Home /News /business /Multibagger Penny Stock: 3 મહિનામાં 1200 ટકા રિટર્ન, 1 લાખ રૂપિયાના બની ગયા 13 લાખ

Multibagger Penny Stock: 3 મહિનામાં 1200 ટકા રિટર્ન, 1 લાખ રૂપિયાના બની ગયા 13 લાખ

વર્ષ 2021 ભારતીય સ્ટોક માર્કેટ (Indian stock market)અને રોકાણકારો માટે ઘણું સારું રહ્યું છે (પ્રતિકાત્મક તસવીર)

Indian stock market - 26 નવેમ્બરના દિવસે જ્યારે બજારમાં ભયંકર ઘટાડો જોવા મળ્યો તો પણ આ સ્ટોકે પોતાનું વલણ બદલ્યું નથી

નવી દિલ્હી : વર્ષ 2021 ભારતીય સ્ટોક માર્કેટ (Indian stock market)અને રોકાણકારો માટે ઘણું સારું રહ્યું છે. આ વર્ષમાં ઘણા સ્ટોક મલ્ટીબેગર (Multibagger Penny Stock) બન્યા છે અને તેમણે રોકાણકારોની ઝોળી ભરી દીધી છે. 3i Infotech પણ આવો જ સ્ટોક છે. આ પેની સ્ટોક ( Penny Stock)છેલ્લા 3 મહિનાની અંદર 1200 ટકાનું રિટર્ન આપી ચૂક્યો છે.

Mintના એક રિપોર્ટ પ્રમાણે આ મલ્ટીબેગર પેની સ્ટોકની જો તમે પ્રાઇસ હિસ્ટ્રી ચેક કરો તો જોવા મળશે કે છેલ્લા 5 દિવસોમાં ટ્રેનિંગ દરમિયાન 5 અપર સર્કિટ આપી ચૂક્યો છે. છેલ્લા 5 દિવસોમાં 21.50 ટકાનો વધારો થયો છે. જો આપણે એક મહિનાની વાત કરીએ તો આ પેની સ્ટોક 35.85 રૂપિયાથી વધીને 108.50 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ લગભગ 200 % બને છે.

આ પણ વાંચો - Credit score: ક્રેડિટ સ્કોર કઈ રીતે વધારી શકાય? આ ટીપ્સનો ઉપયોગ કરો

27 ઓગસ્ટ 2021ના દિવસે કિંમત 9 રૂપિયા પણ ન હતી

આ રીતે છેલ્લા 3 મહિનાની વાત કરવામાં આવે તો આ સ્ટોક 8.48 રૂપિયા પ્રતિ શેરથી ચાલવાનું શરૂ કર્યું હતું. 27 ઓગસ્ટ 2021ના દિવસે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 3i Infotech ની કિંમત 9 રૂપિયા પણ ન હતી. 26 નવેમ્બરના દિવસે જ્યારે બજારમાં ભયંકર ઘટાડો જોવા મળ્યો તો પણ આ સ્ટોકે પોતાનું વલણ બદલ્યું નથી. આ શેર હવે 108.50 પર ટ્રેડ કરી રહ્યો છે. જો આપણે ટકાવારીમાં કેલકુલેટ કરીએ તો આ 1200 ટકા બને છે

આ પણ વાંચો - Paytm Cash Online: એડ જોઈને અને સર્વેમાં ભાગ લઈને મેળવો ફ્રી Paytm કેશ, જાણો કેવી રીતે

1 લાખના 13 લાખ રૂપિયા

3i Infotech એ પોતાના રોકાણકારોને મલ્ટીફોસ્ડ રિટર્ન્સ આપ્યું છે. જો તમે છેલ્લા 1 સપ્તાત પહેલા 1 લાખ રૂપિયા રોક્યા હોત તો તે હવે 1.20 લાખ રૂપિયા બની ગયા હોત. આ જ રીતે કોઇએ એક લાખ રૂપિયા મહિના પહેલા રોક્યા હોત તો તે 3 લાખ થઇ ગયા હોત. જો આપણે વાત કરીએ 3 મહિનાના રોકાણની. જો કોઇએ 3 મહિના પહેલા 1 લાખ રૂપિયા સ્ટોકમાં રોક્યા હોત તો હવે તેના 13 લાખ રૂપિયા થઇ ગયા હોત.

(Disclaimer:આ સ્ટોક અમને તમને ફક્ત જાણકારી માટે બતાવી રહ્યા છીએ. તેમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવી રહી નથી. કોઇ પણ પ્રકારના રોકાણ માટે તમારે કોઇ સર્ટિફાઇડ ઇનવેસ્ટમેન્ટ એડવાઇઝર પાસે સલાહ લેવી જોઈએ.)
First published:

Tags: Business, Multibagger Penny Stock, Share market

विज्ञापन