Home /News /business /Penny stock: 2021માં આ શેરમાં મળ્યું 5,000 ટકા રિટર્ન, જાણો આ શેર કેમ કરાવી રહ્યો છે શાનદાર કમાણી

Penny stock: 2021માં આ શેરમાં મળ્યું 5,000 ટકા રિટર્ન, જાણો આ શેર કેમ કરાવી રહ્યો છે શાનદાર કમાણી

મલ્ટીબેગર સ્ટોક

Multibagger Penny Stock: આ કંપનીની સ્થાપના 2011ના વર્ષમાં કરવામાં આવી હતી. ઈકેઆઈ એનર્જી ભારતમાં કાર્બન ક્રેડિટ ઇન્ડસ્ટ્રીની અગ્રણી કંપનીઓમાંની એક છે.

મુંબઇ. Multibagger Penny Stock: એક વર્ષમાં 5,192% વળતર! ચોંકી ગયા ને? પરંતુ આ હકીકત છે. 2021ના વર્ષમાં એક શેરે આટલું વળતર આપ્યું છે. જો તમે એવું વિચારી રહ્યા છો કે આ પેની સ્ટૉક (Penny Stock) હોવો જોઈએ તો તમે સાચું જ વિચાર્યું છે. 2021ના વર્ષમાં આ રીતે કોઈ શેરમાં આટલું મોટું વળતર (Multibagger return) મળે તે માનવામાં આવે તેવી વાત નથી. પરંતુ તમે એ વાત જાણીને પરેશાન રહી જશો કે આ શેરે એપ્રિલથી અત્યારસુધી આવું કરી બતાવ્યું છે. અમે ઈકેઆઈ એનર્જી (EKI Energy) શેરની વાત કરી રહ્યા છીએ. આ કંપનીની સ્થાપના 2011ના વર્ષમાં કરવામાં આવી હતી. ઈકેઆઈ એનર્જી ભારતમાં કાર્બન ક્રેડિટ ઇન્ડસ્ટ્રીની અગ્રણી કંપનીમાની એક છે.

એપ્રિલ 2021માં લિસ્ટિંગ

ઈકેઆઈ એનર્જી કંપની એપ્રિલ 2021માં ભારતીય શેર બજારમાં લિસ્ટ થઈ હતી. એ સમયે શેરની કિંમત 147 રૂપિયા હતી. 24 ડિસેમ્બર 2021ના રોજ આ શેરની કિંમત 7,779 રૂપિયા હતી. શુક્રવારે પણ આ શેર 5%ની અપર સર્કિટ સાથે બંધ રહ્યો હતો. આઈપીઓ મારફતે કંપનીએ 18 કરોડથી વધારે રકમ એકઠી કરી હતી. ત્યારથી આ શેર અત્યારસુધી 5000 ટકાથી વધારે ભાગ્યો છે. આ શેરની માંગ એટલી છે કે લગભગ દરરોજ આ શેરમાં 5%ની અપર સર્કિટ લાગતી રહી છે.

નાણાકીય વર્ષ 2022ના પ્રથમ છ મહિનામાં ઈકેઆઈ એનર્જીની આવક વધીને 6.4 અબજ રૂપિયા થઈ હતી. જ્યારે 2021ના આખા વર્ષનું ટર્નઓવર 1.9 અબજ રૂપિયા રહ્યું હતું. આ દરમિયાન ચોખ્ખો નફો 18.7 કરોડ રૂપિયાથી વધીને 1.2 અબજ રૂપિયા થયો છે.

કંપનીની આવક કેમ વધી?

કંપનીના આટલા મજબૂત આંકડાનું મુખ્ય કારણ બજારમાં નેટ ઝીરો ઇમિશન પ્રત્યે વધેલી જાગૃત્તિ, અમેરિકા અને યૂરોપ જેવા બજારમાં માંગમાં વધારો અને કાર્બન ક્રેડિટ્સની કિંમતમાં સુધારો છે.

કંપની માર્ચ, 2021 સુધી ડેટ ફ્રી છે. કંપનીની રિટર્ન રેશિયો ખૂબ મજબૂત છે. કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી 73.5 ટકા છે. પ્રમોટર્સનો એક પણ શેર ગીરવે નથી.

આ પણ વાંચો: Multibagger stock: આ મલ્ટિબેગર સ્ટૉકે આ વર્ષે અત્યારસુધી આપ્યું 200% વળતર, હજુ 50% તેજીની આશા

કંપનીનું ભવિષ્ય

ઈકેઆઈ એનર્જી સર્વિસિસનું ચાલુ નાણાકીય વર્ષનો ટર્નઓવર 15 અબજ ડૉલર નજરે પડી રહ્યું છે. કંપનીને આશા છે કે 2022-23માં તેમાં 50 ટકાનો વિકાસ થશે. ઈકેઆઈના ચેરમેન તેમજ એમડી અને સીઈઓ મનીષ દબકરાએ કહ્યુ કે, તેઓ ગત વર્ષના 50 Mની સરખામણીમાં આ વર્ષે 150 M કાર્બન ક્રેડિટના ટ્રેડિંગની આશા રાખી રહ્યા છે. પોતાની આવક વધારવા માટે કંપનીએ એક મલ્ટી ડિસીપ્લિનરી એડ્વાયઝરી અને કન્સલન્ટન્સી ફર્મ સસ્ટેનપ્લસ સાઇસમાં 50 ટકા સ્ટેક ખરીદ્યો છે. આ કંપનીએ ક્લાઇમેન્ટ રિસાઇલન્સ સર્વિસિસમાં મહારાથ હાંસલ કરી છે.

આ પણ વાંચો: Tata Punch CNG: ટાટાની સૌથી સસ્તી SUVના CNG અવતારે ઇન્ટરનેટ પર મચાવી ધૂમ, મળશે 29km સુધીની માઇલેજ

શેરમાં હજુ તેજી આવી શકે?

ભારતમાં કાર્બન માર્કેટ દુનિયામાં ઝડપથી ઉભરી રહેલા માર્કેટ્સમાનું એક છે. અહીં લાખો કાર્બન ક્રેડિટ ઉત્પન્ન થઈ ચૂકી છે. એમસીએક્સ પર પણ હવે કાર્બનનું ટ્રેડિંગ થાય છે. એમસીએક્સ કાર્બન ટ્રેડિંગ શરૂ કરનાર એશિયાનું પ્રથમ એક્સચેન્જ છે. આટલા વ્યાપક ફેરફાર પછી ભારતમાં તેની સંભાવના ખૂબ વધારે છે. મુકેશ અંબાણી, ગૌતમ અદાણી જેવા અબજોપતિઓ પહેલા જ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં રોકાણની જાહેરાત કરી ચૂક્યા છે. જેનાથી ભારતને નેટ ઝીરો ટાર્ગેટ તરફ આગળ વધવામાં મદદ મળશે.
First published:

Tags: Investment, Multibagger stocks, Penny stocks, Share market