Home /News /business /

Multibagger penny stock: આ પેની સ્ટૉકમાં એક વર્ષમાં 1 લાખ રૂપિયા બની ગયા રૂ. 20 લાખ, આપ્યું 2000% વળતર

Multibagger penny stock: આ પેની સ્ટૉકમાં એક વર્ષમાં 1 લાખ રૂપિયા બની ગયા રૂ. 20 લાખ, આપ્યું 2000% વળતર

મલ્ટીબેગર સ્ટૉક (Multibagger stock)

Multibagger penny stock: આ મલ્ટીબેગર સ્ટૉક આ વર્ષે 12 રૂપિયાથી વધીને 240 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. રોકાણકારોને આ દરમિયાન 2000% વળતર મળ્યું છે.

    મુંબઈ. Multibagger stock: પેની સ્ટૉકમાં પૈસા લગાવવા (Investment in penny stocks) જોખમોથી ભરેલું છે. કારણ કે આવા શેરની લિક્વિડિટી ખૂબ ઓછી હોય છે. કોઈ એક કારણ પણ શેરની કિંમતમાં મોટી ઉથલપાથલ કરી શકે છે. જોકે, તમામ સ્થિતિ સારી રહે અને ફન્ડામેન્ટલ મજબૂત હોય તો આવા શેરમાં અઢળક કમાણી થઈ શકે છે. Cosmo Ferrites આવો જ એક શેર છે. આ શેરે છેલ્લા 1 વર્ષમાં રોકાણકારોને માલામાલ (High return) કરી દીધા છે. આ મલ્ટીબેગર શેરે (Multibagger stock) આ વર્ષે અત્યારસુધી 12 રૂપિયાથી વધીને 240 રૂપિયા પર પહોંચ્યો છે. એટલે કે આ શેરમાં રોકાણકારોને 2000% વળતર મળ્યું છે.

    રોકાણકારોને કેટલું વળતર મળ્યું?

    છેલ્લા એક મહિનામાં Cosmo Ferritesના શેરમાં 6%ની તેજી જોવા મળી છે. આ દરમિયાન આ શેર 225.70 રૂપિયાના સ્તરથી વધીને 240 રૂપિયા પર પહોંચ્યો છે. બીજી તરફ આ વર્ષે આ શેરમાં રોકાણકારોને 2000% વળતર મળ્યું છે. આ દરમિયાન નિફ્ટી 23% અને સેન્સેક્સ 21% વધ્યો છે.

    છેલ્લા છ મહિનામાં આ પેની સ્ટૉક 28.30 રૂપિયાથી વધીને 240 રૂપિયા પર પહોંચ્યો છે. આ દરમિયાન આ શેરમાં 750% વળતર મળ્યું છે. આ રીતે જ આ વર્ષે શેર 12 રૂપિયાથી વધીને 240 રૂપિયા પર પહોંચ્યો છે. એટલે કે આ શેર 20 ગણ વધ્યો છે.

    રોકાણ પર અસર

    >> આ મલ્ટીબેગર પેની સ્ટૉકના વળતર પર નજર કરીએ તો જો કોઈ રોકાણકારો એક મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો હાલ તેની કિંમત 1.06 લાખ રૂપિયા હોય.

    >> આવી જ રીતે જો કોઈ રોકાણકારો 6 મહિના પહેલા 1 લાખ રૂપિયાનો રાકણ કર્યું હોય તો આજે તેની કિંમત 8.50 લાખ રૂપિયા હોય.

    >> 2021ની શરૂઆતમાં 12 રૂપિયા પ્રતિ શેરની કિંમત પર કોઈ રોકાણકારો આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે 1 લાખ રૂપિયાની કિંમત 20 લાખ રૂપિયા હોય.

    >> આ વર્ષે આ શેરમાં રોકાણકારોને 2000% વળતર મળ્યું છે. આ દરમિયાન નિફ્ટી 23% અને સેન્સેક્સ 21% વધ્યો છે.

    આ પણ વાંચો: આ Penny stock ત્રણ વર્ષમાં બન્યો Multibagger સ્ટોક, રૂ. 14થી પહોંચ્યો રૂ. 142 સુધી

    ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી વિગત ફક્ત માહિતી માટે છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger stocks, Penny stocks, Share market, Stock tips

    આગામી સમાચાર