GCL સિક્યોરિટીઝના રવિ સિંઘલે 2022 માટે પિલિટા શેરના પ્રાઈઝ ટાર્ગેટ વિશે વાત જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિ વર્તમાન સ્તરે સ્મોલ-કેપ કાઉન્ટર ખરીદી શકે છે
Multibagger penny stock for 2022: નવા વર્ષ 2022ની શરૂઆત થયા પછી રિટેલ રોકાણકારો સંભવિત મલ્ટિબેગર સ્ટોક શોધવામાં વ્યસ્ત છે. શેરબજારના રોકાણકારો માટે GCL સિક્યોરિટીઝના રવિ સિંઘલે Pil Italica Lifestyle અથવા Pilita સ્ટોક્સની ભલામણ કરતા કહ્યું છે કે, જ્યારે સોમવારે બજાર ખુલે ત્યારે રોકાણકારો આ સ્ટોકની ખરીદી કરી શકે છે.
Multibagger penny stock for 2022: સામાન્ય રીતે એવું સાંભળવા મળતુ હોય છે કે પેની સ્ટોક (penny stock)માં રોકાણ કરવું ખૂબ જોખમી છે, કારણ કે આવા રોકાણમાં નાના ટ્રિગર શેર ઊંચી વોલેટિલિટી તરફ દોરી જાય છે. જો કે સારા ફંડામેન્ટલ્સ સાથેના વિવિધ પેની સ્ટોક્સ માટે 2021નું વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે, કારણ કે 2021માં મલ્ટિબેગર પેની સ્ટોક્સની યાદીમાં સારી સંખ્યામાં પેની સ્ટોક્સ જોવા મળ્યા હતા. હવે નવા વર્ષ 2022ની શરૂઆત થયા પછી રિટેલ રોકાણકારો સંભવિત મલ્ટિબેગર સ્ટોક શોધવામાં વ્યસ્ત છે. શેરબજારના રોકાણકારો માટે GCL સિક્યોરિટીઝના રવિ સિંઘલે Pil Italica Lifestyle અથવા Pilita સ્ટોક્સની ભલામણ કરતા કહ્યું છે કે, જ્યારે સોમવારે બજાર ખુલે ત્યારે રોકાણકારો આ સ્ટોકની ખરીદી કરી શકે છે.
2022 ના મલ્ટિબેગર પેની સ્ટોક્સ પર વાત કરતા જીસીએલ સિક્યોરિટીઝના વાઈસ ચેરમેન રવિ સિંઘલ જણાવે છે કે, પિલિટા (Pilita) શેરની કિંમત એપ્રિલ 2021થી વધતી જોવા મળી છે, પરંતુ છેલ્લા કેટલાક ટ્રેડ સેશનમાં તે રિબાઉન્ડ દર્શાવે છે. કંપનીના ફંડામેન્ટલ્સ પૂરતા પ્રમાણમાં મજબૂત છે તેથી તે ક્વોલિટી સ્ટોક છે. સ્મોલ-કેપ કંપનીનો PE રેશિયો 49 છે, જે તેની નાની લીકવીડિટીને કારણે સમજી શકાય તેમ છે. જો કે ટૂંક સમયમાં તે રૂ. 19થી રૂ. 20ના સ્તરે પહોંચી શકે છે.
GCLના રવિ સિંઘલે વધુમાં ઉમેર્યું કે પેની સ્ટોકે રૂ. 10.40 પર નવો બ્રેકઆઉટ આપ્યો છે અને તે હાલમાં NSE પર રૂ. 11.10ના સ્તરે ટ્રેડ કરે છે. તેમણે જણાવ્યું હતું કે પિલિટાના શેરને હાલ રૂ. 10.40ના સ્તરે મજબૂત ટેકો મળે છે અને અહીંથી કાઉન્ટરમાં શાર્પ અપસાઈડ મૂવની અપેક્ષા રાખી શકાય છે, કારણ કે Pilitaના શેરની કિંમત NSE પર રૂ. 19.20 પ્રતિ શેરના 52 અઠવાડિયાના સૌથી ઉચ્ચ સ્તરેથી હજુ પણ લગભગ 45 ટકા ડિસ્કાઉન્ટેડ ભાવ પર છે.
આ સાથે જ રવિ સિંઘલે જણાવ્યું કે, ચાર્ટ પેટર્ન પર પિલિટા શેરની કિંમતમાં ખૂબ તેજી જોવા મળી રહી છે અને એકવાર તે 52 અઠવાડિયાની પોતાની સૌથા ઊંચી સપાટી વટાવી દે, તો અમે આગામી 6 મહિનામાં કાઉન્ટર રૂ. 35-38ના દરેક સ્તરે પહોંચે તેવી અપેક્ષા રાખી શકીએ છીએ.
GCL સિક્યોરિટીઝના રવિ સિંઘલે 2022 માટે પિલિટા શેરના પ્રાઈઝ ટાર્ગેટ વિશે વાત જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિ વર્તમાન સ્તરે સ્મોલ-કેપ કાઉન્ટર ખરીદી શકે છે અને રૂ. 5 પર સ્ટોપ લોસ જાળવી શકે છે. સ્ટોક ઉપર જવા માટેની તૈયારીમાં છે. ટૂંક સમયમાં રૂ. 19થી 20ના મધ્યમ ગાળામાં રૂ. 35થી 38, જ્યારે લાંબા ગાળામાં આ શેર રૂ. 50 સુધીના સ્તરે જઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર