની સ્ટોકે તેના શેરધારકોને રૂ. 10.80થી રૂ. 24.95ના સ્તરે લગભગ 130 ટકા વળતર આપ્યું છે.

>> છેલ્લા 6 મહિનામાં લોયડ્સ સ્ટીલ્સ ઇન્ડસ્ટ્રીઝના શેરની કિંમત 625 ટકા વધીને રૂ. 3.45થી વધીને રૂ. 24.95 પ્રતિ લેવલે થઈ છે.

>> આ જ રીતે છેલ્લા એક વર્ષમાં આ મલ્ટીબેગર પેની સ્ટોક રૂ.1.00 પ્રતિ શેર લેવલથી વધીને રૂ. 24.95 પ્રતિ સ્ટોક માર્ક પર પહોંચી ગયો છે, જે આ સમયગાળામાં લગભગ 2400% વધ્યો છે.

>> એવી જ રીતે, છેલ્લા બે વર્ષમાં આ મલ્ટીબેગર પેની સ્ટોક 4900 ટકા વધીને રૂ. 0.50થી વધીને રૂ. 24.95 થયો છે.

રોકાણ પર કેવી રહી અસર?

લોયડ્સ સ્ટીલ્સ ઈન્ડસ્ટ્રીઝના શેર ભાવના ઈતિહાસમાંથી સંકેત લઈને જો કોઈ રોકાણકારે નવા વર્ષ 2022ની શરૂઆતમાં એક સપ્તાહ પહેલા આ મલ્ટીબેગર પેની સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હશે, તો તેના રૂ. 1 લાખ આજે રૂ. 1.21 લાખ થઈ ગયા હશે. જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ પેની સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હશે, તો તેના રૂ. 1 લાખ આજે રૂ. 2.30 લાખમાં થઇ ગયા હશે.

આ પણ વાંચો:  જાણો GCL સિક્યોરિટીઝના રવિ સિંધલે કયા સ્ટોકમાં રોકાણ કરવાનું આપ્યું સૂચન

આવી જ રીતે કોઈ રોકાણકારે 6 મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે રૂ. 7.25 લાખ થઈ ગયા હશે. એ જ રીતે જો કોઈ રોકાણકારે બે વર્ષ પહેલાં આ મલ્ટીબેગર પેની સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય અને તેણે રૂ. 0.50ના દરે એક સ્ટોક ખરીદ્યો હોય, તો આજે તેના રૂ. 1 લાખની કિંમત લગભગ રૂ. 50 લાખ થઈ ગઈ હશે.
First published: